Bihar Assembly Election Result 2025 : બિહારમાં એનડીએએ પ્રચંડ વિજય મેળવ્યો છે. બપોરે 3 વાગ્યા સુધીના ટ્રેન્ડ મુજબ એનડીએ 206 બેઠકો પર આગળ છે. જ્યારે મહાગઠબંધન માત્ર 30 બેઠકો પર આગળ છે. ઘણી બેઠકો પર પરિણામો પણ આવવા લાગ્યા છે. આવનારા સમયમાં વિપક્ષને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે. સૌથી ખાસ વાત એ છે કે આ ટ્રેન્ડ પરિણામોમાં ફેરવાશે તો વિપક્ષનો નેતા કોણ હશે?
આરજેડી 24 વિધાનસભા બેઠકો પર આગળ છે અને બિહારમાં વિપક્ષના નેતા બનવા માટે 25 બેઠકોની જરૂર છે. બીજી તરફ બિહારમાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવ 16 મા રાઉન્ડ પછી પાછળ ચાલી રહ્યા છે.
કઈ પાર્ટીને કેટલી બેઠકો મળે છે?
ક્રમાંક પાર્ટી બેઠકો (વલણો) 1 જનતા દળ (યુનાઇટેડ) – જેડીયુ 84 2 ભારતીય જનતા પાર્ટી – ભાજપ 95 3 રાષ્ટ્રીય જનતા દળ – આરજેડી 24 4 લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) – એલજેપીઆરવી 20 5 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 2 6 ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી-લેનિનવાદી) (લિબરેશન) – સીપીઆઈ (એમએલ) (એલ) 1 7 હિન્દુસ્તાની અવામ મોરચા (સેક્યુલર) – એચએએમએસ 5 8 ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન – એઆઈએમઆઈએમ 6 9 રાષ્ટ્રીય લોક મોરચા – આરએસએચટીએલકેએમ 4 10 ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) – સીપીઆઈ (એમ) 1 11 ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી – સીપીઆઈ 0 12 બહુજન સમાજ પાર્ટી – બસપા 1 12 અપક્ષ 0
આ પણ વાંચો – તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ યાદવની સીટ પર કેવું છે પરિણામ
વિપક્ષના નેતા બનવા માટે શું જરૂરી છે?
- જે પાર્ટી પાસે વિપક્ષમાં સૌથી વધુ બેઠકો હોય છે તે વિપક્ષના નેતાનો દાવો સૌ પ્રથમ કરી શકે છે.
- જોકે તેની પાસે વિધાનસભા અથવા લોકસભાની કુલ બેઠકોની સંખ્યાની 10 ટકા સીટ હોવી જોઈએ.
- બિહારમાં 243 વિધાનસભા બેઠકો છે, તેથી વિધાનસભામાં વિપક્ષના નેતા બનવા માટે 25 બેઠકોની જરૂર છે.
- મહત્વની વાત એ છે કે 10 ટકા બેઠકોની શરત ગઠબંધન પર લાગુ પડતી નથી પરંતુ એક જ પક્ષને લાગુ પડે છે.
- જો ગઠબંધન તેની બેઠકો જોડીને કોઈને વિપક્ષનો નેતા બનાવે છે તો વિધાનસભાના અધ્યક્ષની મંજૂરી જરૂરી છે અને તે નિર્ણયને અંતિમ માનવામાં આવે છે.





