Tarique Rahman: તારિક રહેમાન 17 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશના વડાપ્રધાન પદના શપથ લેશે, ભારત પાકિસ્તાન સહિત 13 દેશોને આમંત્રણ

Tarique Rahman Swearing Ceremony: તારિક રહેમાન બાંગ્લાદેશના નવા વડાપ્રધાન પદના 17 ફેબુઆરીએ શપથગ્રહણ કરશે. આ શપથ ગ્રહણ સમારોહમાં ભારત, ચીન, સાઉદી અરેબિયા, પાકિસ્તાન, તુર્કી, યુએઇ, કતાર, મલેશિયા, બ્રુનેઈ, શ્રીલંકા, નેપાળ, માલદીવ અને ભૂટાનને આમંત્રણ આપવામાં આવ્યું છે.

Tarique Rahman Swearing Ceremony: તારિક રહેમાન બાંગ્લાદેશના નવા વડાપ્રધાન પદના 17 ફેબુઆરીએ શપથગ્રહણ કરશે. આ શપથ ગ્રહણ સમારોહમાં ભારત, ચીન, સાઉદી અરેબિયા, પાકિસ્તાન, તુર્કી, યુએઇ, કતાર, મલેશિયા, બ્રુનેઈ, શ્રીલંકા, નેપાળ, માલદીવ અને ભૂટાનને આમંત્રણ આપવામાં આવ્યું છે.

author-image
Ajay Saroya
New Update
tarique rahman

Tarique Rahman : તારિક રહેમાન, બાંગ્લાદેશના નવા વડાપ્રધાન છે. Photograph: (X/@trahmanbnp)

Tarique Rahman Swearing Ceremony: બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પાર્ટી (બીએનપી)ના પ્રમુખ તારિક રહેમાન 17 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશના નવા વડા પ્રધાન તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહમાં ભારત સહિત 13 દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે. પાર્ટીના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમમાં મુખ્ય પ્રાદેશિક અને વૈશ્વિક ભાગીદાર દેશોના પ્રતિનિધિઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. ભારત, ચીન, સાઉદી અરેબિયા, પાકિસ્તાન, તુર્કી, સંયુક્ત આરબ અમીરાત, કતાર, મલેશિયા, બ્રુનેઈ, શ્રીલંકા, નેપાળ, માલદીવ અને ભૂટાનને આમંત્રણ આપવામાં આવ્યું છે.

Advertisment

પીએમ મોદી શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે?

ઢાકા-નવી દિલ્હી વચ્ચેના ગાઢ સંબંધો અને બંને પડોશી દેશોના સહિયારા ઇતિહાસને ધ્યાનમાં રાખીને ભારતનું આમંત્રણ વિશેષ મહત્વ ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઔપચારિક રીતે આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ તે જ દિવસે મુંબઈમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથેની તેમની અગાઉની દ્વિપક્ષીય વાતચીતને કારણે તેમની હાજરીની સંભાવના નથી. તેના બદલે વિદેશ મંત્રી એસ જયશંકર અથવા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે તેવી અપેક્ષા છે.

ખાલિદા જિયાના અંતિમ સંસ્કારમાં જયશંકર પહોંચ્યા હતા

ભારત બાંગ્લાદેશ સાથે સંબંધો સુધારવા પર ભાર આપી રહ્યું છે. ગયા મહિને વિદેશ મંત્રી એસ જયશંકર ખાલિદા જિયાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે ઢાકા ગયા હતા અને આ પ્રસંગે રહેમાન સાથે મુલાકાત કરી હતી. તાજેતરની એક રેલીમાં બીએનપી નેતાએ જાહેરાત કરી હતી કે, "કોઈ દિલ્હી નહીં, પિંડી નહીં, બાંગ્લાદેશ સર્વોપરી. ”

ચૂંટણી પરિણામો અને સત્તા સમીકરણ

તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં તારિક રહેમાનની બીએનપીએ કુલ 299 બેઠકોમાંથી 209 બેઠકો પર પ્રચંડ વિજય મેળવ્યો હતો, જ્યારે તેમના સાથી જમાત એ આઝમને 68 બેઠકો મળી હતી. આ બહુમતી સાથે હવે તારિક રહેમાન દેશની કમાન સંભાળશે. તેમની સામે સૌથી મોટો પડકાર અર્થતંત્રને પાટા પર લાવવાનો અને આંતરરાષ્ટ્રીય સંબંધોને મજબૂત કરવાનો હશે.

Advertisment

તારિક રહેમાન કોણ છે?

60 વર્ષીય તારિક રહેમાન બાંગ્લાદેશના પ્રભાવશાળી 'જિયા પરિવાર'માંથી આવે છે. તેમના પિતા ઝિયાઉર રહેમાન બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ હતા અને તેમણે 1978માં બીએનપીની સ્થાપના કરી હતી, જેમની 1981માં હત્યા કરવામાં આવી હતી. તારિકની માતા ખાલિદા જિયા બાંગ્લાદેશની પ્રથમ મહિલા વડાપ્રધાન હતી. ખાલિદા જિયાના નિધનના થોડા અઠવાડિયા પછી જ તારિકને પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તારિક રહેમાન લાંબા સમયથી દેશની બહાર રહ્યા હતા અને ભ્રષ્ટાચાર સહિતના અનેક આરોપો અને વિવાદોનો સામનો કર્યા બાદ આખરે દેશના સર્વોચ્ચ પદ પર પહોંચ્યા હતા. 

bangladesh india વિશ્વ