ભાજપે અમેરિકન વિદેશ વિભાગ પર એક ન્યૂઝ પોર્ટલને કેટલાક ફંડિગના માધ્યમથી “ભારતને અસ્થિર” કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપે કહ્યું હતું કે પોર્ટલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવ્યા હતા. જેને પગલે નવી દિલ્હી સ્થિત અમેરિકી દૂતાવાસે શનિવારે કહ્યું કે ભારતમાં સત્તાધારી પક્ષ આ પ્રકારના આરોપો લગાવી રહ્યો છે તે નિરાશાજનક છે.
અમેરિકા શું કહ્યું
યુ.એસ. એમ્બેસીના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુ.એસ. સરકાર સ્વતંત્ર સંસ્થાઓ સાથે પ્રોગ્રામિંગ પર કામ કરે છે જે પત્રકારો માટે વ્યાવસાયિક વિકાસ અને ક્ષમતા-નિર્માણની તાલીમને ટેકો આપે છે. સમગ્ર વિશ્વમાં મીડિયાની સ્વતંત્રતાના ચેમ્પિયન રહ્યા છે. સ્વતંત્ર પ્રેસ એ કોઈપણ લોકશાહીનો અનિવાર્ય ભાગ છે, જે સત્તામાં રહેલા લોકોને જવાબદાર ઠેરવે છે.
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ એવો દાવો કર્યો હતો કે અમેરિકાના કેટલાક તત્ત્વોએ પત્રકારોના એક જૂથ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મળીને ભારતની વિકાસગાથાને અપુષ્ટ રીતે બાધિત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે આ બધું અમેરિકાના વિદેશ વિભાગ સાથે સંકલન કરીને કરવામાં આવી રહ્યું છે.
સંબિત પાત્રાએ લગાવ્યો હતો આરોપ
સંબિત પાત્રાની આ ટિપ્પણી અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા અમેરિકાની કોર્ટમાં દાખલ અદાણી ગ્રુપ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા કેસોના પગલે આવી છે. ભાજપે એક વિદેશી વેબ પોર્ટલ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (ઓસીસીઆરપી)ના અહેવાલને ટાંકીને રાહુલ ગાંધીની પણ ટીકા કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે અદાણી જૂથને નિશાન બનાવવા અને પીએમ મોદીને કમજોર કરવા માટે કરવામાં આવી હતી.
આ પણ વાંચો – સરકાર સાથે વાતચીતનું આમંત્રણ મળ્યું નથી, ખેડૂતો રવિવારે ફરી દિલ્હી કૂચ કરશે
E
ભાજપના પ્રવક્તા પાત્રાએ ફ્રેન્ચ પોર્ટલ મીડિયાપાર્ટના એક અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે ઓસીસીઆરપીને યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ અને અબજોપતિ રોકાણકાર જ્યોર્જ સોરોસ જેવા લોકો દ્વારા નાણાં પૂરા પાડવામાં આવ્યા હતા. ભાજપે કહ્યું કે વડા પ્રધાન મોદીને નિશાન બનાવીને ભારતને અસ્થિર કરવાનો ડીપ સ્ટેટનો સ્પષ્ટ ઉદ્દેશ્ય હતો છે. સંબિત પાત્રાએ કહ્યું કે એક ફ્રાન્સિસ રિસર્ચ મીડિયા ગ્રુપે ખુલાસો કર્યો છે કે ઓસીસીઆરપીના ભંડોળનો 50 ટકા હિસ્સો સીધો યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ પાસેથી આવે છે.
પાત્રાએ રાહુલ ગાંધી પર લગાવ્યો દેશદ્રોહી હોવાનો આરોપ
આ પછી ભાજપના પ્રવક્તાએ રાહુલ ગાંધી પર દેશદ્રોહી હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે કેટલીક યુએસ એજન્સીઓ અને સોરોસ ભારતને અસ્થિર કરવાના પ્રયાસમાં એક ખતરનાક ત્રિકોણ બનાવી રહ્યા છે. પાત્રાના આ આરોપોનું સંસદમાં તેમના પક્ષના સાથી નિશિકાંત દુબેએ પુનરાવર્તન કર્યું હતું, જેમણે કોંગ્રેસ પર મોદી પ્રત્યેની નફરતને કારણે ભારતની સફળતાની કહાનીને પાટા પરથી ઉતારવા માટે વિદેશી શક્તિઓ સાથે મળીને કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો.
રાજ્યસભામાં સાંસદ સુધાંશુ ત્રિવેદીએ ભાજપના નેતાઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ઓસીસીઆરપી દ્વારા પ્રકાશિત અહેવાલના આધારે કોંગ્રેસે સંસદને ઠપ કરી દીધી છે. ત્રિવેદીએ કહ્યું કે આમાંના ઘણા મીડિયા અહેવાલો ભારતમાં સંસદના સત્ર સાથે મેળ ખાય છે. તેમણે રાહુલ ગાંધીની સોરોસ સાથેની મુલાકાતની તપાસની માંગ કરી હતી, જેમણે દાવો કર્યો હતો કે તેઓ નિયમિતપણે અન્ય દેશોની અર્થવ્યવસ્થાને પાટા પરથી ઉતારવાનું કાવતરું ઘડી રહ્યા છે.