Atul Subhash Suicide : બેંગ્લુરુમાં એક ખાનગી કંપનીમાં કામ કરતા એન્જિનિયરે કથિત રીતે પત્નીથી પરેશાન થઈને ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. અતુલ સુભાષે મરતા પહેલા 24 પાનાની સુસાઇડ નોટ છોડી છે, આ ઉપરાંત તેણે દોઢ કલાકના વીડિયોમાં પોતાની પીડા વર્ણવી છે. દરેક પંક્તિ હૃદયદ્રાવક છે. અતુલે તેની પત્ની અને તેના પરિવારજનો પર હેરસમેન્ટનો આરોપ લગાવ્યો છે. અતુલે આરોપ લગાવ્યો છે કે તેણે મારી સામે અનેક કેસ દાખલ કર્યા છે, તેણે ત્રણ કરોડની માંગ કરી છે.
અતુલના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે
અતુલના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, ઘણા લોકો અતુલનો વીડિયો X પર પોસ્ટ કરી રહ્યા છે. અતુલના ભાઈ વિકાસ કુમારના જણાવ્યા અનુસાર અતુલની પત્નીએ તેની માતા, તેના ભાઈ અને તેના ચાચાએ ખોટા કેસોમાં ફસાવીને ત્રણ કરોડ રૂપિયાની માંગણી કરી હતી. આ કારણે તે ખૂબ જ પરેશાન હતો, તેણે આ કારણોસર પોતાનો જીવ આપ્યો છે.
એક્સ પરની અનેક વાયરલ પોસ્ટ અનુસાર અતુલે કથિત રીતે પોતાની સુસાઇડ નોટ અનેક લોકોને ઇમેલ દ્વારા મોકલી હતી. એનજીઓના વોટ્સએપ ગ્રુપ પર શેર કરેલા મેસેજમાં અતુલે લખ્યું કે સર, આ મેસેજ ગુડબાય કહેવાનો છે. બની શકે તો પ્લીઝ મારા પરિવારને મદદ કરજો, અત્યાર સુધી આપેલા સપોર્ટ માટે તમારો ખૂબ ખૂબ આભાર. આ સાથે અતુલે સુસાઇડ નોટની લિંક પણ મોકલી હતી. તેની ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ છે.
આ પણ વાંચો – મમતા બેનર્જીને ઇન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ આપવાની ચર્ચા વચ્ચે શરદ પવાર-કેજરીવાલની બેઠક
એનબીટીના રિપોર્ટ અનુસાર અતુલના લગ્ન જૌનપુરની રહેવાસી નિકિતા સિંઘાનિયા સાથે થયા હતા. અતુલે પણ લગ્નના સપના જોયા હતા, થોડા દિવસો સુધી બધું બરાબર હતું, જોકે તે પછી નિકિતા અચાનક જૌનપુર પરત ફરી હતી અને ત્યારબાદ સાસરિયાઓ સામે દહેજ ઉત્પીડન અને ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો હતો.
અતુલે કથિત સુસાઇડ વીડિયોમાં જણાવ્યું છે કે અત્યાર સુધીમાં કોર્ટની 120 તારીખો લાગી ચુકી છે અને અતુલ પોતે 40 વખત બેંગ્લોરથી જૌનપુર ગયો હતો. તેના પરિવારના સભ્યો પણ કોર્ટના ચક્કર લગાવીને થાકી ગયા હતા. દરેક વખતે તારીખ પર તારીખ મળતી હતી. અતુલે સિસ્ટમ ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે કે ક્યારેક જજ નથી હોતા અને હડતાળ હોય છે, વકીલો આગામી તારીખની માંગ કરે છે. ફક્ત 23 રજાઓ છે હું સિસ્ટમથી થાકી ગયો.
ન્યાય ના મળે તો અસ્થિઓ રાખ ગટરમાં ફેંકી દેજો
છેલ્લા વીડિયોમાં અતુલે પરિવારને મેસેજ આપ્યો હતો કે કેમેરા વગર મારી પત્ની અને સાસરિયાના લોકોને ન મળતા. જ્યાં સુધી મને હેરાન કરનારાઓને સજા ન થાય ત્યાં સુધી મારી અસ્થિઓનું વિસર્જન ન કરતા. જો ન્યાય ન મળે તો મારા મૃત્યુ પછી મારી અસ્થિઓ કોર્ટ સામે ગટરમાં ફેંકી દેજો.





