Bihar Harnaut Election Result 2025 : બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં આજે એનડીએએ પ્રચંડ જીતનો ઇતિહાસ રચ્યો છે. આ સાથે જ હરનૌત બેઠક પરથી જેડીયુના ઉમેદવાર હરિનારાયણ સિંહે પણ નવો ઇતિહાસ સર્જ્યો છે. જેડીયુ ઉમેદવાર હરિનારાયણ સિંહે હરનૌત બેઠક પરથી 10મી વખત ચૂંટણી જીતી છે. તેમણે હરનૌત વિધાનસભા બેઠક પર 48,335 મતોના અંતરથી જીત મેળવી હતી.
હરિ નારાયણે દસમી વખત બિહાર વિધાનસભાની ચૂંટણી જીતી છે. આ પહેલા બિહારના ત્રણ નેતાઓએ નવ વખત વિધાનસભા ચૂંટણી જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો. હરિ નારાયણ સિવાય અન્ય બે નેતાઓ હતા. જેમાં રામાયરામ અને સદાનંદ સિંહ 9-9 વખત ચૂંટણી જીતી ચૂક્યા છે.
કોંગ્રેસના ઉમેદવારની કારમી હાર
હરનૌત વિધાનસભા બેઠક પર જેડીયુના હરિનારાયણ સિંહ સામે કોંગ્રેસના ઉમેદવાર અરુણ કુમાર હતા. કોંગ્રેસના અરુણ કુમારને 58,619 મત મળ્યા હતા. જન સૂરજ પાર્ટીના ઉમેદવાર કમલેશ પાસવાનને 7,927 મત મળ્યા હતા.
આ પણ વાંચો | મૈથીલી ઠાકુર સૌથી નાની ઉંમરની ધારાસભ્ય બની, જાણો તેના વિશે A ટુ Z માહિતી
આ બેઠક સાથે સીએમ નીતીશ કુમારનો ગાઢ સંબંધ
બિહારના નાલંદા જિલ્લામાં સ્થિત આ હરનૌત વિધાનસભા પણ ખાસ છે કારણ કે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર આ બેઠક પરથી બે વખત જીત્યા છે અને બે વખત હારી ગયા છે. હરિનારાયણ સિંહ 2010, 2015 અને 2020માં આ બેઠક પરથી જીત્યા છે.





