/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Bank-Holiday-June-2024.jpg)
જૂન 2024 બેન્કોમાં રજાઓ (ફાઈલ ફોટો - એક્સપ્રેસ)
Bank Holiday June 2024 : મે મહિનો ખતમ થવામાં હવે આઠ દિવસ બચ્યા છે, પછી જૂન મહિનો શરૂ થશે. જૂન મહિનામાં બેન્કના કામ હોય તો આ સમાચાર તમારા માટે છે, જૂન મહિનામાં 10 દિવસ બેન્કોમાં રજા રહેશે, તો ગુજરાતમાં પણ 8 દિવસ બેન્કો બંધ રહેશે.
બેન્ક હોલિડે જૂન 2024 ની ગુજરાતની રજાની પહેલા વાત કરીએ તો, જૂન મહિનામાં બીજો અને ચોથો શનિવાર તથા પાંચ રવિવાર પડી રહ્યા છે એટલે સાત દિવસ તો આજ થયા, સાથે બકરી ઈદની એક રજા એમ આઠ દિવસ બેન્કો બંધ રહેશે.
ગુજરાતમાં કઈ તારીખે બેન્કોમાં રજા રહેશે
2 જૂન - રવિવાર
8 જૂન - બીજો શનિવાર
9 - જૂન - રવિવાર
16 જૂન - રવિવાર
17 જૂન - ઈદ-ઉલ-અજહા (બકરી ઈદ)
22 જૂન- ચોથો શનિવાર
23 જૂન - રવિવાર
30 જૂન - રવિવાર
આમ તો બેન્કોમાં રાજ્યોના તહેવાર અનુસાર રજાઓ જાહેર કરવામાં આવેલી હોય છે, તો જો દેશની રજાની વાત કરીએ તો, 15 જૂને રાજા સંક્રાંતિ છે, અને 17 જૂને ઈદ-ઉલ-અધાની રજા છે, ઈદ-ઉલ-અધાની જમ્મુ કાશ્મીરમાં બે દિવસ રજા રહેશે, એટલે જમ્મુ કાશ્મીરમાં 10 દિવસ બેન્કો બંધ રહેશે, તો અન્ય કેટલાક રાજ્યમાં 9 દિવસ બેન્કો બંધ રહેશે.
રાજ્યવાર બેન્ક હોલિડે લિસ્ટ - જમ્મુ કાશ્મીરમાં 10 દિવસ બેન્કમાં રજા રહેશે
2 જૂન 2024 (રવિવાર)
8 જૂન 2024 (બીજો શનિવાર)
9 જૂન 2024 (રવિવાર)
15 જૂન 2024 (YMA દિવસ/ રાજા સંક્રાંતિ)
16 જૂન 2024 (રવિવાર)
17 જૂન 2024 (સોમવાર) - ઈદ-ઉલ-અજા (બકરી ઈદ) - મિઝોરમ, સિક્કિમ, ઈટાનગર છોડી દેશમાં બધા રાજ્યોમાં બેન્કમાં રજા
18 જૂન 2024 (મંગળવાર) - (બકરી ઈદ) જમ્મુ કાશ્મીરમાં બેન્કો બંધ રહેશે
આ પણ વાંચો - ઉનાળામાં યાદગાર વેડિંગ માટે આ જગ્યાઓ પરફેક્ટ, ખૂબ ઓછા બજેટમાં વિકી કૌશલ-કેટરિના કૈફ જેવા કરી શકશો લગ્ન
22 જૂન 2024 (ચોથો શનિવાર)
23 જૂન 2024 (રવિવાર)
30 જૂન 2024 (રવિવાર)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us