Bihar Assembly Election Result 2025: બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે. રાજ્યમાં સૌથી હોટ સીટ રાધાપુર છે. અહીંથી આરજેડી નેતા અને મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવ મેદાનમાં છે. જેની સામે ભાજપના ઉમેદવાર સતીશ કુમાર છે. આ સીટ પર પ્રતિષ્ઠાનો જંગ છે. આ લાલુ યાદવની પરંપરાગત સીટ છે તો બીજી તરફ ભાજપ પર પડકાર આપી રહ્યું છે.
તેજસ્વી અને સતીશ કુમાર આગળ પાછળ થઇ રહ્યા છે. આઠમાં રાઉન્ડના અંતે તેજસ્વી ફક્ત 286 વોટથી આગળ છે. આ બેઠક પર રોમાંચક મુકાબલો જોવા મળી રહ્યો છે.
તેજપ્રતાપ યાદવની મહુઆ બેઠક પર શું છે સ્થિતિ
બીજી તરફ મહુઆ વિધાનસભા બેઠક પરથી તેજ પ્રતાપ યાદવ ચોથા સ્થાને છે. મતગણતરીના ચોથા રાઉન્ડ પછી, લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના સંજય સિંહ 16,673 મતો સાથે આગળ છે. આરજેડીના મુકેશ કુમાર રોશન 11,315 મતો સાથે બીજા સ્થાને છે. ચોથા રાઉન્ડ સુધીમાં તેજ પ્રતાપ યાદવને ફક્ત 3,172 મતો મળ્યા.
આ પણ વાંચો – ખેસારી લાલ યાદવથી મૈથિલી ઠાકુર સુધી, કોણ આગળ અને કોણ પાછળ?
આરજેડીએ મહુઆના ધારાસભ્ય મુકેશ કુમાર રોશનને તેજ પ્રતાપ સામે મેદાનમાં ઉતાર્યા છે. એનડીએએ આ બેઠક એલજેપી (રામ વિલાસ) ને આપી છે અને તેમણે સંજય કુમાર સિંહને મેદાનમાં ઉતાર્યા છે. અહીં ત્રિકોણીય મુકાબલો છે.
2015માં તેજ પ્રતાપ યાદવ પહેલી વાર મહુઆથી ધારાસભ્ય બન્યા. તે સમયે તેજ પ્રતાપને 66,927 વોટ મળ્યા હતા અને 28,155 મતોથી જીત મેળવી હતી





