Today News Update In Gujarati : બંગાળની ખાડીમાં આજે સવારે 7.26 વાગે 4.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલીજીના રિપોર્ટ મુજબ 2 ડિસેમ્બર, 2025ના રોજ બંગાળની ખાડીમાં 7.26 વાગે 4.2 તીવ્રતનાનો ભૂકંપ નોંધાયો છે. આ ભૂકંપ IST પર 35 કિમીની ઊંડાઈએ નોંધાયો હતો.
UP માં બસ અને ટ્રક વચ્ચે એક્સિડેન્ટથી આગ લાગી, 3 લોકોના મોત
ઉત્તર પ્રદેશના બલરામપુરમાં બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માતથી બંને વાહનોમાં આગ લાગી ગઇ હતી. આ એક્સિડેન્ટમાં 3 લોકોના મોત થયા છે અને આગ લાગવાના કારણે ઘણા મુસાફરો ઘાયલ થયા છે. સોનૌલીથી દિલ્હી જઇ રહેલી બસ બલરામપુર કોતવાલી વિસ્તારમાં એક ટ્રક સાથે અથડાઇ હતી. આ ટક્કરથી બસ રોડ ઉપર લાગેતા ટ્રાન્સફોર્મરથી અથડાઇ હતી, ટ્રાન્સફોર્મરમાં વીજળીના તાર અડી જતા બસમાં આગ લાગી ગઇ હતી અને ત્યાર પછી ટ્રકમાં આગ લાગી હતી. બસમાં 25 જેટલા મુસાફરો સવાર હતા.
કુવૈત હૈદરાબાદ ઈન્ડિગો ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી, મુંબઇ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ
કુવૈત હૈદરાબાદ જતી ઈન્ડિગો ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. બોમ્બની ધમકી બાદ આ ઈન્ડિયો ફ્લાઇટનું મુંબઇ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે.





