Bihar Assembly Result 2025 : બિહારમાં કોની બનશે સરકાર, એનડીએ કે મહાગઠબંધન, શુક્રવારે પરિણામ

Bihar Assembly Result 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે મતગણતરી 14 નવેમ્બરે સવારે 8 વાગ્યે શરૂ થશે. લગભગ તમામ એક્ઝિટ પોલમાં એનડીએની મોટી જીતની આગાહી કરવામાં આવી છે

Written by Ashish Goyal
November 13, 2025 21:23 IST
Bihar Assembly Result 2025 : બિહારમાં કોની બનશે સરકાર, એનડીએ કે મહાગઠબંધન, શુક્રવારે પરિણામ
Bihar Assembly Result 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે મતગણતરી 14 નવેમ્બરે સવારે 8 વાગ્યે શરૂ થશે

Bihar Assembly Result 2025 : બિહારમાં એનડીએની સરકાર બનશે કે મહાગઠબંધન તે શુક્રવારે 14 નવેમ્બરે ખબર પડી જશે. બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે મતગણતરી 14 નવેમ્બરે સવારે 8 વાગ્યે શરૂ થશે. વિધાનસભાની ચૂંટણી માટે 6 અને 11 નવેમ્બરના રોજ રેકોર્ડ મતદાન થયું હતું. હવે બધાની નજર ચૂંટણીના પરિણામો પર છે.

એક્ઝિટ પોલ બાદ લોકો વિધાનસભા ચૂંટણીના પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લગભગ તમામ એક્ઝિટ પોલમાં એનડીએની મોટી જીતની આગાહી કરવામાં આવી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તમામ મુખ્ય રાજકીય પક્ષો અને ગઠબંધનોએ જોરશોરથી પ્રચાર કર્યો હતો. આ વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ અને મહાગઠબંધન વચ્ચે સખત ટક્કર જોવા મળી રહી છે.

મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર રાજ્યના 38 જિલ્લાઓમાં બનાવવામાં આવેલા કુલ 46 મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી પંચના નિવેદન અનુસાર ઇવીએમ અને વીવીપેટ મશીનોને ખૂબ જ સુરક્ષિત રાખવામાં આવ્યા છે અને સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મતગણતરી 14 નવેમ્બરે સવારે 8 વાગ્યાથી શરૂ થશે અને ચૂંટણી પંચ દ્વારા મોડી સાંજ સુધીમાં તમામ 243 બેઠકોના પરિણામો જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે.

આ પણ વાંચો – બિહાર વિધાનસભા ચૂંટણી 2020 માં આવું હતું પરિણામ, જાણો કોને મળી હતી કેટલી બેઠકો

મતગણતરી કેન્દ્રો પર બે સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં આંતરિક ઘેરાબંધીની જવાબદારી કેન્દ્રીય અર્ધલશ્કરી દળો અને રાજ્ય પોલીસની બાહ્ય ઘેરાબંધીની છે. જિલ્લાના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને રિટર્નિંગ ઓફિસર્સને વારંવાર નિરીક્ષણ કરવા સૂચના આપવામાં આવી છે. બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોના લાઇવ અપડેટ્સ gujarati.indianexpress.com વેબસાઇટ પર જોઈ શકાશે.

એનડીએ અને મહાગઠબંધનમાં પક્ષો

એનડીએમાં જેડીયુ, ભાજપ, લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ), હિન્દુસ્તાની અવામ મોરચા (એચએએમ) અને રાષ્ટ્રીય લોક મોરચા (આરએલએમઓ) નો સમાવેશ થાય છે. જ્યારે મહાગઠબંધનમાં આરજેડી, કોંગ્રેસ, ડાબેરી પક્ષો, વિકાસશીલ ઇન્સાન પાર્ટી (વીઆઈપી) અને ઈન્ડિયન ઇન્ક્લુઝિવ પાર્ટી (આઈઆઈપી) સામેલ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ