ચેતવણીરૂપ કિસ્સો : મિલકત વેચી કેનેડા જવા નીકળેલા માતા-પુત્ર રસ્તામાં જ ફસાયા, એજન્ટો પૈસા પાસપોર્ટ લઈ ફરાર, પછી શું થયું?

કેનેડા જનાર માટે ચેતવણીરૂપ કિસ્સો : કેનેડા જવા નીકળેલા ભારતી માતા-પુત્ર સાથે એવું બન્યું કે તેઓ ભારે પસ્તાયા હતા. કેનેડા જવા ઈચ્છતા લોકો માટે આ એક આંખ ઉઘાડતો કિસ્સો છે.

Written by Ankit Patel
May 31, 2024 10:56 IST
ચેતવણીરૂપ કિસ્સો : મિલકત વેચી કેનેડા જવા નીકળેલા માતા-પુત્ર રસ્તામાં જ ફસાયા, એજન્ટો પૈસા પાસપોર્ટ લઈ ફરાર, પછી શું થયું?
કેનેડા જનાર માટે ચેતવણીરૂપ કિસ્સો - photo - freepik

Canada Travel Stroy, ચેતવણીરૂપ કિસ્સો : અત્યારે વિદેશમાં જવાનું સામાન્ય બની ગયું છે. પરંતુ કેનેડા જવા નીકળેલા ભારતી માતા-પુત્ર સાથે એવું બન્યું કે તેઓ ભારે પસ્તાયા હતા. ભારતીય માતા પુત્ર આશરે એક વર્ષ પહેલા કેનેડા જવા માટે નીકળ્યા હતા જોકે ભૂલથી પાકિસ્તાન પહોંચી ગયા હતા. જ્યાં સરકારે તેમને જેલ ભેગા કરી દીધા હતા. આશરે એક વર્ષ જેલની સજા ભોગવ્યા બાદ શરીફ સરકારે તેમને મુક્ત કર્યા હતા. પાકિસ્તાનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશવા બદલ એક વર્ષથી વધુની જેલની સજા ભોગવવી પડી હતી. એક ભારતીય મહિલા અને તેના સગીર પુત્રને અટારી-વાઘા બોર્ડર પર બીએસએફને સોંપવામાં આવ્યા છે.

મિલકત વેચીને ભારતીય ટ્રાવેલ એજન્ટને પૈસા ચૂકવ્યા

વહીદા બેગમ અને તેના સગીર પુત્ર ફૈઝ ખાન, બંને માનવ તસ્કરીનો ભોગ બનેલા, ચમન સરહદ દ્વારા અફઘાનિસ્તાનથી પાકિસ્તાનમાં પ્રવેશ કરતી વખતે ધરપકડ કરવામાં આવી હતી. આસામના નાગાંવ જિલ્લાની રહેવાસી વહીદાએ અધિકારીઓને જણાવ્યું હતું કે તે 2022 માં તેના પતિના મૃત્યુ પછી તેના પુત્ર સાથે કેનેડા જવા માંગતા હતા. તેણે કથિત રીતે તેની મિલકત વેચી દીધી હતી અને ભારતીય ટ્રાવેલ એજન્ટને મોટી રકમ ચૂકવી હતી અને તેમને કેનેડા લઈ જવાનું વચન આપ્યું હતું.

ભારતીય એજન્ટે છેતરપિંડી કરી

વહીદાએ પાકિસ્તાન પોલીસને આપેલા પોતાના નિવેદનમાં કહ્યું કે 2022માં મારા પતિના મૃત્યુ બાદ મેં મારા પુત્રને કેનેડા લઈ જવાનો નિર્ણય કર્યો. આ કારણોસર મેં મારી તમામ મિલકત વેચી દીધી અને ભારતીય એજન્ટને મોટી રકમ આપી. આ પછી તે દુબઈ અને પછી અફઘાનિસ્તાન પહોંચી. અહીં એજન્ટ તેના પૈસા અને પાસપોર્ટ બંને લઈને ભાગી ગયો હતો. જેના કારણે તે અને તેનો પુત્ર ફસાઈ ગયા.

આ પણ વાંચોઃ- Health Insurance IRDAI Circular : હવે એક કલાકમાં કેશલેસ ટ્રીટમેન્ટની છૂટ અને 3 કલાકમાં થશે ક્લેમ સેટલમેન્ટ

પાકિસ્તાનમાં ધરપકડ

વહીદા અને ફૈઝ ભારત પરત ફરવા માટે પાકિસ્તાન ગયા હતા. અહીં જ તેની ફોરેનર્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તેણે કહ્યું કે પાછળથી અમે એક કાઉન્સેલરનો સંપર્ક કર્યો અને અમે ભારતીય નાગરિક છીએ તે સાબિત કરવામાં ઘણા મહિના લાગ્યા. તેણે વધુમાં જણાવ્યું હતું કે તેના પાકિસ્તાની વકીલે ભારતમાં તેની માતાને સમસ્યા વિશે જાણ કરી હતી. આ પછી વહીદાના પરિવારે નવી દિલ્હીમાં પાકિસ્તાનના હાઈ કમિશન અને ઈસ્લામાબાદમાં ભારતના હાઈ કમિશનનો સંપર્ક કર્યો અને તેને પરત લાવવા માટે મદદ માંગી.

ભારતની દરમિયાનગીરી બાદ મુક્ત કરવામાં આવ્યો હતો

ભારતીય હાઈ કમિશનના અધિકારીઓએ ઈસ્લામાબાદ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. આ પછી આખરે તેના પરત આવવાનો રસ્તો ખુલી ગયો. બુધવારે વહીદા અને તેના પુત્રને બીએસએફના જવાનોને સોંપવામાં આવ્યા હતા. આ સિવાય અન્ય બે ભારતીય શબ્બીર અહેમદ અને સૂરજ પાલને પણ મુક્ત કરવામાં આવ્યા હતા. અહેમદને કરાચીની મલીર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. દરમિયાન પાલ તેની સજા પૂરી કરીને લાહોરની કોટ લખપત જેલમાંથી મુક્ત થઈ ગયો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ