ઉત્તર પ્રદેશમાં મોટી દુર્ઘટના, બસ પર હાઈટેન્શન વાયર તૂટી પડ્યો, છ ના મોત

બસ પર હાઈટેન્શન વાયર પડતા 6 લોકોના મોતની દુર્ઘટના સર્જાઈ છે. ઉત્તર પ્રદેશના ખૈરમુલી નજીક મઉથી ગાજીપુર જઈ રહેલી જાનની બસ અકસ્માતનો ભોગ બની.

બસ પર હાઈટેન્શન વાયર પડતા 6 લોકોના મોતની દુર્ઘટના સર્જાઈ છે. ઉત્તર પ્રદેશના ખૈરમુલી નજીક મઉથી ગાજીપુર જઈ રહેલી જાનની બસ અકસ્માતનો ભોગ બની.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Bus accident Khairmuli Uttar Pradesh

બસ પર હાઈટેન્શન વાયર પડતા મુસાફરોના મોત

ઉત્તર પ્રદેશના ખૈરમુલીમાં એક મોટી બસ અકસ્માત સર્જાઈ છે. મુસાફરોથી ભરેલી બસ પર હાઈ ટેન્શન વાયર તૂટીને પડ્યો હતો. આ બસમાં મુસાફરી કરી રહેલા લગભગ 6 લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે.

Advertisment

હજુ સુધી પ્રશાસન તરફથી કોઈ નિવેદન આવ્યું નથી પરંતુ, અધિકારીઓ ઘટના સ્થળ પર જવા રવાના થઈ ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, બસમાં લગ્નના મહેમાનો હતા, એટલે કે જાનની બસ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે

જણાવવામાં આવી રહ્યું છે કે, બસમાં કુલ 38 લોકો મુસાફરી કરી રહ્યા હતા. જેમાં 6 મોતનો ખુલાસો કરવામાં આવી રહ્યો છે. જો કે વહીવટીતંત્ર દ્વારા હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. બસ મઉથી ગાજીપુર જઈ રહી હતી ત્યારે મરદહ વિસ્તારમાં પહોંચતા જ અકસ્માતનો ભોગ બની છે. વયર અડી જતા બસમાં કરંટ ફેલાઈ ગયો હતો.

બસ પર હાઈટેન્શન વાયર અડતા જ બસમાં આગ લાગી હતી. બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને લોકો બહાર આવે ત્યાં સુધીમાં ઘણા લોકો દાઝી ગયા હતા.

Advertisment

મઉ જિલ્લાના રાનીપુર પોલીસ સ્ટેશનના ખીરિયા ગામના નંદુ પાસવાન તેમની પુત્રીના લગ્ન માટે પરિવાર અને ગ્રામજનોને લઈ જઈ રહ્યા હતા. પરંતુ લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ. આ બસ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગાઝીપુર બસ દુર્ઘટનાની નોંધ લીધી છે. સીએમ યોગીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ સિવાય તેમણે જિલ્લા પ્રશાસનના અધિકારીઓને અકસ્માતમાં દાઝી ગયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા સૂચના આપી છે. યોગીએ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.

આ પણ વાંચો - સુરત : AAP કાઉન્સિલર જીતુ કાછડિયાના ઘરમાં આગ લાગી, 17 વર્ષિય પુત્રનું મોત, પરિવારના 6 સભ્યોનો બચાવ

કહેવાય છે કે, બસમાં એટલી ભયાનક આગ લાગી હતી કે, લોકોમાં તેને બુઝાવવાની હિંમત ન હતી. આ અકસ્માત અંગે વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે. સીએમ યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે, સ્થાનિક લોકોએ આ બેદરકારીને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. દુર્ઘટના બાદ અધિકારીઓ અને નેતાઓ ત્યાં પહોંચતા જ લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેમાં અનેક પોલીસકર્મીઓ અને નેતાઓ પણ ઘાયલ થયા હતા.

ગુજરાતી ન્યૂઝ ઉત્તર પ્રદેશ અકસ્માત દેશ