Bihar Assembly Election Result 2025: બિહાર વિધાનસભા ચૂંટણીના ટ્રેન્ડમાં જે સૌથી મહત્વની વાત સામે આવી રહી છે તે શું એ છે કે આરજેડીના સૌથી મોટા ચહેરા તેજસ્વી યાદવની એક ટિપ્પણી પાર્ટીને ભારે પડી ગઇ છે? વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન એક પોડકાસ્ટમાં તેજસ્વી યાદવે એઆઈએમઆઈએમ પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીને એક્સ્ટ્રીમિસ્ટ એટલે કે કટ્ટરપંથી ગણાવ્યા હતા.
તેજસ્વી યાદવને પોડકાસ્ટમાં પૂછવામાં આવ્યું હતું કે તેમણે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ઓવૈસી સાથે ગઠબંધન કેમ ન કર્યું. તેના જવાબમાં તેજસ્વી યાદવે આ ટિપ્પણી કરી હતી. તેજસ્વીની ટિપ્પણી બાદ અસદુદ્દીન ઓવૈસીએ વળતો પ્રહાર કર્યો હતો અને તેજસ્વી યાદવ પર તાબડતોડ પ્રહાર કર્યા હતા.
મુસ્લિમ સમુદાયનું અપમાન કરવાનો આરોપ
ઓવૈસીએ તેમની ચૂંટણી રેલીઓમાં તેજસ્વી યાદવ વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો, ખાસ કરીને સીમાંચલ વિસ્તારમાં. ઓવૈસીએ કહ્યું હતું કે તેજસ્વી યાદવે તેમને કટ્ટરપંથી કહીને મુસ્લિમ સમુદાયનું અપમાન કર્યું છે. ઓવૈસીએ તો એક ચૂંટણી રેલીમાં એમ પણ કહ્યું હતું કે શું તેજસ્વી યાદવને અંગ્રેજીમાં એક્સ્ટ્રીમિસ્ટ લખવા આવડે છે.
ઓવૈસીએ એક ચૂંટણી સભામાં લોકોને પુછ્યું હતું કે શું તે લોકોને ચરમપંથી લાગે છે, તે પોતાના ચહેરા પર દાઢી રાખે છે, માથા પર ટોપી રાખ છે, નમાજી છે, અલ્લાહની ઇબાદત કરનાર છે અને તેથી જ શું તે ચરમપંથી છે.
AIMIM એ 6 બેઠકોની માંગ કરી હતી
એઆઈએમઆઈએમએ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મહાગઠબંધનનો ભાગ બનવા માટે ઘણો પ્રયાસ કર્યો હતો. આ સંદર્ભે પાર્ટી તરફથી આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને પણ પત્ર લખીને તેમની પાસેથી 6 બેઠકોની માંગ કરવામાં આવી હતી. ઘણા પ્રયાસો પછી પણ AIMIMને મહાગઠબંધનનો ભાગ બનાવવામાં આવ્યો ન હતો.
આ પણ વાંચો – તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ યાદવની સીટ પર કેવું છે પરિણામ
આ પછી ઓવૈસી અન્ય કેટલાક પક્ષો સાથે મળીને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ઉતર્યા હતા, પરંતુ ચૂંટણીના પરિણામો પરથી સ્પષ્ટ છે કે ઓવૈસીને કટ્ટરપંથી કહેવાથી તેજસ્વી યાદવને નુકસાન થયું છે.
આ ટિપ્પણીથી મુસ્લિમ સમુદાય નારાજ થયો હતો
ઓવૈસીએ સીમાંચલ વિસ્તારમાં જોરદાર પ્રચાર કર્યો હતો. આરજેડીનો આધાર વોટ બેંક મુસ્લિમ અને યાદવ માનવામાં આવે છે. બિહારમાં મુસ્લિમ સમુદાય વસ્તીના લગભગ 18% છે. જ્યારે તેજસ્વી યાદવનું આ નિવેદન આવ્યું પછી ઓવૈસીએ તેના વિરુદ્ધ ઘણા પ્રહારો કર્યા હતા, ત્યારે મુસ્લિમ સમુદાય આરજેડી અને મહાગઠબંધનથી અલગ થઈ જશે કે કેમ તે અંગે ચર્ચા થઈ હતી.
ટ્રેન્ડને જોતા કહી શકાય છે કે તેજસ્વી યાદવની ટિપ્પણી મુસ્લિમ સમુદાયને પસંદ પડી નથી અને આરજેડીને પાઠ ભણાવ્યો છે.





