/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/bryan-johnson-leave-Nikhil-Kamath-podcast.jpg)
બ્રાયન જોહન્સન નિખિલ કામથ પોડકાસ્ટ શો હવા પ્રદુષણને લીધે અધવચ્ચે છોડી ગયા
વૃદ્ધત્વ વિરોધી સંશોધન માટે જાણીતા ટેક કરોડપતિ બ્રાયન જોહ્ન્સન નિખિલ કામથ સાથે પોડકાસ્ટ રેકોર્ડિંગમાંથી અધવચ્ચે જ બહાર નીકળી ગયા, તેમણે હવાની ગુણવત્તા નબળી હોવાનું કારણ આપ્યું અને કહ્યું કે, પ્રદુષણને લીધે તેમની ત્વચા પર ફોલ્લીઓ ફાટી ગઇ અને તેમની આંખો અને ગળામાં બળતરા થવા લાગી હતી.
બાયોટેક ઉદ્યોગસાહસિક બ્રાયન જોહ્ન્સન જે તેમના સંશોધન માટે જાણીતા છે, તેમણે નિખિલ કામથ સાથે ભારતના વાયુ પ્રદૂષણ પર ટૂંકી વાતચીત કરી. પોડકાસ્ટ દરમિયાન ફેસ માસ્ક પહેરેલા જોહ્ન્સને ભારતની હવા વિશે મજાક પણ કરી.
બ્રાયન જોહન્સને X પર પોસ્ટ શેર કરી નિખિલ કામથ સાથેનો પોડકાસ્ટ શો અધવચ્ચે છોડી દેવાનું કારણ જણાવ્યું છે. બ્રાયનનું કહેવું છે કે, સમસ્યા એ હતી કે અમે જે રુમમાં હતા તે રુમમાં બહારની હવા ફરતી હતી. જેના કારણે મારી સાથે લાવેલા એર પ્યુરિફાયર પણ બિનઅસરકારક થયા હતા.
'ભારતમાં આ મારો ત્રીજો દિવસ હતો, અને વાયુ પ્રદૂષણને કારણે મારી ત્વચા પર ફોલ્લીઓ થઈ ગઈ હતી અને મારી આંખો અને ગળામાં બળતરા થઈ ગઈ હતી. રુમમાં હવાની ગુણવત્તા આંક (એર ક્વોલિટી ઇન્ડેક્સ - AQI) 130 હતો. જેમાં PM2.5 નું સ્તર 75 હતું. જે લગભગ 3.4 સિગારેટ દરરોજ પીવા જેટલું છે'
તેમણે કહ્યું કે, ભારતમાં વાયુ પ્રદૂષણ એટલું સામાન્ય થઈ ગયું છે કે તેની નકારાત્મક અસરોનું વિજ્ઞાન જાણીતું હોવા છતાં જાણે કોઇને ખ્યાલ પણ નથી આવતો. લોકો બહાર ખુલ્લેઆમ ફરી રહ્યા છે. કોઈએ માસ્ક પહેર્યું ન હતું. આ ખૂબ જ મૂંઝવણભર્યું હતું.
વધુમાં તેમણે કહ્યું કે, મને એ નથી સમજાતું કે ભારતના નેતાઓ હવાની ગુણવત્તાની સમસ્યાને રાષ્ટ્રીય કટોકટી કેમ નથી જાહેર કરતા? મને ખબર નથી કે કયા હિતો, શક્તિઓ આ સમસ્યાને જેમની તેમ રાખી રહ્યા છે. પરંતુ આ સમગ્ર દેશ માટે ખરાબ છે.
બ્રાયન જોહન્સન અમેરિકા પરત ફર્યા બાદ જણાવે છે કે, આ અનુભવે તેને એક નવો દૃષ્ટિકોણ આપ્યો છે. અમેરિકા પરત ફર્યો ત્યારે મારી આંખો તાજી થઇ ગઇ અને મારા માટે જાણે બધું સામાન્ય થઇ ગયું.
અવનવા સંશોધનો અને યુવાન દેખાવાની ઘેલછા ધરાવનાર બ્રાયન જોહન્સન ડાયટ પ્લાન અને દિન ચર્યા પણ ખાસ જાણવા જેવી છે. અબજોપતિ બ્રાયને 45 વર્ષની વયે 21 વર્ષ જેવા યુવાન બનીને દુનિયાને ચોંકાવી દીધા છે


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us