Mount Abu snowfall: માઉન્ટ આબુ બરફ જોવા પર્યટકો ઉમટ્યા, જુઓ ફોટો અને વીડિયો

Mount Abu snowfall photos video: બેસ્ટ પર્યટન સ્થળ માઉન્ટ આબુ બરફ થી ઢંકાયું છે. પોલો ગ્રાઉન્ડ નકી લેક સહિત સ્થળો પર બરફ પથરાયો છે. ડિસેમ્બર માસના અંતમાં નવા વર્ષની ઉજવણી માટે સહેલાણીઓ ઉમટ્યા છે. અહીં બરફ જોઇ પર્યટકો માઉન્ટ આબુ બન્યુ કાશ્મીર કહી રહ્યા છે. માઉન્ટ આબુનું તાપમાન ઘટીને માઇનસ 5 ડિગ્રી થયું છે.

Written by Haresh Suthar
December 30, 2024 12:17 IST
Mount Abu snowfall: માઉન્ટ આબુ બરફ જોવા પર્યટકો ઉમટ્યા, જુઓ ફોટો અને વીડિયો
Mount Abu Snowfall Photos: માઉન્ટ આબુ બરફ થી ઢંકાયું છે. નવા વર્ષની ઉજવણી પૂર્વે અહીં બરફ છવાતાં સહેલાણી ઉમટ્યા છે.

Mount Abu snowfall Photos Video: ગુજરાતને અડીને આવેલ હિલ સ્ટેશન માઉન્ટ આબુ હાલમાં કાશ્મીર બન્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી અહીં તાપમાન માઇનસ થયું છે અને બરફની ચાદર પથરાઇ છે. નવા વર્ષની ઉજવણી માટે અહીં આવેલા પર્યટકો બરફ જોઇને માઉન્ટ આબુને કાશ્મીર અને સ્વિટ્ઝર્લેન્ડ સાથે સરખાવી રહ્યા છે. અહીંનું પોલો ગ્રાઉન્ટ બરફની ચાદરથી ઢંકાઇ ગયું છે.

શિયાળામાં અહીં બરફ જોવા મળતો હોવાથી માઉન્ટ આબુ ગુજરાત સહિત રાજસ્થાનના સહેલાણીઓનું મનગમતું પ્રવાસન સ્થળ છે. નાતાલ અને નવા વર્ષની ઉજવણી માટે અહીં પર્યટકો મોટી સંખ્યામાં આવે છે.

સ્થાનિક સંવાદદાતા અનિલ એરણ જણાવે છે કે, હાલમાં છેલ્લા સપ્તાહથી અહીંનું તાપમાન ફ્રિઝીંગ પોઇન્ટ કરતાં નીચે જતાં અહીં ઠેર ઠેર બરફ પથરાયો છે. બરફ જોઇ સહેલાણીઓને મજા આવી ગઇ છે. નવા વર્ષની ઉજવણી સમયે બરફ જામતાં સહેલાણીઓને કાશ્મીર જેવી ફિલિંગ આવી રહી છે અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે.

c

માઉન્ટ આબુ આવેલા સુરતના સહેલાણીઓ અહીં બરફ અને માહોલ જોઇ ખુશ થતાં જણાવે છે કે, આબુ આવીને મજા આવી ગઇ છે. અહીં બધે જ બરફ જ બરફ છે. કાશ્મીર અને સ્વિટ્ઝર્લેન્ડ જેવું લાગી રહ્યું છે.

ગુજરાતને અડીને આવેલું માઉન્ટ આબુ રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન છે જ્યાં બરફ જોવા મળે છે. નવા વર્ષના આગમને અહીં બરફ છવાયો છે. અહીં ક્લિક કરી બરફના ફોટા જુઓ

અહીં નકી લેક, પોલો ગ્રાઉન્ટ, ગુરુશિખર, જૈન દેરાસર સહિત વિવિધ સ્થળો છે જે પર્યટકોને આકર્ષે છે. ગુજરાતીઓ માટે તો માઉન્ટ આબુ વિકેન્ડ ટુર માટે મનગમતી જગ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ