/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Nishikant-Dubey.jpg)
Nishikant Dubey: નિશિકાંત દૂબી ઝારખંડના ગોડ્ડા ક્ષેત્રના સાંસદ છે. (Photo: @nishikant_dubey
Nishikant Dubey on India Pakistan Agreement: ઓપરેશન સિંદૂરની જાણકારી પાકિસ્તાનને આપવા વિશે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી મોદી સરકાર અને વિદેશ મંત્રી એસ જયશંકરને સતત ઘેરી રહ્યા છે. આ દરમિયાન ગોડ્ડાથી લોકસભા સાંસદ નિશિકાંત દુબેએ 1991માં ભારત પાકિસ્તાન વચ્ચે થયેલી સમજૂતીને લઈને કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. તેમણે પૂછ્યું છે કે ભારતીય સેનાની હિલચાલ અને દાવપેચની માહિતી પાકિસ્તાનને આપવા માટે કેમ કરાર થયો?
હકીકતમાં કોંગ્રેસે વિદેશ મંત્રી એસ જયશંકર પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે હુમલાની જાણકારી પાકિસ્તાનને અગાઉથી કેમ આપવામાં આવી હતી. નિશિકાંત દુબેએ આ મુદ્દે એક દસ્તાવેજ રજૂ કર્યો છે. નિશિકાંત દુબેએ સોશિયલ મીડિયા એક્સ પર દસ્તાવેજ શેર કર્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1991માં એક કરાર થયો હતો. આ અંતર્ગત બંને દેશો સૈન્ય અભ્યાસ વિશે એકબીજાને પહેલેથી જ જાણકારી આપશે. બંને દેશો સેનાની હિલચાલ વિશેની માહિતી પણ શેર કરશે.
નિશિકાંત દુબેએ પૂછ્યું, "શું આ કરાર દેશદ્રોહ છે?"
ભાજપના નેતા નિશિકાંત દુબેએ એક્સ પોસ્ટ દ્વારા કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. "રાહુલ ગાંધીજી, આ તમારા દ્વારા રચાયેલી સરકારના સમયનો કરાર છે. 1991માં, તમારી પાર્ટી સમર્થિત સરકારે એક કરાર કર્યો હતો કે ભારત અને પાકિસ્તાન કોઈ પણ આક્રમણ અથવા સૈનિકોની હિલચાલ વિશેની માહિતીની આપ-લે એકબીજા સાથે કરશે. શું આ કરાર દેશદ્રોહ છે? કોંગ્રેસનો હાથ પાકિસ્તાની વોટ બેંક સાથે, તમારી વિદેશ મંત્રી એસ જયશંકર પર વાંધાજનક ટિપ્પણી યોગ્ય છે?
આપણે વારંવાર કરાર કર્યા છે
ભાજપના સાંસદ નિશિકાંત દુબેનું કહેવું છે કે અમે 1947થી પાકિસ્તાનને આતંકવાદી દેશ માનીએ છીએ, અમે 78 વર્ષથી કાશ્મીરના મુદ્દા પર તેમની સામે લડી રહ્યા છીએ અને પાકિસ્તાને કાશ્મીરના અમારા હિસ્સા પર કબજો કરી લીધો છે. તે પછી પણ તમે (કોંગ્રેસ) પાકિસ્તાનને છૂટ આપી રહ્યા છો. પછી તે 1950ની નહેરુ-લિયાકત સમજૂતી હોય, 1975ની સિંધુ જળ સંધિ હોય, 1975ની શિમલા સમજૂતી હોય.
#WATCH | Delhi | On his tweet, BJP MP Nishikant Dubey says, "...We consider Pakistan a terrorist nation since 1947, we are fighting with them over the issue of Kashmir for 78 years and our part of Kashmir has been occupied by Pakistan. Even after that, you (Congress) have been… pic.twitter.com/pHJamUOAoW
— ANI (@ANI) May 23, 2025
ભાજપ સાંસદે કહ્યું કે, આપણે સંસદમાં દેશની સંરક્ષણ પ્રણાલી કેવી રીતે કામ કરે છે તે વિશે વાત પણ કરતા નથી, પરંતુ 1991માં જ્યારે તમે ચંદ્રશેખરની આગેવાની હેઠળની સરકારને ટેકો આપી રહ્યા હતા અને 1994 માં જ્યારે પી.વી. નરસિંહરાવની સરકાર હતી, ત્યારે તેનો (સમજૂતી) અમલ કરવામાં આવ્યો હતો અને તમે લખ્યું હતું કે સેના, નેવી ક્યાં તૈનાત રહેશે અને એરફોર્સ કેવી રીતે કામ કરશે… શું આ બધો દેશદ્રોહ નથી?
કોંગ્રેસ સામે FIR થવી જોઈએ - નિશિકાંત દુબે
નિશિકાંત દુબેએ કહ્યું કે, કોંગ્રેસે માત્ર વોટબેંકની રાજનીતિ માટે દેશ સાથે દગો કર્યો. બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લોકોને ખુશ કરવા અને તેમના મત મેળવવા માટે કોંગ્રેસે આ કરાર કર્યો હતો, કારણ કે દેશના મુસ્લિમો દેશભક્ત છે. ભારતે રાજદ્રોહનો કેસ શરૂ કરવો જોઈએ અને ગુનેગારો સામે એફઆઈઆર દાખલ કરવી જોઈએ.
સુપ્રિયા શ્રીનતે એ જવાબ આપ્યો
નિશિકાંત દુબેની પોસ્ટ પર કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનતે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે, "રાજીવજીએ 6 માર્ચ, 1991ના રોજ ચંદ્રશેખરજીની સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો હતો. આ સંભવત: એપ્રિલ 1991માં હસ્તાક્ષર કરાયેલ કરાર છે. આ સમજૂતી શાંતિ સમયની છે. તે વિશે છે કે શાંતિ સમયમાં બંને દેશો વચ્ચે કોઈ ગેરસમજ ન હોવી જોઈએ. અત્યારે આપણે જવાબી કાર્યવાહી કરી છે, કારણ કે આતંકવાદી હુમલો થયો છે. ભાજપનું માનવું છે કે તેણે પાકિસ્તાનને માહિતી આપી હતી.
નોંધનિય છે કે, વિદેશ મંત્રી એસ જયશંકરની 'ઓપરેશન સિંદૂર' સંબંધિત એક ટિપ્પણીને લઈને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે. દરરોજ નવા નવા વિવાદો ઉભા થઇ રહ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us