બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ : સમ્રાટ ચૌધરીથી લઇને તેજસ્વી યાદવ સુધી, આ 9 હોટ સીટો પર શું રહ્યું પરિણામ

Bihar Assembly Election Result 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં એનડીએ પ્રચંડ જીત મેળવી છે. 243 વિધાનસભા બેઠકોમાં એનડીએ 201 સીટો પર આગળ છે. અહીં અમે તમને બિહારની હોટ સીટો પર શું રહ્યું પરિણામ તેની વિગતો જણાવી રહ્યા છીએ

Written by Ashish Goyal
Updated : November 14, 2025 18:43 IST
બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ : સમ્રાટ ચૌધરીથી લઇને તેજસ્વી યાદવ સુધી, આ 9 હોટ સીટો પર શું રહ્યું પરિણામ
ભાજપના સમ્રાટ ચૌધરી અને આરજેડી નેતા તેજસ્વી યાદવ (ફાઇલ ફોટો)

Bihar Assembly Election Result 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં એનડીએ પ્રચંડ જીત મેળવી છે. 243 વિધાનસભા બેઠકોમાં એનડીએ 201 સીટો પર આગળ છે. જેમાં ભાજપ 89 બેઠકો, જેડીયુ 84, ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી 19, હમ 5 અને આરએલએમ 4 બેઠકો પર આગળ છે. બીજી તરફ મહાગઠબંધન ફક્ત 36 બેઠકો પર આગળ છે. જેમાં આરજેડી 25 અને કોંગ્રેસ 6 બેઠક પર આગળ છે. અહીં અમે તમને બિહારની હોટ સીટો પર શું રહ્યું પરિણામ તેની વિગતો જણાવી રહ્યા છીએ.

તેજસ્વી યાદવ

બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવ રાઘોપુરમાં બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમનો મુકાબલો ભાજપના સતીશ કુમાર સામે છે. તેજસ્વી યાદવ આ મતવિસ્તારથી બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેજસ્વી યાદવ 29 રાઉન્ડની ગણતરી પછી સતીશ કુમારથી 13,880 થી વધુ મતોથી આગળ છે. રાઘોપુરમાં કુલ 30 રાઉન્ડની ગણતરી યોજાશે.

સમ્રાટ ચૌધરી

નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી તારાપુરમાંથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ પહેલી વાર આ બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર તેમનો વિજય થયો છે. આરજેડીએ અરુણ કુમારને ટિકિટ આપી હતી. 30 રાઉન્ડ પછી સમ્રાટ ચૌધરીને 122480 વોટ મળ્યા છે. જ્યારે અરુણ કુમારને 76637 વોટ મળ્યા છે.

તેજપ્રતાપ યાદવ

આરજેડીમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ તેજ પ્રતાપ યાદવે પોતાની નવી પાર્ટી, જનશક્તિ જનતા દળ બનાવી હતી અને તે મહુઆ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તે ત્રીજા સ્થાને રહ્યા છે. લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના સંજય કુમાર સિંહ આ બેઠક પર સતત આગળ છે. આરજેડીના મુકેશ કુમાર રોશન બીજા સ્થાને છે.

વિજય કુમાર સિંહા

નીતિશ કુમાર સરકારમાં નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા વિજય કુમાર સિંહા લખીસરાય બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ તેમની સતત ચોથી ચૂંટણી છે. તેઓ અહીં 19 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસના અમરેશ કુમાર બીજા સ્થાને છે.

ખેસારી લાલ યાદવ

ભોજપુરી ગાયક અને અભિનેતા શત્રુઘ્ન યાદવ, જેને ખેસારી લાલ યાદવ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે છપરા વિધાનસભા બેઠક પરથી આરજેડીના ઉમેદવાર છે. 15 રાઉન્ડ પછી ખેસારી લાલ યાદવ ભાજપના છોટી કુમારીથી 5000થી વધુ વોટથી પાછળ છે.

મૈથિલી ઠાકુર

ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયેલા મૈથિલી ઠાકુરને પાર્ટીએ દરભંગાના અલીનગર મતવિસ્તારથી મેદાનમાં ઉતાર્યા છે. આરજેડીએ વિનોદ મિશ્રાને ટિકિટ આપી છે. મૈથિલી ઠાકુરે આ સીટ પર જીત મેળવી છે. મૈથિલી ઠાકુરને 84915 વોટ મળ્યા છે. જ્યારે આરજેડીના ઉમેદવાર વિનોદ મિશ્રા 73185 વોટ સાથે બીજા સ્થાને છે.

આ પણ વાંચો –  શું તેજસ્વી યાદવ વિપક્ષ નેતા પણ નહીં બની શકે? જાણો કેટલી સીટો જોઇએ

અનંત સિંહ

અનંત સિંહ મોકામાથી JDU ના ઉમેદવાર છે. જ્યારે સૂરજ ભાન સિંહની પત્ની વીણા દેવી RJD ની ટિકિટ પર ચૂંટણી લડી હતી બિહારની મોકામા બેઠક કદાચ આ ચૂંટણીઓમાં સૌથી વધુ ચર્ચિત બેઠક રહી છે. બે બાહુબલી વચ્ચે ટક્કર હતી. અનંત સિંહે 28,206 મતોથી આ બેઠક જીતી હતી. અનંત સિંહને 91,416 મત મળ્યા હતા, જ્યારે વીણા દેવીને 63,210 મત મળ્યા હતા. જન સૂરાજના પીયૂષ પ્રિયદર્શી 19,365 મતો સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા. આ બેઠક માટે ચૂંટણી પ્રચાર દરમિયાન દુલારચંદ યાદવની હત્યા કરવામાં આવી હતી અને અનંત સિંહની હત્યા માટે ધરપકડ કરવામાં આવી હતી.

તારકિશોર પ્રસાદ

ભાજપે ફરી એકવાર કટિહારથી ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદને મેદાનમાં ઉતાર્યા હતા. તે આ બેઠક પરથી ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. મહાગઠબંધન તરફથી VIP ના સૌરવ કુમાર અગ્રવાલ મેદાનમાં હતા. તારકિશોર પ્રસાદનો 22154 વોટથી વિજય થયો છે. તારકિશોર પ્રસાદને 100255 વોટ મળ્યા છે. જ્યારે સૌરવ કુમાર અગ્રવાલને 78101 વોટ મળ્યા છે.

રેણુ દેવી

ભાજપે બિહારના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી રેણુ દેવીને બેતિયાથી મેદાનમાં ઉતાર્યા છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર વશી અહમદ ચૂંટણી લડી રહ્યા છે. રેણુ દેવીનો 22373 મતોથી વિજય થયો છે. રેણુ દેવીને 91907 વોટ મળ્યા છે. જ્યારે વશી અહમદને 69534 વોટ મળ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ