/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Australia-Bondi-Beach-attack.jpg)
ઓસ્ટ્રેલિયા સીડની આતંકવાદી હુમલો- photo- X
Bondi Beach Attack : ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર થયેલા આતંકી હુમલાના મામલામાં નવી માહિતી સામે આવી છે. સિડનીના પ્રખ્યાત બોન્ડી બીચ પર યહૂદી કાર્યક્રમમાં ગોળીબાર કરનાર આતંકવાદીઓમાંથી એક ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઈન્સ ગયો હતો. બીબીસીએ ફિલિપાઇન્સના ઇમિગ્રેશન બ્યુરોના હવાલાથી આ દાવો કર્યો છે.
બીબીસીના રિપોર્ટ અનુસાર ફિલિપાઇન્સના ઇમિગ્રેશન બ્યુરોએ જણાવ્યું હતું કે બંને આતંકવાદીઓ નવેમ્બરમાં ફિલિપાઇન્સ આવ્યા હતા. આ પછી ઓસ્ટ્રેલિયન પોલીસે આ દાવાની તપાસ શરૂ કરી છે.
આતંકવાદીઓ ફિલિપાઇન્સમાં કેટલો સમય રોકાયા હતા?
રિપોર્ટ અનુસાર અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલાખોરોમાંથી એક સાજિદ અકરમે ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઇન્સની યાત્રા કરી હતી, જ્યારે તેનો પુત્ર ઓસ્ટ્રેલિયન પાસપોર્ટ પર આવ્યો હતો. બંને 1 નવેમ્બરે ફિલિપાઇન્સ પહોંચ્યા હતા અને 28 નવેમ્બરે અહીંથી પરત ફર્યા હતા.
આતંકીઓએ પોતે જ આ માહિતી આપી હતી
ઇમિગ્રેશન બ્યુરોના પ્રવક્તા ડાના સેન્ડોવાલે બીબીસીને જણાવ્યું હતું કે 50 વર્ષીય સાજિદ પાસે ભારતીય પાસપોર્ટ હતો, જ્યારે તેના પુત્ર નાવીદે ઓસ્ટ્રેલિયન પાસપોર્ટનો ઉપયોગ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બંને આતંકીઓએ ઇમિગ્રેશનને કહ્યું હતું કે તેમનું અંતિમ ડેસ્ટિનેશન ફિલિપાઇન્સમાં ડવાઓ વિસ્તાર હશે અને ત્યારબાદ તેઓ ઓસ્ટ્રેલિયાના સિડની પરત ફરશે.
ડવાઓ આતંકવાદીઓનો ગઢ છે
ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલ નેટવર્ક્સ ફિલિપાઇન્સમાં સક્રિય છે અને ફિલિપાઇન્સના દક્ષિણ વિસ્તારોમાં તે પ્રભાવ ધરાવે છે. તાજેતરના વર્ષોમાં નેટવર્ક નબળું પડીને દક્ષિણ મિંડાનાઓ ટાપુ સુધી મર્યાદિત થઈ ગયું છે. ડવાઓ ફિલિપાઇન્સના દક્ષિણ ભાગમાં મિંડાનાઓ ટાપુ પર આવેલું છે. આ વિસ્તારને ઇસ્લામિક આતંકવાદીઓ અને વિદ્રોહી સંગઠનનો ગઢ માનવામાં આવે છે.
આ પણ વાંચો - પિતા-પુત્ર નીકળ્યા આતંકવાદી, સિડની ગોળીબારમાં અત્યાર સુધી શું ખુલાસો થયો?
આતંકવાદીની કારમાંથી આઈએસઆઈએસના ઝંડા મળ્યા હતા
રોયટર્સના મતે ઓસ્ટ્રેલિયન પોલીસ કમિશ્નર ક્રિસી બેરેટે જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે પિતા અને પુત્ર બંનેએ ઇસ્લામિક સ્ટેટથી પ્રેરિત થઇને આતંકવાદી હુમલો કર્યો હતો. પોલીસે એમ પણ કહ્યું કે તેમને પુત્રના વાહનમાંથી એક આઈઈડી અને બે આઈએસઆઈએસ અથવા આઈએસઆઈએસ ઝંડા મળ્યા છે.
હુમલાખોર હૈદરાબાદનો રહેવાસી હતો
હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે તેલંગાણા પોલીસે હુમલાખોર સાજિદ અકરમ વિશે કહ્યું છે તે તેલંગાણાની રાજધાની હૈદરાબાદનો રહેવાસી હતો, તે 27 વર્ષ પહેલા હૈદરાબાદથી ઓસ્ટ્રેલિયા ગયો હતો અને ત્યારથી તેનો હૈદરાબાદમાં રહેતા તેમના સંબંધીઓ સાથે ખૂબ જ ઓછા સંપર્માંક હતો.
રવિવારે બે આતંકવાદીઓએ હનુક્કા તહેવારની ઉજવણી કરી રહેલા સેંકડો યહૂદીઓ પર ગોળીબાર કર્યો હતો, જેમાં 15 લોકો માર્યા ગયા હતા અને 40 થી વધુ ઘાયલ થયા હતા. આ હુમલામાં ત્રણ ભારતીય વિદ્યાર્થીઓ પણ ઘાયલ થયા હોવાનું કહેવાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us