Union Budget 2024, FM Nirmala Sitharaman Highlights: નાણામંત્રી નિર્મલા સીતામરણ આજે બજેટ 2024 રજૂ કર્યું છે. ખેતી, શિક્ષા અને આરોગ્ય પર ભાર મુક્યો છે. સાથોસાથ તેમણે કરદાતાઓ માટે પણ ફેરફાર કર્યો છે. નવા આવકવેરા માળખામાં સુધારો કર્યો છે. નવા રિઝિમ મુજબ હવેથી 3 લાખ સુધીની આવક પર કોઇ ટેક્સ નહીં ચુકવવો પડે. આવકવેરા કેલ્ક્યુલેટર સાથે તમારી આવક પર કરો ટેક્સ ગણતરી.
બજેટ 2024 આવકવેરા માળખામાં શું કરાયો સુધાર
- 0થી3 લાખ આવક પર કોઇ ટેક્સ નહીં
- 3થી7 લાખ આવક પર 5 ટકા ટેક્સ
- 7થી10 લાખ આવક પર 10 ટકા ટેક્સ
- 10થી12 લાખ આવક પર 15 ટકા ટેક્સ
- 12થી15 લાખ આવક પર 20 ટકા ટેક્સ
- 15 લાખથી વધુ આવક પર 30 ટકા ટેક્સ
યુવાઓની ટોચની 500 કંપનીઓમાં ઇન્ટર્નશિપ તક
નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે ‘સરકાર આગામી પાંચ વર્ષમાં ટોપ-500 કંપનીઓમાં એક કરોડ યુવાનોને ઇન્ટર્નશિપની તક આપશે. આ ઇન્ટર્નશિપ 12 મહિના માટે હશે. આમાં યુવાનોને વ્યવસાયના વાસ્તવિક વાતાવરણને જાણવાની અને વિવિધ વ્યવસાયોના પડકારોનો સામનો કરવાની તક મળશે. આ અંતર્ગત યુવાનોને દર મહિને 5000 રૂપિયાનું ભથ્થું પણ આપવામાં આવશે. આટલું જ નહીં તેમને છ હજાર રૂપિયા એકમ મદદ તરીકે આપવામાં આવશે. “કંપનીઓએ તેમની કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગરૂપે તાલીમ ખર્ચ અને 10 ટકા ઇન્ટર્નશિપ ખર્ચ સહન કરવો પડશે.”
ઈન્કમ ટેક્સ અને જીએસટીમાં રાહતની અપેક્ષા
પગારદાર કરદાતા ઈન્કમ ટેક્સ અને વેપારીઓ જીએસટીમાં રાહત મળવાની અપેક્ષા રાખી રહ્યા છે. દેશમાં હાલ જુની અને નવી એમ કુલ બે કર પ્રણાલી અમલમાં છે. જુની કર પ્રણાલી હેઠળ 3 લાખ અને નવી કર પ્રણાલીમાં 7.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક કર મુક્ત છે. કરદાતા જુની કર પ્રણાલીના ડિડક્શન અને એક્ઝમ્પશનના ફાયદા નવી કર પ્રણાલીમાં મળે તેવી અપેક્ષા રાખે છે. તેવી જ રીતે સામાન્ય લોકો જીએસટી રેટ ઘટવાની તેમજ વેપારીઓ અને ઉદ્યોગજગત જીએસટી રિટર્નમાં સરળતા મળે તેવી અપેક્ષા રાખે છે.
બજેટ ભાષણ લાઈવ અહીં જુઓ
Budget 2024 Latest News: બજેટ 2024 લેટેસ્ટ ન્યૂઝ વાંચો
રાંધણ ગેસ સબસિડી શરૂ કરવા અને પેટ્રોલ – ડીઝલ શરૂ કરવા માંગ
કોરોના વખત થી રાંધણગેસ સબસિડી બંધ કરવામાં આવી છે. મોંઘવારી અને મંદીથી પીડિત ગરીબ અને મધ્યમ વર્ગ રાંધણગેસ સબસિડી ફરી કરવાની માંગણી કરી રહ્યું છે. તેવી જ રીતે પેટ્રોલ ડીઝલ ઘણા મોંઘા થયા છે. જો પેટ્રોલ ડીઝલ પરનો ટેક્સ ઘટે તો લોકોને મોટી રાહત મળી શકે છે.





