/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Banned-dogs-in-India.jpg)
ભારતમાં આ નસ્લ જાતીના કૂતરાઓ પર પ્રતિબંધ (ફોટો - એક્સપ્રેસ)
Banned dogs in India | ભારતમાં પ્રતિબંધિત કૂતરા : છેલ્લા કેટલાક દિવસોમાં માણસો પર કૂતરાઓ દ્વારા કરવામાં આવતા હુમલાઓમાં વધારો થયો છે. દરરોજ કૂતરા કરડવાના અહેવાલો સામે આવી રહ્યા છે. કૂતરાઓના હુમલામાં અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ થાય છે. ઘણા લોકો મૃત્યુ પામ્યાની પણ ઘટનાઓ સામે આવી રહી છે. આવી ઘટનાઓથી લોકોના મનમાં કૂતરાઓને લઈને એક અલગ જ પ્રકારનો ડર પેદા થયો છે. આ ઘટનાઓથી લોકો ચિંતિત છે. જો કે હવે કેન્દ્ર સરકારે કેટલાક ખતરનાક પ્રકારના વિદેશી બ્રીડના ડોગ્સ પર પ્રતિબંધ લગાવવાની વાત કરી છે.
પિટબુલ્સ સહિત આ જાતિના કૂતરાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે
કેન્દ્ર સરકારે પિટબુલ, રોટવીલર, ટેરિયર, વુલ્ફ અને માસ્ટિફ સહિત કૂતરાઓની ઘણી ખતરનાક પ્રજાતિઓ પર પ્રતિબંધ લગાવવાનું કહ્યું છે. એટલે કે, આ જાતિના કૂતરાઓને ભારતમાં કોઈ ઉછેર કે વેચી શકશે નહીં. આ સાથે આ બ્રીડના કૂતરાઓનું બ્રિડીંગ બંધ કરવા પણ સુચના આપવામાં આવી છે. પશુપાલન મંત્રાલયે કહ્યું છે કે, આ બ્રીડ ડોગ્સ માટે કોઇ લાઇસન્સ આપવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે, આ નિયમ બધી મિશ્રિત અને ક્રોસ જાતિઓને સમાનરૂપે લાગુ પડશે.
પશુપાલન મંત્રાલયનું કહેવું છે કે, આ જાતિના શ્વાનનો ઉપયોગ મોટાભાગે લડાઇમાં થાય છે. મંત્રાલયે વિદેશી કૂતરાની જાતિઓના વેચાણ, સંવર્ધન અથવા રાખવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો છે. પશુપાલન સચિવ ડો.ઓ.પી.ચૌધરીએ આ માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને જણાવ્યું છે કે, માનવ જીવન માટે જોખમી એવા ખતરનાક નસ્લના કૂતરાઓની અન્ય જાતિઓ માટે કોઈ લાઇસન્સ આપવું જોઈએ નહીં.
આ યાદીમાં પિટબુલ, ટેરીઅર, તોસા ઇનુ, વુલ્ફ વગેરે જેવી જાતિઓ (મિશ્ર અને ક્રોસ્ડ સહિત) નો સમાવેશ થાય છે. પત્રમાં એવી પણ ભલામણ કરવામાં આવી છે કે જે કૂતરાઓને પહેલેથી જ પાળતુ પ્રાણી તરીકે રાખવામાં આવ્યા છે, તેમને પાળતુ પ્રાણી તરીકે ગણવા જોઈએ.
આ નિર્ણય પર પેટા ઇન્ડિયા એડવોકેસી એસોસિએટ શૌર્ય અગ્રવાલે જણાવ્યું હતું કે, "આ નિર્ણય મનુષ્ય અને શ્વાન બંનેને સુરક્ષા પૂરી પાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ ચુકાદો બતાવે છે કે, ખતરનાક નસ્લના કૂતરાઓની જાતીને હથિયાર તરીકે ઉપયોગમાં લેવા માટે ઉછેરવામાં આવે છે.
આ પણ વાંચો - Semiconductor in India : સેમિકન્ડક્ટરનું હબ કેમ બનવા માંગે છે ભારત? કેટલું મોટું છે માર્કેટ? આંકડા જાણી બધુ સમજી જશો
પિટબુલ જેવી અન્ય કૂતરાની જાતિઓને મોટે ભાગે ભારતમાં છોડી દેવામાં આવે છે. આ કા્યવાહીથી ઘણી હદ સુધી તેને રોકી શકાય છે. કેન્દ્રએ ડોગ બ્રીડિંગ એન્ડ માર્કેટિંગ રૂલ્સ 2027 અને પેટ શોપ રૂલ્સ 2018 ના અમલીકરણ માટે પણ હાકલ કરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us