તેજસ્વી યાદવ થી ચિરાગ પાસવાન અને નીતિશ કુમારની પાર્ટી સુધી… બિહારમાં દર ચોથો ધારાસભ્ય વંશવાદી

Bihar Vidhan Sabha Chunav 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ઉમેદવારો માટે ADRનો રિપોર્ટ બહાર આવ્યો છે, જેમાં રાજકીય વંશવાદ વિશેના મહત્વપૂર્ણ તથ્યો સામે આવ્યા છે.

Written by Ajay Saroya
October 19, 2025 07:08 IST
તેજસ્વી યાદવ થી ચિરાગ પાસવાન અને નીતિશ કુમારની પાર્ટી સુધી… બિહારમાં દર ચોથો ધારાસભ્ય વંશવાદી
Bihar Assembly Election 2025: બિહાર વિધાનસબા ચૂંટણી અંગે ADR રિપોર્ટમાં કરવામાં આવેલા મહત્વપૂર્ણ ખુલાસા (Photo: Social Media)

Bihar Assembly Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી માટે મતદાનના પ્રથમ તબક્કા પહેલા એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના અહેવાલ પર ચર્ચા ચાલી રહી છે. આ રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે, બિહારમાં વંશવાદી પૃષ્ઠભૂમિમાંથી આવતા ધારાસભ્યોની સંખ્યા 96 છે. તેમાં રાજ્યના ધારાસભ્યો અને વિધાન પરિષદના સભ્યો પણ છે. આ તમામ ધારાસભ્યોના 27 ટકા અને દેશભરના ધારાસભ્યોના 9 ટકા છે.

એડીઆરએ સપ્ટેમ્બરમાં પ્રકાશિત થયેલા તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ભારતના કુલ 5,203 સાંસદો, ધારાસભ્યો અને વિધાન પરિષદોમાંથી 1,106 વંશવાદી પૃષ્ઠભૂમિના છે, જેમના નજીકના અથવા દૂરના પરિવારના સભ્યો ચૂંટાયેલા પ્રતિનિધિ છે, અથવા ભૂતકાળમાં રહ્યા છે. આ એવા નેતાઓ છે જેમના સંબંધીઓએ પણ મહત્વપૂર્ણ સરકારી હોદ્દા સંભાળ્યા છે.

રાજકારણમાં વંશવાદ મામલે યુપી પ્રથમ ક્રમ પર

વંશવાદની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમે આવે છે. યુપીમાં સૌથી વધુ વંશવાદી ધારાસભ્યો છે, કુલ 604 ધારાસભ્યો, વિધાન પરિષદ સભ્ય અને સાંસદો માંથી 141 વંશવાદી ધારાસભ્યો છે, જ્યારે હરિયાણામાં વંશવાદી ધારાસભ્યોનું પ્રમાણ સૌથી વધુ 35 ટકા છે. અહીં કુલ 104 નેતાઓ માંથી 36 નેતાના પરિવાર રાજકારણ સાથે જોડાયેલા છે.

બિહારમાં વંશવાદની રાજનીતિની સ્થિતિ શું છે?

બિહાર વંશવાદી ધારાસભ્યોની સંખ્યા 96 સાથે ત્રીજા ક્રમે છે. આ ઉપરાંત, વંશવાદી રાજકારણીઓનો 27% હિસ્સો દેશમાં સાતમા ક્રમે સૌથી વધુ છે. રાજ્યના 40 લોકસભા સાંસદો માંથી 15 વંશવાદી પૃષ્ઠભૂમિ ધરાવે છે, જે કુલ સાંસદોના 37.5% છે. રાજ્યસભામાં ઉપલા ગૃહના કુલ 16 સાંસદોમાંથી માત્ર એક જ સાંસદ રાજકીય પરિવારમાંથી છે.

આરજેડી અને જેડીયુમા સૌથી વધુ વંશવાદી રાજકારણ

આ ઉપરાંત, 243 સભ્યોની વિધાનસભામાં 66 ધારાસભ્યો છે, જે ગૃહની કુલ સંખ્યાના 27% છે, જ્યારે 75 સભ્યોની વિધાન પરિષદમાં 16 વંશવાદી એમએલસી છે, જે 21% હિસ્સો ધરાવે છે. બિહારના રાજકીય પક્ષોમાં લાલુ પ્રસાદ યાદવની આગેવાની હેઠળના રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) અને નીતીશ કુમારની આગેવાની હેઠળના જનતા દળ (યુનાઇટેડ) પાસે સૌથી વધુ વંશવાદી ધારાસભ્યો છે. આરજેડીમાં આ સંખ્યા 31 છે, જ્યારે જેડીયુમાં આ સંખ્યા 25 સુધી છે. આરજેડીમાં કુલ 100 ધારાસભ્યો છે અને જેડીયુના 81 ધારાસભ્યો છે, પરંતુ બંને પક્ષોમાં વંશવાદી ધારાસભ્યોનું પ્રમાણ 31 ટકા છે.

ચિરાગ પાસવાન થી માંઝીના રાજકીય પક્ષમાં વંશવાદ

બિહારમાં વંશવાદી ધારાસભ્યો ધરાવતા અન્ય પક્ષોમાં ચિરાગ પાસવાનની આગેવાની હેઠળની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) પણ છે. જીતન રામ માંઝીની આગેવાની હેઠળના હિન્દુસ્તાની અવામ મોરચા (સેક્યુલર)ના કુલ છ ધારાસભ્યોમાંથી ત્રણ ધારાસભ્યો વંશવાદી પૃષ્ઠભૂમિના છે. ડાબેરીઓની વાત કરીએ તો કુલ 16 ધારાસભ્યોમાંથી બે ધારાસભ્યો એવા છે જેમની પાસે 13 ટકા હિસ્સો ધરાવે છે.

ભાજપ-કોંગ્રેસની સ્થિતિ કેવી છે?

ભાજપ અને કોંગ્રેસ બંનેની વાત કરીએ તો દેશમાં ભાજપ અને કોંગ્રેસના અનુક્રમે 370 ધારાસભ્યો છે અને કોંગ્રેસના 258 ધારાસભ્યો વંશવાદી પૃષ્ઠભૂમિ ધરાવે છે. આ નેતાઓ દેશભરના બંને પક્ષોના કુલ ધારાસભ્યોમાં અનુક્રમે 17 ટકા અને 32 ટકા છે. બિહારમાં ભાજપના 21 ધારાસભ્યો છે, જ્યારે કોંગ્રેસ પાસે 13 વંશવાદી ધારાસભ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ