Bihar Election: એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલમાં શું હોય છે અંતર? જાણો કેવી રીતે કરાય છે સર્વે

Bihar Assembly Elections 2025 Exit Polls : મતદારોના વ્યવહારને સમજવા અને ચૂંટણી પરિણામોની ભવિષ્યવાણી કરવા માટે ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ નિર્ણાયક છે. ચાલો જાણીએ કે ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ શું છે અને તેમની વચ્ચે શું તફાવત છે?

Written by Ashish Goyal
Updated : November 11, 2025 19:01 IST
Bihar Election: એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલમાં શું હોય છે અંતર? જાણો કેવી રીતે કરાય છે સર્વે
Bihar Election 2025 Exit Poll & Opinion Poll : મતદારોના વ્યવહારને સમજવા અને ચૂંટણી પરિણામોની ભવિષ્યવાણી કરવા માટે ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ નિર્ણાયક છે (Photo: ANI)

Bihar Election 2025 Exit poll & Opinion poll difference : બિહારની 122 વિધાનસભા બેઠકો પર આજે (11 નવેમ્બર) બીજા અને અંતિમ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. રાજ્યની 243 બેઠકોમાંથી 121 બેઠકો પર 6 નવેમ્બરના રોજ મતદાન થયું હતું, જ્યારે પરિણામ 14 નવેમ્બર 2025 ના રોજ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 65.08 ટકા મતદાન થયું હતું. 11 નવેમ્બરે બીજા તબક્કાના મતદાન સમાપ્ત થયા પછી એક્ઝિટ પોલના પરિણામો સામે આવે છે. અંદાજ મુજબ તે મંગળવારે સાંજે 6.30 વાગ્યા પછી સામે આવે તેવી શક્યતા છે.

બધાની નજર એક્ઝિટ પોલની આગાહી પર છે. મતદારોના વ્યવહારને સમજવા અને ચૂંટણી પરિણામોની ભવિષ્યવાણી કરવા માટે ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ નિર્ણાયક છે. ચાલો જાણીએ કે ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ શું છે અને તેમની વચ્ચે શું તફાવત છે? (બિહાર ઓપિનિયન પોલ પરિણામ અહીં જાણો)

ઓપિનિયન પોલ શું છે?

ઓપિનિયન પોલ ચૂંટણી પહેલા લોકોના મતદાનના ઇરાદાનું મૂલ્યાંકન કરવા માટે હાથ ધરવામાં આવે છે. મીડિયા સંસ્થાઓ, રિસર્ચ ફર્મ અને શૈક્ષણિક સંસ્થાઓ સામાન્ય રીતે આ સર્વેક્ષણો કરે છે. સેમ્પલ કલેક્ટ કરવાની વિવિધ તકનીકોનો ઉપયોગ કરીને, સર્વેયરો મોટા મતદારોની પસંદગીઓને સચોટ રીતે રજૂ કરવાનો હેતુ ધરાવે છે. આ સર્વેક્ષણોમાં રાજકીય મુદ્દાઓ અને નેતાઓના રેટિંગ્સ પર મતદારોના મંતવ્યો જાણવા માટેના પ્રશ્નોનો સમાવેશ થાય છે. જોકે ઓપિનિયન પોલ રાજકીય માહોલની એક ઝલક આપે છે પરંતુ તેમની મર્યાદાઓ છે. સેમ્પલ એરર, પૂર્વગ્રહો અને મતદારોના વ્યવહારમાં છેલ્લી મિનિટના ફેરફારોને કારણે અચોક્કસતા થઈ શકે છે.

આ પણ વાંચો – રાજધાની દિલ્હીમાં ક્યારે-ક્યારે થયા બ્લાસ્ટ, જાણો પુરી ટાઇમલાઇન

એક્ઝિટ પોલ શું છે?

એક્ઝિટ પોલ ચૂંટણીના દિવસે મતદારો મતદાન મથકની બહાર નીકળ્યા પછી તરત જ હાથ ધરવામાં આવે છે. આ સર્વેક્ષણો મતદારોને પૂછે છે કે તેઓએ કોને મત આપ્યો હતો, જે ઓપિનિયન પોલ કરતાં ચૂંટણી પરિણામોની વધુ સચોટ આગાહી કરે છે. એક્ઝિટ પોલ સત્તાવાર ગણતરી પૂર્ણ થાય તે પહેલાં જ પરિણામોના પ્રારંભિક સંકેતો આપે છે. જોકે તેઓ પૂર્વગ્રહોનો શિકાર પણ હોઈ શકે છે અને બાકીના મતદારોને પ્રભાવિત કરતા અટકાવવા માટે કેટલાક વિસ્તારોમાં કાનૂની પ્રતિબંધોને પણ આધિન છે.

ભારતીય ચૂંટણી પંચ (ઇસીઆઈ)ની ગાઇડલાઇન્સ અનુસાર જ્યાં સુધી મતદાન પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી એક્ઝિટ પોલ જાહેર કરી શકાતા નથી. આ એવા મતદારોને પ્રભાવિત કરવાથી બચવા માટે કરવામાં આવે છે જેમણે હજી સુધી મતદાન કર્યું નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ