/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Thiruvananthapuram-BJP-victory.jpg)
Kerala local body polls : કેરળના તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનો વિજય થયો છે (Photo: X/@RajeevRC_X)
Kerala local body polls : કેરળના તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનો વિજય થયો છે. પાર્ટીએ ડાબેરી પક્ષોની આગેવાની હેઠળના લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ)ને હરાવીને ઇતિહાસ રચ્યો છે. અહીં લગભગ ચાર દાયકાથી વધુ સમય સુધી ડાબેરીઓનો દબદબો હતો.
કેરળમાં થોડા મહિનાઓમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની જીતને એક મોટા રાજકીય ઘટનાક્રમ તરીકે જોવામાં આવી રહી છે.
એનડીએએ 101 વોર્ડમાંથી 50 વોર્ડમાં જીત મેળવી
ભાજપની આગેવાની હેઠળના એનડીએએ મ્યુનિસિપલ કોર્પોરેશનના 101 વોર્ડમાંથી 50 વોર્ડમાં જીત મેળવી છે, જ્યારે ડાબેરી પક્ષોએ માત્ર 29 વોર્ડમાં જીત મેળવી છે. કોંગ્રેસની આગેવાની હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ)એ 19 વોર્ડમાં જીત મેળવી હતી. બે વોર્ડમાં અપક્ષ ઉમેદવારો વિજેતા બન્યા હતા જ્યારે એક વોર્ડમાં મતદાન રદ કરવું પડ્યું હતું.
પીએમ મોદીએ જીતને ઐતિહાસિક ક્ષણ ગણાવી
પીએમ નરેન્દ્ર મોદીએ કેરળમાં એનડીએ અને ભાજપની જીતને ઐતિહાસિક ક્ષણ ગણાવી છે. પીએમ મોદીએ કહ્યું કે રાજ્યની જનતાને વિશ્વાસ છે કે માત્ર તેમની પાર્ટી જ કેરળનો વિકાસ કરી શકે છે.
Thank you Thiruvananthapuram!
The mandate the BJP-NDA got in the Thiruvananthapuram Corporation is a watershed moment in Kerala’s politics.
The people are certain that the development aspirations of the state can only be addressed by our Party.
Our Party will work towards…— Narendra Modi (@narendramodi) December 13, 2025
આ પણ વાંચો - પંકજ ચૌધરીએ ઉત્તર પ્રદેશ ભાજપ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી, સીએમ યોગી બન્યા પ્રસ્તાવક
ભાજપ લાંબા સમયથી કેરળમાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેને હજી સુધી કોઈ મોટી સફળતા મળી નથી. જોકે હવે તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પાર્ટીની જીત તેના માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે. તે એ પણ બતાવે છે કે પાર્ટીએ શહેરી વિસ્તારોમાં મતદારોમાં તેની હાજરી મજબૂત કરી છે.
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે પણ કેરળમાં મ્યુનિસિપલ ચૂંટણીના પરિણામો પર પ્રતિક્રિયા આપી છે અને યુડીએફને અભિનંદન પાઠવ્યા છે. તેમણે તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની જીત બદલ પણ અભિનંદન પાઠવ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us