Canada plane crash : કેનેડામાં ડેલ્ટા એરલાઈન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, 80 મુસાફરો હતા સવાર

canana plane crash news : કેનેડામાં લેન્ડિંગ સમયે આખું પ્લેન પલટી ગયું હતું. રાહતની વાત એ છે કે તમામ 80 મુસાફરોને સમયસર બહાર કાઢવામાં આવ્યા હતા.

canana plane crash news : કેનેડામાં લેન્ડિંગ સમયે આખું પ્લેન પલટી ગયું હતું. રાહતની વાત એ છે કે તમામ 80 મુસાફરોને સમયસર બહાર કાઢવામાં આવ્યા હતા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Delta Airlines plane crashes in Canada

કેનેડામાં ડેલ્ટા એરલાઈન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત - photo - X

anana plane crash news : કેનેડામાં ડેલ્ટા એરલાઈન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. અકસ્માત સમયે વિમાનમાં 80 મુસાફરો સવાર હતા. ટોરન્ટો એરપોર્ટ પર આ પ્લેન ક્રેશ થયું છે, ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ડેલ્ટા એરલાઈન્સની ફ્લાઈટ 4819 76 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર સાથે મિનેપોલિસ સેન્ટ. પોલ ઈન્ટરનેશનલ એરપોર્ટ, તે ઓન્ટારિયોના ટોરોન્ટો પીયર્સન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થવાનું હતું.

Advertisment

હવે આટલી મોટી દુર્ઘટના કયા કારણોસર થઈ તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ જે વીડિયો સામે આવ્યા છે તે દર્શાવે છે કે લેન્ડિંગ સમયે આખું પ્લેન પલટી ગયું હતું. રાહતની વાત એ છે કે તમામ 80 મુસાફરોને સમયસર બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ 15 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે, જેમાંથી બેની હાલત ગંભીર છે. ટોરોન્ટો એરપોર્ટે એક નિવેદનમાં આ અકસ્માતની પુષ્ટિ કરી છે.

તેમણે કહ્યું કે ટોરોન્ટો પીયર્સનને ખબર છે કે મિનેપોલિસથી આવી રહેલું પ્લેન ક્રેશ થયું છે. ઇમરજન્સી ટીમો બચાવ કાર્ય કરી રહી છે, તમામ મુસાફરોની કાળજી લેવામાં આવી રહી છે.

Advertisment

આ પણ વાંચોઃ- જમીન વેચી, ઘર ગીરવે મૂક્યું, ભેંસ પણ વેચીને 44 લાખ ભેગા કર્યા… અમેરિકાથી પરત ફરેલા વ્યક્તિની આપવીતી

બીબીસીના જણાવ્યા અનુસાર ઘાયલ મુસાફરોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક મેડિકલ ઓફિસરે માહિતી આપી છે કે ત્રણ ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કેનેડા બ્રેકિંગ ન્યૂઝ અકસ્માત વિશ્વ