Bihar Election Results 2025: બિહાર વિધાનસભા ચૂંટણી ઇતિહાસમાં ભાજપ અને જેડીયુ ફરી એકવાર મોટી જીત તરફ આગળ વધી રહ્યા છે. મત ગણતરી શરુ થતાં જ પ્રારંભથી જ ભાજપ અને જેડીયુ આગળ ચાલી રહ્યા છે. બપોરે 4 વાગ્યા સુધીના ટ્રેન્ડમાં બિહારમાં ચારેકોર કેસરિયો લહેરાતો દેખાઇ રહ્યો છે. એનડીએ 209 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. સત્તાવાર રીતે જેડીયુના 2 ઉમેદવારોએ જીત મેળવી છે.
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામોમાં NDA (BJP + JDU) મોટી જીત તરફ આગળ વધી રહ્યું છે. NDA આરામથી બહુમતી પાર કરી ગયું છે અને મહાગઠબંધન (RJD + Congress) પાછળ રહી ગયું છે. મત ગણતરી જેમ જેમ આગળ વધી રહી છે એમ એમ મહાગઠબંધન પાછળ ધકેલાઇ રહ્યું છે.
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામો NDA માટે ઐતિહાસિક સાબિત થઈ રહ્યા છે. મત ગણતરી શરુ થતાં સવારના પ્રાથમિક ટ્રેન્ડસથી જ NDA આગળ ચાલી રહ્યું છે.
બિહાર ચૂંટણી પરિણામ ટ્રેન્ડ 4 વાગે – NDA 209 બેઠક

બિહાર ચૂંટણી પરિણામ 2025 મત ગણતરી ચાલી રહી છે. સાંજે ચાર વાગ્યાના અરસામાં ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર રીતે 2 બેઠકો પર જેડીયુના ઉમેદવારોની જીત જાહેર કરી છે. જ્યારે એનડીએ હજુ 209 બેઠકો પર આગળ છે. મહાગઠબંધન ઘટીને 27 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.
બિહાર ચૂંટણી પરિણામ 2025 – બપોરે 3 વાગે NDA 200 ને પાર

બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જેડીયુ મેદાન મારી રહ્યા છે. બપોરે 3 વાગ્યા સુધીમાં સામે આવેલા ટ્રેન્ડમાં એનડીએ 200 બેઠકોને પાર થયું છે. જ્યારે મહાગઠબંધન ઘટતું ઘટતું માત્ર 32 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. ભાજપ 95 બેઠકો પર અને જનતા દળ 82 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી 20 બેઠકો પર આગળ છે.જ્યારે આરજેડી 25 બેઠકો પર આગળ છે.
બિહાર ચૂંટણી પરિણામ 2025: ભાજપ 90+

બિહાર ચૂંટણી ભલે ભાજપ એનડીએ ગઠબંધન સાથે લડ્યું હોય પરંતુ ચૂંટણી પરિણામમાં કેસરિયો ચારેબાજુ લહેરાઇ રહ્યો છે. બપોરે 2 વાગ્યા સુધીના ટ્રેન્ડમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે અને 91 બેઠકો પર આગળ છે. નીતિશ કુમારની પાર્ટી જનતા દળ બીજા ક્રમે 79 બેઠકો પર આગળ છે. જ્યારે આરજેડી 27 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.
બિહાર ચૂંટણી પરિણામ 2025 – બપોરે 1 વાગ્યાનો ટ્રેન્ડ

બિહાર વિધાનસભા ચૂંટણી 2025 મત ગણતરી ચાલી રહી છે. જીતના પરિણામ હજુ જાહેર થયા નથી. પરંતુ ટ્રેન્ડ જોતાં એનડીએ ગઠબંધન ફરી એકવાર સરકાર બનાવી રહી છે એ સ્પષ્ટ થઇ ગયું છે. બપોરે 1 વાગ્યાના ટ્રેન્ડમાં ભારતીય જનતા પાર્ટી 89 બેઠક પર, જનતા દળ 79 બેઠક પર આગળ ચાલી રહી છે. જ્યારે આરજેડી 31 બેઠક પર અને લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) 21 બેઠક પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસ માત્ર 4 બેઠક પર આગળ છે. આ જોતાં મહાગઠબંધનનો રકાસ સ્પષ્ટ છે.

સવારના તાજા ટ્રેન્ડ્સ દર્શાવે છે કે બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં ભાજપ અને જેડીયુ બંને પક્ષો ઐતિહાસિક જીત તરફ છે. NDAના ઉમેદવારો અનેક મહત્વપૂર્ણ બેઠકો પર મજબૂત લીડમાં છે, જેના કારણે આ પરિણામ બિહારના રાજકીય ઇતિહાસમાં સૌથી મોટી જીત તરીકે નોંધાઈ શકે છે. આ જીત માત્ર બહુમતી પાર કરવાની નથી, પરંતુ રાજ્યની રાજકીય દિશાને લાંબા ગાળે બદલનાર ક્ષણ તરીકે જોવામાં આવી રહી છે.
12 વાગે ભાજપ આગળ નીકળ્યું

બિહાર વિધાનસભા ચૂંટણી 2020માં એનડીએ (NDA)એ કુલ 125 બેઠકો સાથે બહુમતી મેળવી હતી. તેમાં ભાજપે 74 બેઠકો જીતી હતી અને નીતિશ કુમારની જેડીયૂએ 43 બેઠકો પર જીત મેળવી હતી. આ પરિણામે એનડીએને સરકાર બનાવવા માટે જરૂરી બહુમતી મળી હતી, જ્યારે આરજેડી (RJD) 75 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની હતી.
આ વાંચો: બિહાર ચૂંટણી પરિણામ 2020, કોણ કેટલી બેઠકો જીત્યું
બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં NDA માટે ભાજપ અને જેડીયૂના મુખ્ય ઉમેદવારો ચૂંટણીના કેન્દ્રબિંદુ બની ગયા છે. ભાજપ તરફથી સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહ ઉપમુખમંત્રી તરીકે પોતાની બેઠકો પર મજબૂત લીડમાં છે, જ્યારે રેણુ દેવી અને નિતિન નબિન જેવા અનુભવી નેતાઓ ફરીથી જીત તરફ આગળ વધી રહ્યા છે.
વધુ વાંચો: બિહાર ચૂંટણી 2025 પરિણામ લાઇવ અપડેટ્સ
યુવા ચહેરા તરીકે શ્રેયસી સિંહ અને લોકપ્રિય ગાયિકા મૈથિલી ઠાકુર પાર્ટીને નવી ઓળખ આપી રહ્યા છે. બીજી તરફ જેડીયૂના અનંત કુમાર સિંહ જેવી વ્યક્તિ NDA માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. આ ઉમેદવારોની જીત NDA અને બિહારના રાજકીય ભવિષ્યને નક્કી કરશે.
પક્ષ ઉમેદવારી જીત કુલ મત મત % NDA ગઠબંધન જનતા દળ (યૂ) 115 43 6,484,414 15.39 ભારતીય જનતા પાર્ટી 110 74 82,01,408 19.46 વિકાસશીલ ઇન્સાન પાર્ટી 11 4 6,39,840 1.52 હિન્દુસ્તાન અવામ મોર્ચા 7 4 375,564 0.89 મહાગઠબંધન રાષ્ટ્રીય જનતા પાર્ટી 144 75 97,36,242 23.11 કોંગ્રેસ 70 19 39,95,003 9.48 CPI (ML) Liberation 19 12 1,333,682 3.16 સીપીઆઇ 6 2 3,49,489 0.83 CPI (Marxist) 4 2 2,74,155 0.65
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 પરિણામ ભાજપ અને જેડીયૂ ગઠબંધન ઐતિહાસિક જીત તરફ આગળ છે.





