CBI raid Bhupesh bhaghel residence : CBIએ છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના ઘરે દરોડા પાડ્યા છે. સીબીઆઈની ટીમ પૂર્વ સીએમના ભિલાઈ અને રાયપુરના ઘરે પહોંચી હતી. એઆઈસીસીની બેઠક પહેલા જ સીબીઆઈની ટીમ બઘેલના ઘરે પહોંચી ગઈ હતી.
CBIની ટીમ છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના ઘરે પહોંચી હતી. જે બાદ ભૂપેશ બઘેલની ટીમે ટ્વીટ કર્યું હતું કે, “હવે CBI આવી ગઈ છે. પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ 8 અને 9 એપ્રિલે અમદાવાદ (ગુજરાત)માં યોજાનારી AICCની બેઠક માટે રચાયેલી ડ્રાફ્ટિંગ કમિટીની બેઠક માટે આજે દિલ્હી જવાના છે. તે પહેલા CBI રાયપુર અને ભિલાઈ રેસિડે પહોંચી ગઈ છે.”
CBIએ બુધવારે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના ઘરે દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. સીબીઆઈની ટીમોએ રાયપુર અને ભિલાઈમાં બઘેલના નિવાસસ્થાન તેમજ વરિષ્ઠ પોલીસ અધિકારી અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનના નજીકના સહયોગીના રહેણાંક જગ્યા પર પણ દરોડા પાડ્યા હતા.
જો કે, સીબીઆઈએ હજુ સુધી કોઈ માહિતી આપી નથી કે આ દરોડા કયા કેસમાં કરવામાં આવી રહ્યા છે. વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તાજેતરમાં કથિત દારૂ કૌભાંડ કેસમાં બઘેલના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા.





