Bihar Assembly Elections 2025 : બિહારમાં રાજકીય ગરમી સતત વધી રહી છે. શનિવારે એનડીએ તરફથી ગૃહમંત્રી અમિત શાહ અને મહાગઠબંધન તરફથી તેજસ્વી યાદવે ખગડિયામાં જાહેર સભાને સંબોધિત કરી હતી. અમિત શાહે પોતાની રેલીમાં કહ્યું હતું કે આ ચૂંટણી નક્કી કરશે કે બિહારમાં જંગલ રાજ આવશે કે ફરી રાજ્ય વિકાસના માર્ગ પર આગળ વધશે. બીજી તરફ તેજસ્વી યાદવે કહ્યું કે તેઓ માત્ર સરકાર જ નહીં, બિહારનું નિર્માણ પણ કરવા માંગે છે.
અમિત શાહે શું કહ્યું?
- અમિત શાહે કહ્યું કે હું છઠી મૈયાને પ્રાર્થના કરું છું કે બિહાર હંમેશા જંગલ રાજથી મુક્ત રહે.
- તેમણે કહ્યું કે એનડીએ ‘પાંચ પાંડવોનું ગઠબંધન’ છે અને તેમના શાસન દરમિયાન ગંભીર ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અમિત શાહે દાવો કર્યો હતો કે એનડીએના શાસન હેઠળ હત્યાના કેસોમાં 20 ટકાનો ઘટાડો થયો છે અને લૂંટના કેસોમાં 80 ટકાનો ઘટાડો થયો છે.
- અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નીતીશ કુમાર બિહારના સર્વાંગી વિકાસ માટે કામ કરી રહ્યા છે, પરંતુ લાલુ પ્રસાદ યાદવ માત્ર તેમના પરિવારનો વિકાસ ઇચ્છે છે.
- ગૃહમંત્રીએ કહ્યું કે એનડીએ સરકારે બિહારમાં ઘણા વિકાસ કાર્યો કર્યા છે, જ્યારે લાલુ પ્રસાદ યાદવે રાજ્યમાં કોઈ વિકાસ કર્યો નથી. શાહે કહ્યું કે મોદીના નેતૃત્વમાં ભારત 2027 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.
- તેમણે કહ્યું કે ઘૂસણખોરોને દેશની બહાર ફેંકી દેવા જોઈએ અને તેમના નામ મતદાર યાદીમાંથી દૂર કરવા જોઈએ.
આ પણ વાંચો – ‘ક્યાં છે 12 હજાર સ્પેશ્યલ ટ્રેન?’ રાહુલ ગાંધીએ કહ્યું – બિહાર જતી ટ્રેનોમાં ભારે ભીડ, ટિકિટ મળવી અસંભવ
તેજસ્વી યાદવે શું કહ્યું?
- તેજસ્વી યાદવે શનિવારે કહ્યું હતું કે બિહારને ‘નંબર વન’ બનાવવા માટે રાજ્યમાં રોકાણને આકર્ષવા, શિક્ષણને પ્રોત્સાહન આપવા અને આરોગ્ય સુવિધાઓને મજબૂત કરવાની જરૂર છે.
- નીતીશ કુમાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, અમારા ચાચા હવે વૃદ્ધ થઈ ગયા છે અને બિહારનું નેતૃત્વ કરવા માટે સક્ષમ નથી. તેમને (નરેન્દ્ર) મોદીજી અને અમિત શાહે ‘હાઇજેક’ કરી લીધા છે.
- તેજસ્વીએ કહ્યું કે તેઓ માત્ર સરકાર બનાવવા માટે જ નથી આવ્યા પરંતુ ખગડિયા, પરબત્તા અને બિહાર બનાવવા આવ્યા છે.
- તેમણે આરોપ લગાવ્યો કે એનડીએ સરકાર પાસે કોઈ વિઝન નથી અને તે તેમની યોજનાઓની નકલ કરી રહી છે, પરંતુ તેમને યોગ્ય રીતે નકલ કેવી રીતે કરવી તે પણ આવડતું નથી.
- તેજસ્વીએ કહ્યું કે મહાગઠબંધન સરકાર બન્યાના 20 દિવસની અંદર દરેક ઘરને સરકારી નોકરી આપવાનો કાયદો લાવવામાં આવશે અને 20 મહિનાની અંદર નોકરી આપવામાં આવશે. સંસાધનો ક્યાંથી આવશે તે વિશે તેજસ્વીએ કહ્યું કે થોડા દિવસો રાહ જુઓ, હું તમને કહીશ કે પૈસા ક્યાંથી લાવીશ.
Read More





