Bihar Election Results 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં એનડીએ એ ઈન્ડિયા ગઠબંધને ચારે બાજુથી હરાવ્યું છે. તો બિહારની ચૂંટણી મેદાનમાં રમત જગતની એક ધાકડ છોકરીએ પણ કમાલ કરી બતાવી હતી. ભારત માટે અદભૂત રાઇફલ શૂટિંગ કરનાર શ્રેયસી સિંહે બીજી વખત ભાજપની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી જીતી છે.
બિહાર ચૂંટણીમાં વિધાનસભા જમુઇ બેઠક પર મહિલા રાફઇલ શૂટર અે ભાજપ ઉમેદવાર શ્રેયસી સિંહે ટાર્ગેટ પર અચૂક નિશાન ટાંક્યું હતું કે, રાજદ ઉમેદવાર મોહમ્મદ શમશાદ આલમની કારમી હાર છે. શ્રેયસી સિંહે સતત બીજી વખત જમુઇ બેઠક પર જીત મેળવી છે.
શ્રેયસી સિંહે 54,498 મતોથી રાજદ ઉમેદવાર શમશાદ આલમને હરાવ્યા હતા. આ પહેલા 2020ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેઓ આ બેઠક પરથી જીત્યા હતા. ગત ચૂંટણીમાં તેમણે આરજેડીના વિજય પ્રકાશને 41,000 મતોથી હરાવ્યા હતા. શ્રેયસી સિંહની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ 2020માં જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેમણે 30 વર્ષની ઉંમરે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. હવે 34 વર્ષની ઉંમરે તેઓ બીજી વખત બિહાર વિધાનસભાના ધારાસભ્ય બન્યા છે.
શ્રેયસી સિંહની શૂટિંગ કારકિર્દી પર એક નજર
શ્રેયસી સિંહ 2013માં મેક્સિકોમાં યોજાયેલા ટ્રેપ શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો હિસ્સો હતો. 2010ની કોમનવેલ્થ ગેમ્સમાં તેમણે સિંગલ્સ અને ડબલ્સ સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો. તેમણે સિંગલ્સમાં છઠ્ઠું અને ડબલ્સમાં 5મો ક્રમ મેળવ્યો હતી. આ પછી તેમણે 2014ના કોમનવેલ્થ ગેમ્સની સિંગલ્સ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો. ત્યાર પછી 2014ની એશિયન ગેમ્સમાં શ્રેયસી સિંહે ડબલ ટ્રેપ ઈવેન્ટમં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
આ પણ વાંચો | નાલંદા હરનૌત બેઠક પર JDU ઉમેદવારે 10મી વખત ચૂંટણી જીતી રચ્યો ઇતિહાસ
ત્યાર બાદ તેમણે ગોલ્ડ કોસ્ટમાં યોજાયેલા 2018ના કોમનવેલ્થ ગેમ્સના ડબલ ટ્રેપમાં ગોલ્ડ મેડલ જીત્યો. 2017માં તેણે બિહારમાં યોજાયેલી 61મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશીપમાં બિહારને ગોલ્ડ મેડલ અપાવ્યો. આ ઉપરાંત શ્રેયસી સિંહે એશિયન ચેમ્પિયનશીપમાં 2012, 2014 અને 2016માં ત્રણ વખત ટ્રેપ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.





