Bihar Lok Sabha Election Result 2024 Live Updates in Gujarati : લોકસભા ચૂંટણી 2024ના પરિણામ સામે આવી ગયા છે. જેમાં બિહારમાં લોકસભાની વાત કરવામાં આવે તો ભાજપ અને જેડીયુ ગઠબંધનને પોતાનો દબદબો જાળવી રાખતા 40માંથી 30 સીટો પર જીત મેળવી છે.
બિહાર લોકસભામાં એનડીએ ગઠબંધને પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. રાજ્યની 40 સીટોમાંથી જેડીયુને 12, ભાજપને 12, લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ને 5, રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ને 4, કોંગ્રેસને 3, સીપીએમને 2, હિન્દુસ્તાની આવામ મોરચા અને અપક્ષને 1-1 સીટ મળી છે.