Budget 2025 : લોકસભામાં નાણા મંત્રી નિર્મલા સિતારમણે પોતાનું 8મું યુનિયન બજેટ રજૂ કર્યું હતું. જેમાં એકવાર ફરીથી બિહાર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. નાણા મંત્રી નિર્મલા સિતારમણે બિહાર માટે પાંચ મોટી જાહેરાતો કરી છે. મખાના બોર્ડ બનાવવાથી લઈને પટના એરપોર્ટ વધારે ડેવલોપ કરવા સુધી અનેક એલાન કર્યા છે. જેની સીધો ફાયદો બિહારના લોકોને મળશે.
નાણામંત્રી નિર્મલા સિતારમણે બિહાર માટે કરેલી પાંચ જાહેરાતો
- જાહેરાત નંબર -1 નેશનલ ઈસ્ટીટ્યૂટ ઓફ ફૂડ ટેક્નોલોજીનું નિર્માણ થશે
- જાહેરાત નંબર -2 ખેડૂતો માટે મખાના બોર્ડ બનશે
- જાહેરાત નંબર – 3 પટના IIT માટે ઇન્ફ્રા પુશ અપાશે
- જાહેરાત નંબર – 4 પટના એરપોર્ટને વધારે ડેવલોપ કરાશે
- જાહેરાત નંબર – 5 મિથિલાંચલના વિકાસને પ્રાથમિક્તા
બજેટ 2025ની તમામ વિગતો જાણવા માટે અહીં ક્લિક કરો
બિહારના ખેડૂતો માટે મખાના બોર્ડની રચનાનો પ્રસ્તાવ
નાણામંત્રીએ કહ્યું કે આ યોજના હેઠળ, કૃષિ ઉત્પાદન વધારવા માટે રાજ્યો સાથે મળીને એક નીતિ તૈયાર કરવામાં આવશે. આ સિવાય કઠોળમાં આત્મનિર્ભરતા માટે નવી નીતિની પણ જાહેરાત કરવામાં આવી છે. બિહારના ખેડૂતો માટે ખાસ પગલાં લેતા મખાના બોર્ડની રચનાનો પ્રસ્તાવ પણ મુકવામાં આવ્યો છે.





