Bihar Assembly Election Result 2025 : બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએ એ ઐતિહાસિક પ્રદર્શન કરતા 202 બેઠકો જીતી છે. જ્યારે મહાગઠબંધન 35 બેઠકો જીતી શક્યું છે. બિહારમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 89 બેઠકો જીતી છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 101 ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આ વખતે પાર્ટીનો સ્ટ્રાઇક રેટ પ્રભાવશાળી રહ્યો છે. ભાજપે ફરી એકવાર જેડીયુ કરતા વધુ બેઠકો જીતી છે. જોકે બંને પક્ષો વચ્ચે માત્ર ચાર બેઠકોનો તફાવત છે. જેડીયુએ 85 બેઠકો જીતી છે.
ભાજપે આ 89 બેઠકો પર જીત મેળવી
- રેણુ દેવી – બેતિયા – 22373 (જીતનું માર્જિન)
- વિજય કુમાર મંડલ – સિક્તિ – 19322
- તારકિશોર પ્રસાદ – કટિહાર – 22154
- રંજન કુમાર – મુઝફ્ફરપુર – 32657
- મંગલ પાંડે – સિવાન – 9370
- સમ્રાટ ચૌધરી – તારાપુર – 45843
- કુમાર પ્રણય – મુંગેર – 18750
- મૈથિલી ઠાકુર – અલીનગર – 11,730
- જીબેશ કુમાર – જલે – 21,862
- સંજય કુમાર – કુમ્હરાર – 47524
- મોહનિયા – સંગીતા કુમારી – 18752
- વિનય બિહારી – લૌરિયા – 26,966
- સુજીત કુમાર – રાજનગર – 42,185
- સંજય સરોગી – દરભંગા – 24,593
- અરુણ કુમાર સિંહ – બરુરાજ – 29,052
- સંજય કુમાર પાંડે – નરકટિયાગંજ – 26,458
- રાજુ કુમાર સિંહ – સાહેબગંજ – 13,522
- પ્રેમ કુમાર – ગયા ટાઉન – 26,423
- રાણા રણધીર – મધુબન – 5,492
- કેદારનાથ સિંહ – બનિયાપુર – 15,436
- રામ સિંહ – બાઘા – 6,313
- સિદ્ધાર્થ યાદવ – બિક્રમ – 5,601
- કવિતા દેવી – કોર્હા – 22,257
- વિજય કુમાર ખેમકા – પૂર્ણિયા – 33222
- રામ નિષાદ – ઔરાઈ – 57206
- પ્રમોદ કુમાર – મોતિહારી – 13563
- શ્યામ બાબુ પ્રસાદ યાદવ – પીપરા – 10745
- નીતિશ મિશ્રા – ઝાંઝરપુર – 54849
- કુમાર શૈલેન્દ્ર – બિહપુર – 30025
- રામકૃપાલ યાદવ – દાનાપુર – 29133
- કૃષ્ણનંદન પાસવાન – હરસિદ્ધિ – 10745
- વિનોદ નારાયણ ઝા – બેનીપટ્ટી – 23932
- સુભાષ સિંહ – ગોપાલગંજ – 28972
- નીતિન નબીન – બાંકીપુર – 51936
- સંજય કુમાર – કુંબરાર – 47524
- સિદ્ધાર્થ સૌરભ – બિક્રમ – 5601
- નંદ કિશોર રામ – રામનગર – 35680
- રામ ચંદ્ર પ્રસાદ – હયાઘાટ – 11839
- મુરારી મોહન ઝા – કેવોટી – 7305
- સિયારામ સિંહ – બારહ – 24813
- વિશાલ પ્રશાંત – તારારી – 11464
- પટના સાહિબ – રત્નેશ કુમાર – 38900
- પ્રમોદ કુમાર સિંહા – રક્સૌલ – 17878
- લાલ બાબુ પ્રસાદ ગુપ્તા – ચિરૈયા – 39360
- દિઘા – સંજીવ ચૌરસિયા – 59079
- સુનિલ કુમાર પિન્ટુ – સીતામઢી – 5562
- અરુણ શંકર પ્રસાદ – ખજૌલી 13126
- કૃષ્ણ કુમાર ઋષિ – બનમંખી – 45296
- અવધેશ સિંહ – હાજીપુર – 18509
- લાલ કુમાર રોશન – પાતેપુર – 22380
- રાજેશ કુમાર સિંઘ – મોહિદ્દીનનગર – 11682
- સુરેન્દ્ર નાથ – બછવારા – 15841
- પુરણ લાલ ટુડુ – કટોરીયા – 10986
- ઉપેન્દ્ર પ્રસાદ – ગુરુઆ – 24,194
- બિરેન્દ્ર સિંહ – 12,733
- શ્રેયસી સિંહ – જમુઈ – 54,498
- વિશાલ પ્રશાંત – તારારી – 11,464
- કેદાર પીડી ગુપ્તા – ખુરાની – 9,718
- રાકેશ રંજન – શાહપુર – 15,225
- સુરેન્દ્ર મહેતા – બછવારા -15,841
- કુમાર શૈલેન્દ્ર – બિહપુર – 30,025
- ડૉ. સુનિલ કુમાર – બિહાર શરીફ – 29,168
- રાઘવેન્દ્ર પ્રતાપ સિંહ – બરહારા – 14,403
- સંજય સિંહ ટાઇગર – આરા – 19,581
- ભરત બિંદ – ભબુઆ – 24,415
- મનોજ કુમાર – અરવાલ – 14,093 મત
- નારાયણ પ્રસાદ – નૌતન – 22,373
- નિશા સિંહ – પ્રાણપુર – 7,752
- મિથિલેશ તિવારી – બૈકુંથપુર – 16,953
- કરણજીત સિંહ – દારુંડા – 18,367
- સંજય કુમાર સિંહ – લાલગંજ – 32,167
- રજનીશ કુમાર – તેઘરા – 35,364
- કુંદન કુમાર – બેગુસરાય – 30,632
- રોતિત પાંડે – ભાગલપુર – 13,474
- રામ નારાયણ મંડલ – બાંકા – 23,764
- મહેશ પાસવાન – આગિયાંવ – 11,464
- મુરારી પાસવાન – પીરપેંટી – 53,107
- અનિલ સિંહ – હિસુઆ – 26,667
- ત્રિવિક્રમ સિંહ – ઔરંગાબાદ – 6,794
- જનક સિંહ – તરૈયા – 1,329
- ગોરીયાકોઠી – દેવેશ કાંત સિંહ – 1,2989
- ગાયત્રી દેવી – પરિહાર – 16,146
- બૈદ્યનાથ પ્રસાદ – રીગા – 3,3125
- બંતાના – અનિલ કુમાર – 51,621
- દેવંતી યાદવ – નરપતગંજ – 25,353
- કૃષ્ણ કુમાર મહતો – અમાનૌર – 4,767
- કેદારનાથ સિંહ – બનિયાપુર – 15,436
- અરુણ કુમાર સિંહ – બરુરાજ – 29,052
- ઝાંઝરપુર – નીતીશ કુમાર મિશ્રા – 54,849
આ પણ વાંચો – શા માટે તેજસ્વી યાદવની આગેવાનીમાં મહાગઠબંધનનો થયો પરાજય, જાણો કારણ
બિહારના લોકોએ ગર્દા ઉડાવી દીધા – પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી સ્થિત ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. જ્યાં તેમણે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી.મુખ્યમંત્રી નીતીશ કુમારની પ્રશંસા કરી અને ભાજપની રણનીતિનો પણ ઉલ્લેખ કર્યો હતો.
પીએમ મોદીએ કહ્યું કે આ પ્રચંડ જીત છે, આ અતૂટ વિશ્વાસ… બિહારના લોકોએ ગર્દા ઉડાવી દીધા. અમે એનડીએના લોકો, અમે જનતા જનાર્દનના સેવક છીએ. અમે અમારી મહેનતથી લોકોના દિલ ખુશ કરીએ છીએ અને અમે તો જનતા જનાદર્દનું દિલ ચોરીને બેઠા છીએ, તેથી આજે બિહારે જણાવી દીધું છે કે ફીર એકબાર એનડીએ સરકાર. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં નીતીશ કુમારનો પણ ઉલ્લેખ કર્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમણે સારું શાસન આપ્યું છે.





