Bihar Deputy CM Samrat Chaudhary : બિહારના ડેપ્યુટી સીએમ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ પોતાના સંકલ્પ અંતર્ગત લગભગ 22 મહિનાના લાંબા સમય બાદ મુરૈઠા (પાઘડી) ઉતારી હતી. બુધવારે તે અયોધ્યાની સરયૂ નદી પહોંચ્યા અને પાઘડી સાથે સ્નાન કર્યું હતું અને બધાને પ્રણામ કર્યા અને પછી તેને ખોલી દીધી હતી. બાદમાં તેમણે આ પાઘડી રામ લલ્લાને અર્પણ કરી હતી. તેમણે હનુમાન ગઢીની પણ મુલાકાત લીધી હતી અને ભગવાન હનુમાનના દર્શન કર્યા હતા. સ્નાન પહેલા તેમણે મુંડન પણ કરાવ્યું હતું.
સમ્રાટ ચૌધરીએ સવારે અયોધ્યા પહોંચીને મીડિયા સાથે વાત કરી અને કહ્યું કે તેને ભગવાન રામને સમર્પિત કરવાની હતી. સરયુમાં સ્નાન કર્યા પછી હું તેને તેમના ચરણોમાં સમર્પિત કરીશ. તેમણે કહ્યું કે મેં 28 જૂને પટનામાં જાહેરાત કરી હતી કે હું અયોધ્યા જઈશ અને ભગવાન શ્રી રામના ચરણોમાં પાઘડી સમર્પિત કરીશ.
તેમણે કહ્યું કે અમારી પ્રતિબદ્ધતા નીતિશ કુમારને મુખ્યમંત્રી પદ પરથી હટાવવાની હતી. મારો આ સંકલ્પ ગયા વર્ષે 28 જાન્યુઆરીએ પૂરો થયો હતો કારણ કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર વિપક્ષી દળોના જૂથથી અલગ થઈ ગયા હતા અને અમારી (એનડીએ) સાથે જોડાયા હતા અને અમારા મુખ્યમંત્રી બન્યા હતા. તેથી મેં મારી પાઘડી ખોલી દીધી છે.
સમ્રાટ ચૌધરીની પાઘડી વિશે આ હતી પ્રતિજ્ઞા
સમ્રાટ ચૌધરીએ 2022માં તે સમયે રાજનીતિક પરિસ્થિતિના કારણે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી નીતિશ કુમારને બિહારના મુખ્યમંત્રી પદેથી હટાવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પાઘડી નહીં હટાવે. ત્યારે નીતિશ કુમારે એનડીએ છોડીને લાલુ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ સાથે ગઠબંધન કર્યું હતું. આ વર્ષની શરૂઆતમાં એટલે કે 2024માં નીતિશ કુમાર વિપક્ષી ઈન્ડીયા ગઠબંધનથી અલગ થઈને એનડીએમાં પાછા આવ્યા હતા.
આ પણ વાંચો – હાથરસ જેવી ભાગદોડની ઘટના પહેલા પણ બની ચુકી છે, મહારાષ્ટ્રના મંધારદેવી મંદિરમાં ભાગદોડથી 340 લોકોના જીવ ગયા હતા
એનડીએમાં આવ્યા બાદ જો કે તેઓ ફરીથી સીએમ બન્યા હતા. પરંતુ સમ્રાટ ચૌધરીના મતે નીતિશ કુમાર વિપક્ષી ગઠબંધનથી અલગ થઈને એનડીએમાં સામેલ થઈ ગયા અને ફરીથી મુખ્યમંત્રી બન્યા. તેથી તેમની પ્રતિજ્ઞા પૂરી થઈ.
ચૌધરીની સાથે બિહારના કેટલાક મંત્રીઓ અને પાર્ટીના અધિકારીઓ પણ હતા. સરયૂ નદીમાં ડૂબકી લગાવ્યા બાદ ચૌધરીએ હનુમાનગઢી મંદિર અને રામ જન્મભૂમિ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.