Bihar Assembly Election 2025 : બિહાર ચૂંટણીમાં આ નવી પહેલ જોવા મળશે, મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું શું-શું થઇ રહ્યા છે ફેરફાર

Bihar Assembly election 2025 Date : ચૂંટણી પંચ દ્વારા બિહાર વિધાનસભા ચૂંટણી 2025ની જાહેરાત કરવામાં આવી છે. 6 નવેમ્બર પ્રથમ તબક્કામાં અને 11 નવેમ્બર બીજા તબક્કામાં મતદાન યોજાશે. 14 નવેમ્બર મત ગણતરી થશે. બિહાર ચૂંટણીમાં ચૂંટણી પંચે કેટલીક નવી પહેલોની જાહેરાત કરી

Written by Ashish Goyal
Updated : October 06, 2025 19:06 IST
Bihar Assembly Election 2025 : બિહાર ચૂંટણીમાં આ નવી પહેલ જોવા મળશે, મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું શું-શું થઇ રહ્યા છે ફેરફાર
બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર (તસવીર - સોશિયલ મીડિયા)

Bihar Assembly Polls 2025 Schedule Announcement : ચૂંટણી પંચ દ્વારા બિહાર વિધાનસભા ચૂંટણી 2025ની જાહેરાત કરવામાં આવી છે. 6 નવેમ્બર પ્રથમ તબક્કામાં અને 11 નવેમ્બર બીજા તબક્કામાં મતદાન યોજાશે. 14 નવેમ્બર મત ગણતરી થશે.બિહાર ચૂંટણીમાં ચૂંટણી પંચે કેટલીક નવી પહેલોની જાહેરાત કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ 17 નવી પહેલો બિહાર ચૂંટણીમાં લાગુ કરવામાં આવશે. બિહાર ચૂંટણી પછી તેનો દેશભરમાં અમલ કરવામાં આવશે.

એક મતદાન મથકમાં 1,200 થી વધુ મતદારો નહીં હોય.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે આ ફેરફારો હેઠળ એક મતદાન મથકમાં 1,200 થી વધુ મતદારો નહીં હોય. બીજો મહત્વપૂર્ણ ફેરફાર એ છે કે હવે મતદાન મથકની અંદર મોબાઇલ ફોનની મંજૂરી આપવામાં આવશે. મતદારો મતદાન કરવા માટે તેમના ફોન બહાર જમા કરાવીને વોટ કરશે અને પાછા ફર્યા પછી તે મેળવી શકે છે.

BLO નો સંપર્ક ECINET ના માધ્યમથી કરી શકાશે

આ સિવાય ઉમેદવારો હવે મતદાન મથકથી 100 મીટર દૂરથી કેમ્પ લગાવી શકશે. તેમણે જણાવ્યું કે ચૂંટણી પંચ પાસે કુલ 40 એપ છે, જે બધી ECINET પર ઉપલબ્ધ છે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે હવે BLO નો સંપર્ક ECINET ના માધ્યમથી કરી શકાશે. આ સિવાય ચૂંટણી પંચનો સંપર્ક કરવા માટે તમે 1950 ડાયલ કરી શકો છો. આ નંબર ડાયલ કરતા પહેલા +91 અને વિસ્તારનો STD કોડ લખો, પછી 1950 ડાયલ કરો.

દરેક સીટ પર એક નિરીક્ષક હશે

આ ઉપરાંત દરેક સીટ પર એક નિરીક્ષક હશે. આ જવાબદારી વિવિધ રાજ્યોમાંથી આવનારા વરિષ્ઠ અધિકારીઓને સોંપવામાં આવશે. તેમના નંબર ECINET અને વેબસાઇટ પર પણ ઉપલબ્ધ રહેશે. મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે EVM માં બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર અંગે પણ ફરિયાદો મળી હતી. તેથી ચૂંટણી પંચે નિર્ણય લીધો છે કે EVM માં ઉમેદવારોની તસવીરો રંગીન હશે અને ક્રમ સંખ્યાના ફોન્ટ મોટા હશે. મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે રાજકીય પક્ષોની માંગણીઓ અનુસાર અને પારદર્શિતા માટે નિર્ણય કર્યો છે કે મતગણનામાં EVM ના અંતિમ બે રાઉન્ડ પહેલાં પોસ્ટલ બેલેટની ગણતરી કરવી ફરજિયાત રહેશે.

આ પણ વાંચો – બિહાર વિધાનસભા ચૂંટણી : 2020ની વિધાનસભામાં શું હતી સ્થિતિ, કોને મળી હતી સૌથી વધારે બેઠકો

બિહાર ચૂંટણીમાં કેટલાક નવા ફેરફારો જોવા મળશે

  • મતદાન મથક દીઠ 1,200 મતદારોની મહત્તમ મર્યાદા.
  • બધા મતદાન મથકો પર 100% વેબકાસ્ટિંગ.
  • મતદારોના મોબાઇલ ફોન જમા કરાવવા માટે કાઉન્ટરો.
  • EVM મતપત્રો પર ઉમેદવારોના રંગીન ફોટોગ્રાફ્સ.
  • 15 દિવસમાં મતદાર ઓળખ કાર્ડનું વિતરણ.
  • બૂથ લેવલ અધિકારીઓ માટે ઓળખ કાર્ડ.
  • ફોર્મ 17C અને EVM વચ્ચે વિસંગતતાના કિસ્સામાં VVPAT ગણતરી.
  • પોસ્ટલ બેલેટની પ્રારંભિક ગણતરી.
  • બહુમાળી સોસાયટીઓમાં વધારાના બૂથ.
  • 100 મીટરની બહાર બિનસત્તાવાર ઓળખ સ્લિપ બૂથ.
  • રાજકીય પક્ષોના BLA નો ઉપયોગ.
  • મતદાન અને ગણતરી સ્ટાફનું મહેનતાણું બમણું કરવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ