Budget 2024 FM Nirmala Sitharaman Speech: નિર્મલા સીતારમણ એ સંસદમાં મંગળવારે બજેટ 2024 રજૂ કર્યું જેમાં મોદી સરકારનું યુવા, મહિલાઓ અને ખેડૂતો પર કેન્દ્રિત દેખાઇ રહ્યું છે. મોદી સરકાર 3.0 કાર્યકાળનું આ પ્રથમ પૂર્ણ બજેટ છે. બજેટ 2024 સામાન્ય વર્ગ તેમજ નોકરિયાત વર્ગ માટે આવકવેરામાં કેટલેક અંશે રાહત આપનારુ છે.
બજેટ 2024 ની થીમમાં સમગ્ર વર્ષ અને ત્યારબાદના સમયગાળાને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. બજેટ 2024 – 25 માં ગરીબ, મહિલા, યુવા અને અન્નદાતા પર મોદી સરકારનું ખાસ ફોકસ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2024 ભાષણની શરૂઆતમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે. આ યોજનાનો દેશનો 80 કરોડથી વધુ લોકોને લાભ મળ્યો છે.

નાણામંત્રી નિર્મલા સીતારામણ એ જણાવ્યું કે, વર્ષ 2020માં કોરોના કાળમાં ગરીબ લોકોને મફત અનાજ પુરું પાડવા માટે પીએમ ગરીબ કલ્યાણ યોજના શરૂ કરવામાં આવી હતી. પીએમ ગરીબ કલ્યાણ યોજનામાં રેશનકાર્ડ ધારકોને સરકાર તરફથી દર મહિને મફત અનાજ આપવામાં આવે છે. તાજેતરમાં લોકસભા ચૂંટણી 2024 પહેલા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના 5 વર્ષ માટે લંબાવી છે.
બજેટ 2024 ભાષણણાં નાણામંત્રીએ જણાવ્યું કે, વચગાળાના બજેટ 2024નીજેમ ગરીબ, મહિલા, યુવા અને અન્નદાતા પર અમારું ફોક્સ રહેશે. અમારું લક્ષ્ય દરેક ભારતવાસીની અપેક્ષા પુરી કરવાનું છે.
ભારતનો આર્થિક વિકાસદર સારો અને આગામી સમયમાં પણ ઉંચો વૃદ્ધિદર રહેવાન અપેક્ષા છે. મોંઘવારી દર 4 ટકાના લક્ષ્યાંકની નજીક પહોંચી રહ્યો છે. અમારું ધ્યાન સાર્વત્રિક વિકાસ પર છે. આ વિચાર સાથે અમારી લડાઇ મોંઘવારી સાથે પણ છે.

પ્રથમવાર નોકરી કરનારને PFમાં ફાયદા
- બજેટ 2024 માં પ્રથમવાર નોકરી કરનારને PFમાં ફાયદા મળશે
- પ્રથમવાર નોકરી મેળવનાર વ્યક્તિને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ 15000 રૂપિયાની મદદ મળશે
- 5 વર્ષમાં 20 લાખ યુવાઓને સ્કિલ ડેવલપમેન્ટ
- 7.5 લાખ સુધીની લોન સરકારી ગેરંટી સાથે મળશે
આ પણ વાંચો | Budget Live Update: બજેટ 2024 લાઈવ અપડેટ
109 પાક પર સરકાર ખાસ ધ્યાન આપશે
આગામી કેટલાક વર્ષોમાં 109 કૃષિ પાકો પર સરકાર ખાસ ધ્યાન આપશે. કૃષિ ક્ષેત્ર માટે 1.25 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.





