Bangladesh : બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા, ગેરેજમાં ઊંઘી રહ્યો હતો ત્યારે પેટ્રોલ છાંટી જીવતો સળગાવી દીધો

Hindu Killed In Bangladesh News : બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ વધુ એહ હિન્દુ યુવકની હત્યા કરી છે. ચંચલ ભૌમિક નામનો હિન્દ યુવક ગેરેજમાં ઊંઘી રહ્યો હતો ત્યારે દુકાનનું શટર પાડી પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી.

Hindu Killed In Bangladesh News : બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ વધુ એહ હિન્દુ યુવકની હત્યા કરી છે. ચંચલ ભૌમિક નામનો હિન્દ યુવક ગેરેજમાં ઊંઘી રહ્યો હતો ત્યારે દુકાનનું શટર પાડી પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી.

author-image
Ajay Saroya
New Update
bangladesh chanchal bhaumik killed | bangladesh News |  bangladesh violence

Chanchal Bhaumik Killed In Bangladesh : બાંગ્લાદેશમાં ચંચલ ભૌમિક નામના હિન્દુ યુવકને જીવતો સળગાવી દેવામાં આવ્યો છે. Photograph: (Indian Express Bengali)

Hindu Killed In Bangladesh News : બાંગ્લાદેશમાં ચૂંટણી યોજાવાની છે, પરંતુ તેની પહેલા હિન્દુઓ અને લઘુમતીઓને કટ્ટરપંથીઓ સતત નિશાન બનાવી રહ્યા છે. હવે ફરી એકવાર ત્યાંથી એક હિન્દુ યુવકની નિર્દયતાથી હત્યાના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ હત્યારાઓએ ક્રૂરતાની તમામ હદ વટાવી યુવક જે ગેરેજમાં સૂતો હતો તેમાં પેટ્રોલ છાટી આગ ચાંપી દીધી હતી. યુવક પોતાનો જીવ બચાવવા માટે બહાર ન આવી શકે તેની માટે ગેરેજનું શટર નીચે પાડી દીધું. જેના કારણે આગથી દાઝી જવાને કારણે વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે.

Advertisment

હરીકતમાં આ ઘટના શુક્રવારની રાતે બની હતી. 23 વર્ષીય ચંચલ ભૌમિક બાંગ્લાદેશના નરસિંદી સ્થિત પોતાની દુકાનમાં સુઇ રહ્યો હતો. આવી સ્થિતિમાં હુમલાખોરોએ પહેલા દુકાનનું શટર નીચે પાડી દીધું અને ત્યારબાદ દુકાન પર પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી. જેના કારણે ચંચલ ઊંઘમાંથી જાગ્યા પછી પણ તે દુકાનની બહાર નીકળી શક્યો ન હતો.

હત્યારાઓ તેનો શ્વાસ બંધ થાય ત્યાં સુધી ઉભા રહ્યા

સળગતી દુકાનનું શટર બંધ થવાથી અને ભીષણ આગમાં સળગતી આગને કારણે ચંચલ ભૌમિકનું કરુણ મોત થયું હતું. આ દરમિયાન તે સતત ચીસો પાડતો હતો, પરંતુ તેમ છતાં હુમલાખોરોનું ક્રૂર હૃદય પીગળ્યું ન હતું. આગને કારણે ચંચલનું મોત ન થાય ત્યાં સુધી હુમલાખોરો ત્યાં જ રહ્યા હતા.

ચંચલ ભૌમિક તેના ઘરનો એક માત્ર આધાર હતો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આખા પરિવારની જવાબદારી મૃતક ચંચલના માથા પર હતી. તેની માતા બીમાર છે, અને તેનો ભાઈ અપંગ છે. તેના પડોશીઓએ કહ્યું કે તે ખૂબ જ શાંત અને મહેનતુ માણસ હતો. પરિવારનો આરોપ છે કે તે ધાર્મિક વેરથી પ્રેરિત પૂર્વનિયોજિત ષડયંત્ર દ્વારા ક્રૂર હત્યા હતી.

Advertisment

બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા ક્યારે અટકશે?

તમને જણાવી દઈએ કે ચંચલ ભૌમિક પહેલા દીપુ ચંદ્ર દાસ અને ખોકોણચંદ્ર દાસ જેવા હિન્દુઓની હત્યા થઈ ચૂકી છે. કટ્ટરપંથીઓ દેશમાં રહેતા લઘુમતી હિન્દુઓને સતત તેમની નફરતનો શિકાર બનાવી રહ્યા છે. મધ્યરાત્રિએ ઘરે જતા રસ્તામાં કોઈની હત્યા કરવામાં આવી રહી છે, જ્યારે નિંદાના આરોપમાં જાહેરમાં વીડિયો બનાવીને કોઈની હત્યા કરવામાં આવી રહી છે. હવે જે રીતે ચંચલ ભૌમિકની હત્યા કરવામાં આવી છે તેનાથી ફરી એકવાર કટ્ટરપંથીઓની ક્રૂરતા અને અમાનવીયતા ઉજાગર થઈ છે. 

bangladesh વિશ્વ