ઓનલાઇન ઓર્ડર હવે 10 મિનિટમાં આવશે નહીં! સરકારના હસ્તક્ષેપ બાદ બ્લિંકિટે ફીચર હટાવ્યું, ઝોમેટો-સ્વિગી સાથે પણ મંત્રણા

Online Deliver In 10 Minute Feature Remove: ગિગ વર્કર્સ હડતાળ બાદ બ્લિંકિટે સરકારના હસ્તક્ષેપને કારણે 10 મિનિટમાં ડિલિવરીનો દાવો હટાવવાનો નિર્ણય લીધો છે. શ્રમ પ્રધાન મનસુખ માંડવિયાએ ડિલિવરી પાર્ટનર્સની સલામતીને પ્રાધાન્ય આપવા પર ભાર મૂક્યો હતો.

Online Deliver In 10 Minute Feature Remove: ગિગ વર્કર્સ હડતાળ બાદ બ્લિંકિટે સરકારના હસ્તક્ષેપને કારણે 10 મિનિટમાં ડિલિવરીનો દાવો હટાવવાનો નિર્ણય લીધો છે. શ્રમ પ્રધાન મનસુખ માંડવિયાએ ડિલિવરી પાર્ટનર્સની સલામતીને પ્રાધાન્ય આપવા પર ભાર મૂક્યો હતો.

author-image
Ajay Saroya
New Update
Online deliver in 10 minute feature

Online Deliver In 10 Minute Feature Remove : 10 મિનિટમાં ઓનલાઇન ઓર્ડર ડિલિવરી સામે સરકાર કડક થઇ છે. Photograph: (Jansatta)

Gig Workers Act In India : ઓનલાઇન ઓર્ડર્સ કરી 10 મિનિટમાં ચીજવસ્તુઓ ઘરે આવી રહી છે, તે હવે આવશે નહીં. સરકાર ઓનલાઇન ઓર્ડર્સ અને ઇ કોમર્સઓના કર્મચારીઓ માટે નવા નિયમ લાવી રહી છે. તાજેતરમાં ગિગ વર્કર્સની હડતાળની અસર દેશભરમાં જોવા મળવા લાગી છે.

Advertisment

તાજેતરમાં, 25 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીની હડતાળ પછી, સરકારે ડિલિવરી પાર્ટનરની સુરક્ષા માટે એક મોટું પગલું ભર્યું છે. સરકારના હસ્તક્ષેપને કારણે હવે ઓનલાઈન પ્લેટફોર્મ પરથી 10 મિનિટમાં ડિલિવરીનો નિયમ હટાવવામાં આવી રહ્યો છે.

કેન્દ્રીય શ્રમ પ્રધાન મનસુખ માંડવિયાના હસ્તક્ષેપ બાદ બ્લિંકિટે તેની તમામ બ્રાન્ડ્સ માંથી 10 મિનિટમાં ડિલિવરીનો દાવો હટાવી દીધો છે. ડિલિવરી બોયની સુરક્ષા અને કામનું દબાણ ઘટાડવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

શ્રમ મંત્રાલયે આ મુદ્દે બ્લિંકિટ, ઝેપ્ટો, સ્વિગી અને ઝોમેટોના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. મીટિંગમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે, ફાસ્ટ ડિલિવરીના નામે ડિલિવરી પાર્ટનર્સના જીવનને જોખમમાં મૂકી શકાય નહીં અને સમયમર્યાદા નક્કી કરવાને બદલે સલામતીને પ્રાધાન્ય આપવું જોઈએ.

Advertisment

સરકારની આ પહેલ પછી, હવે 10 મિનિટમાં ડિલિવર કરવાની સ્પર્ધા પર બ્રેક લાગી છે. બ્લિંકિટે પુષ્ટિ કરી છે કે તે તેના પ્લેટફોર્મ પરથી 10 મિનિટની ડિલિવરી સુવિધાને દૂર કરવા જઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં અન્ય ક્વિક કોમર્સ કંપનીઓ પણ આ દિશામાં પગલાં લઈ શકે છે.

મનસુખ માંડવિયા બિઝનેસ દેશ