Bengaluru Blast: બેંગલુરુમાં રામેશ્વરમ કેફેમાં પ્રચંડ વિસ્ફોટ, 9 લોકો ઇજાગ્રસ્ત, સીસીટીવી આવ્યા સામે

Bengaluru Cafe Blast News: શહેરની વચ્ચે આવેલા આ કેફેમાં ખૂબ જ ભીડ રહે છે. ઘટના સમયે ત્યાં ઘણા લોકો હતા. કેફેમાં અચાનક વિસ્ફોટની ઘટના બાદ અફરાતફરી મચી ગઈ હતી

Written by Ashish Goyal
Updated : March 01, 2024 19:13 IST
Bengaluru Blast: બેંગલુરુમાં રામેશ્વરમ કેફેમાં પ્રચંડ વિસ્ફોટ, 9 લોકો ઇજાગ્રસ્ત, સીસીટીવી આવ્યા સામે
Bangalore Blast: બેંગ્લુરુના વ્હાઈટફિલ્ડના રામેશ્વરમ કેફેમાં બ્લાસ્ટ થયો (Express photo by Jithendra M)

Bengaluru Rameshwaram Cafe Blast News: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં શુક્રવારે થયેલા વિસ્ફોટમાં 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે. કર્ણાટકના ગૃહ પ્રધાન ડૉ જી પરમેશ્વરાએ પુષ્ટિ કરી છે. આ બ્લાસ્ટ બેંગ્લુરુના વ્હાઈટફિલ્ડના રામેશ્વરમ કેફેમાં થયો હતો. ગેસ લીક ​​થવાના કારણને નકારી કાઢતા સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું કે સીસીટીવી ફૂટેજથી જાણવા મળ્યું છે કે એક માણસ કેફેમાં બેગ રાખતો જોવા મળ્યો હતો. તે ઉચ્ચ-તીવ્રતાનો વિસ્ફોટ નથી પરંતુ એક ઇમ્પ્રુવાઇઝ્ડ છે. તેમણે કહ્યું કે હોટલ સ્ટાફ સહિત ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પૂર્વ બેંગલુરુના કેફેમાં વિસ્ફોટ બપોરના 1:30 વાગ્યાની આસપાસ લંચ અવર દરમિયાન થયો હતો જ્યારે સામાન્ય રીતે નજીકની ઓફિસોમાંથી ભીડ એકઠી થઈ હતી. કર્ણાટકના ગૃહ રાજ્યમંત્રી ડૉ જી પરમેશ્વરાએ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે.

કર્ણાટકના ડીજીપી આલોક મોહને જેઓ સ્થળ પર હતા તેમણે બોમ્બ વિસ્ફોટની પુષ્ટિ કરી અને કહ્યું કે તેઓ બોમ્બ બ્લાસ્ટ પાછળના લોકોને શોધી કાઢશે.

અમે તમામ એંગલથી તેની તપાસ કરી રહ્યા છીએ – પોલીસ

પોલીસે પીટીઆઈને જણાવ્યું હતું કે અમને રામેશ્વરમ કેફેમાં સિલિન્ડર બ્લાસ્ટ થવાનો ફોન આવ્યો હતો. તાત્કાલિક ફાયર બ્રિગેટ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. પ્રાથમિક આશંકા છે કે આ સિલિન્ડર બ્લાસ્ટ છે. જોકે તેની તપાસ કરવામાં આવી રહી છે. આ એક નાનો વિસ્ફોટ છે અને અમે ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ખસેડ્યા છે. આ ઘટના બપોરે 1.30 થી 2 વાગ્યાની વચ્ચે બની હતી. અમે તમામ એંગલથી તેની તપાસ કરી રહ્યા છીએ.

આ કેફે શહેરના કુંદનહલ્લી વિસ્તારમાં આવેલું છે

ઇજાગ્રસ્ત લોકોની ચોક્કસ સંખ્યાની તાત્કાલિક જાણકારી મળી શકી નથી, પરંતુ પોલીસે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા પાંચ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ કેફે શહેરના કુંદનહલ્લી વિસ્તારમાં આવેલું છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા છે.

આ પણ વાંચો – લોકસભા ચૂંટણી : દિલ્હીમાં ભાજપ કોને આપશે ટિકિટ, આ નામો છે દાવેદાર

કેફેમાં અચાનક વિસ્ફોટથી અફરાતફરી મચી ગઈ હતી

કેફેમાં અચાનક વિસ્ફોટની ઘટના બાદ અફરાતફરી મચી ગઈ હતી. લોકો આમતેમ દોડવા લાગ્યા. વ્હાઇટફિલ્ડ ફાયર સ્ટેશનના અધિકારીઓએ એએનઆઈને જણાવ્યું હતું કે અમને રામેશ્વરમ કાફેમાં સિલિન્ડર બ્લાસ્ટ વિશે માહિતી મળી હતી. અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘટનાની તપાસ શરૂ કરી હતી. શહેરની વચ્ચે આવેલા આ કેફેમાં ખૂબ જ ભીડ રહે છે. ઘટના સમયે ત્યાં ઘણા લોકો હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ