Bihar Election Exit Poll LIVE: બિહારમાં કોણ બનાવશે સરકાર, આજે એક્ઝિટ પોલના પરિણામ જાહેર થશે

Bihar Election Exit Poll : બિહારમાં 243 વિધાનસભા બેઠકો છે. જેમાં પ્રથમ તબક્કામાં મતદાન 6 અને બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરના રોજ થયું હતું. ચૂંટણી પરિણામો 14 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. આ પહેલાં આવનારા એક્ઝિટ પોલ એ સંકેત આપશે કે બિહારમાં NDA કે મહાગઠબંધનમાંથી કોણ સરકાર બનાવી શકે છે

Written by Ashish Goyal
November 11, 2025 17:17 IST
Bihar Election Exit Poll LIVE: બિહારમાં કોણ બનાવશે સરકાર, આજે એક્ઝિટ પોલના પરિણામ જાહેર થશે
Bihar Election Exit Poll : બિહાર વિધાનસભા ચૂંટણી એક્ઝિટ પોલ પરિણામ

Bihar Exit Polls Result 2025 LIVE: બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં મંગળવારે બીજી તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. મતદાન પૂર્ણ થયા પછી 6.30ની આસપાસ અલગ-અલગ એજન્સીના એક્ઝિટ પોલ સામે આવશે. બિહારમાં 243 વિધાનસભા બેઠકો છે. જેમાં પ્રથમ તબક્કામાં મતદાન 6 અને બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરના રોજ થયું હતું. ચૂંટણી પરિણામો 14 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. આ પહેલાં આવનારા એક્ઝિટ પોલ એ સંકેત આપશે કે બિહારમાં NDA કે મહાગઠબંધનમાંથી કોણ સરકાર બનાવી શકે છે.

એક્ઝિટ પોલ એ પણ જાહેર કરશે કે બિહારમાં પોતાની પ્રથમ વિધાનસભા ચૂંટણી લડી રહેલી જન સૂરાજ પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની AIMIM અને અન્ય નાના પક્ષો કેટલી બેઠકો જીતશે. જોકે આ ફક્ત એક અંદાજ હશે સાચા પરિણામ 14 નવેમ્બરે જાહેર થશે.

NDAમાં ભાજપ, JDU, LJP (રામ વિલાસ), HAM અને RLMનો સમાવેશ થાય છે. બીજી તરફ મહાગઠબંધનમાં RJD, કોંગ્રેસ, વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP) અને ડાબેરી પક્ષોનો સમાવેશ થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ