Bihar Assembly Elections 2025 : બિહારના મુઝફ્ફરપુરમાં એક જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ દાવો કર્યો હતો કે બિહાર વિધાનસભામાં એનડીએ મોટી જીત મેળવવા જઈ રહી છે. તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં મહાગઠબંધનને અત્યાર સુધીની સૌથી ઓછી બેઠકો મળશે.
પીએમ મોદીએ કહ્યું કે આજે દરેક સર્વેમાં એક વાત ખુલીને સામે આવી રહી છે કે આ ચૂંટણીમાં આરજેડી-કોંગ્રેસને અત્યાર સુધીની સૌથી મોટી હારનો સામનો કરવો પડશે. બધા સર્વેક્ષણો કહી રહ્યા છે અને તમામ સર્વે એ પણ કહી રહ્યા છે કે ચૂંટણીમાં એનડીએને સૌથી મોટી જીત મળવાની છે.
પીએમ મોદીએ કહ્યું કે આ ચૂંટણીમાં આરજેડી-કોંગ્રેસને અત્યાર સુધીની સૌથી ઓછી બેઠકો મળવાની છે. તેમણે કહ્યું હતું કે બિહારના યુવાનો, બિહારની મહિલાઓ, બિહારના ખેડૂતો, બિહારના માછીમારો દ્વારા નવો ઇતિહાસ રચવામાં આવી રહ્યો છે. આ કારણે આરજેડી-કોંગ્રેસના લોકો ખૂબ જ નર્વસ છે અને તેમના ઘોષણાપત્રમાં આ લોકો એવી વાતો કરી રહ્યા છે, જે ફક્ત અને ફક્ત જૂઠ છે.
આરજેડીના સમર્થકો તેમના વચનો હજમ થઇ રહ્યા નથી
વિપક્ષ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે આ લોકો એટલું ફેંકી રહ્યા છે કે તેમના સમર્થકો પણ તેને હજમ શકતા નથી. હું જોઈ રહ્યો હતો કે કેવી રીતે બિહારના યુવાનો સોશિયલ મીડિયા પર આ લોકોની મજાક ઉડાવી રહ્યા છે કે આરજેડી-કોંગ્રેસના લોકો બિહારના લોકોની બૌદ્ધિક ક્ષમતાને ઓછી આંકવાનું પાપ કરી રહ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આરજેડી-કોંગ્રેસની ઓળખ પાંચ બાબતો છે. પીએમ મોદીએ કહ્યું કે બિહારમાં આરજેડીના જંગલ રાજની ઓળખ કટ્ટા, ક્રૂરતા, કટુતા, કુશાસન અને કરપ્શન છે.
કોંગ્રેસ-આરજેડી નેતાઓ મત મેળવવા માટે ‘છઠી મૈયા’નું અપમાન કરી રહ્યા છે
આ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેમની સરકાર છઠ તહેવાર માટે યુનેસ્કો હેરિટેજ ટેગ મેળવવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે કોંગ્રેસ-આરજેડી નેતાઓ મત મેળવવા માટે ‘છઠી મૈયા’નું અપમાન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ-આરજેડી નેતાઓ માટે છઠ પૂજા એક નાટક છે અને બિહારની જનતા આ અપમાનને ભૂલશે નહીં.
આ પણ વાંચો – રાહુલ ગાંધીએ કહ્યું – નીતિશ કુમારના ચહેરાનો થઇ રહ્યો છે ઉપયોગ, રિમોટ કંટ્રોલ ભાજપના હાથમાં છે
રેલીમાં આવેલા લોકોને સવાલ કરતા પીએમ મોદીએ કહ્યું કે જેમણે રેલવેને લૂંટી લીધી છે, શું તેઓ બિહારમાં કનેક્ટિવિટીનો વિકાસ કરી શકશે? તેમણે કહ્યું કે બિહારમાં ‘જંગલ રાજ’ દરમિયાન આરજેડીના ગુંડાઓ વાહનોના શોરૂમ લૂંટતા હતા. આરજેડીના શાસન દરમિયાન અપહરણના 35-40,000 કેસ હતા.





