કેનેડાથી અમેરિકા, ભારતીયોનો ‘ડંકી રૂટ’, દસ્તાવેજો વિના થઈ રહી હજારો લોકોની એન્ટ્રી

Canada to America Indians Dunky Route : અમેરિકા અને કેનેડા સૌથી લાંબી સરહદ ધરાવે છે. બંને દેશો વચ્ચે 9000 કિલોમીટરની સરહદ છે. ભારતીયો હાલમાં કેનેડાથી અમેરિકામાં દસ્તાવેજો વગર પ્રવેશી રહ્યા છે, તો યુકેમાં પણ આશ્રયનો પ્રયત્ન કરી રહ્યા છે. યુએસ અને યુકે બંનેએ આ બાબતે કેનેડા સમક્ષ વાંધો નોંધાવ્યો છે

Written by Kiran Mehta
Updated : September 02, 2024 18:46 IST
કેનેડાથી અમેરિકા, ભારતીયોનો ‘ડંકી રૂટ’, દસ્તાવેજો વિના થઈ રહી હજારો લોકોની એન્ટ્રી
કેનેડા અમેરિકા બોર્ડર દસ્તાવેજ વગર એન્ટ્રી વિવાદ

Canada to America Indians Dunky Route : ઘણા ભારતીયો હાલમાં કેનેડાથી અમેરિકામાં દસ્તાવેજો વગર પ્રવેશી રહ્યા છે. એવા ઘણા ભારતીયો પણ સામે આવ્યા જેઓ હાલમાં કેનેડામાંથી યુકેમાં અસાઈલમ માટે પ્રયાસ કરી રહ્યા છે. CBP ડેટા દર્શાવે છે કે, જૂન મહિનામાં જ 5152 બિનદસ્તાવેજીકૃત ભારતીયો કેનેડાથી યુએસમાં પ્રવેશ્યા હતા.

અમેરિકા-કેનેડા, સૌથી મોટી સરહદ

આ સમગ્ર વિવાદમાં એક મહત્વની હકીકત એ છે કે, અમેરિકા અને કેનેડા સૌથી લાંબી સરહદ ધરાવે છે. બંને દેશો વચ્ચે 9000 કિલોમીટરની સરહદ છે. કેનેડા-અમેરિકા સરહદ અમેરિકા-મેક્સિકો સરહદ કરતા બમણી મોટી છે. જો ભારત-ચીન સરહદની વાત કરીએ તો, આ સરહદ કરતા અમેરિકા કેનેડાની સરહદ ત્રણ ગણી લાંબી છે. હવે બિનદસ્તાવેજીકૃત પ્રવેશ થઈ રહ્યો હોવાથી સરહદ પર એન્કાઉન્ટરની ઘટનાઓ પણ વધી છે. ઘણા ભારતીયોને દેશનિકાલ પણ કરવા પડ્યા છે.

યુકેમાં આશ્રય માટેની માંગ વધી રહી છે

હવે UK સંબંધિત પણ મહત્વના ડેટા સામે આવ્યા છે. 2022 માં 1170 ભારતીયોએ યુકેમાં આશ્રય માંગ્યો હતો. આ 136 ટકાનો મોટો અને નિર્ણાયક વધારો છે. 2021 માં આ આંકડો માત્ર 495 જ હતો. હમણાં માટે, યુએસ અને યુકે બંનેએ આ બાબતે કેનેડા સમક્ષ વાંધો નોંધાવ્યો છે. એક તરફ અમેરિકા ઈચ્છે છે કે, વિઝા સ્ક્રિનિંગને લઈને વધુ કડકાઈની જરૂર છે, તો બીજી તરફ ઈચ્છે છે કે કેનેડાથી આવતા ભારતીયોને ટ્રાન્ઝિટ વિઝા મળવો જોઈએ.

વિવાદ પર કેનેડાનું વલણ શું છે?

કેનેડા વતી આઈઆરસીસીના પ્રવક્તાએ કહ્યું છે કે, અત્યારે અમેરિકા અને યુકેના વાંધાઓ પર ખુલીને કંઈ કહી શકાય નહીં. કેનેડા પરિસ્થિતિને વધુ સારી રીતે સમજવા માટે વિવાદના મૂળ સુધી જવાનો પ્રયાસ કરી રહ્યું છે. બીજી તરફ, યુકે હોમ ઓફિસે પણ સ્પષ્ટપણે કહ્યું છે કે, કોઈને પણ આ રીતે અસાઈલમ આપવામાં આવતુ નથી, બલ્કે દરેકને આશ્રય આપવાનો નિર્ણય તેમની પૃષ્ઠભૂમિની તપાસ કર્યા પછી યોગ્યતાના આધારે લેવામાં આવે છે.

ભારતીયો કેનેડાને પણ પસંદ કરી રહ્યા છે

જો કે, એવું નથી કે આશ્રય માટેના પ્રયાસો માત્ર યુકેમાં જ થઈ રહ્યા છે, કેનેડામાં પણ આવા કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. રેફ્યુજી પ્રોટેક્શન ડિવિઝન એટલે કે RPDના આંકડા દર્શાવે છે કે, 2023માં આવી 9060 અરજીઓ મળી હતી, ત્યાં જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં પણ આ આંકડો 6056 હતો.

યુકેમાં આશ્રય મેળવવાનો ક્રેઝ કેવી રીતે વધ્યો?

જો આપણે યુકેની વાત કરીએ તો, 2003 માં સૌથી વધુ 930 ભારતીયોએ ત્યાં આશ્રય માંગ્યો હતો. 2005 સુધીમાં આ આંકડો ઘટીને 102 થઈ ગયો હતો. તે પછી 2019 સુધી એવો એક પણ પ્રસંગ નથી આવ્યો જ્યારે 100 નો આંકડો પાર થયો હોય. પરંતુ જેમ જેમ કોરોના પ્રતિબંધો હળવા થયા, તેમ યુકેમાં આશ્રય મેળવવા માંગતા ભારતીયોની સંખ્યામાં પણ વધારો થયો. 2021 તેનું સૌથી મોટું ઉદાહરણ છે, જ્યારે 318 ભારતીયોએ યુકેમાં આશ્રય માંગ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ