શું જાતિ જનગણનાએ NRC અને NPR માટે દરવાજા ખોલી દીધા છે?

Caste Census: દેશમાં બે તબક્કામાં જાતિગત વસ્તી ગણતરી થવા જઈ રહી છે, તે 2026 અને 2027 માં કરવામાં આવશે. આ સાથે NRC અને NPR માટે પણ રસ્તો બને છે. ખુદ સરકારે હજુ સુધી આની જાહેરાત કરી નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે સરકાર એનઆરસીની પ્રક્રિયા શરૂ કરી શકે છે

Written by Ashish Goyal
Updated : June 07, 2025 23:04 IST
શું જાતિ જનગણનાએ NRC અને NPR માટે દરવાજા ખોલી દીધા છે?
દેશમાં બે તબક્કામાં જાતિગત વસ્તી ગણતરી થવા જઈ રહી છે, તે 2026 અને 2027 માં કરવામાં આવશે (એક્સપ્રેસ ફાઇલ ફોટો

Caste Census: દેશમાં બે તબક્કામાં જાતિગત વસ્તી ગણતરી થવા જઈ રહી છે, તે 2026 અને 2027 માં કરવામાં આવશે. હવે આ એક જાતિની વસ્તી ગણતરીના કારણે સીમાંકનનો રસ્તો સાફ થઈ જાય છે, પરંતુ આ સાથે NRC અને NPR માટે પણ રસ્તો બને છે. ખુદ સરકારે હજુ સુધી આની જાહેરાત કરી નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે સરકાર એનઆરસીની પ્રક્રિયા શરૂ કરી શકે છે.

એનઆરસી પર સરકારનો રસ્તો સરળ નથી

સૂત્રોના જણાવ્યા અનુસાર આવતા વર્ષે વસ્તી ગણતરીનો હાઉસ લિસ્ટિંગનો તબક્કો આવશે તે જ સમયે એનપીઆરને પણ અપડેટ કરવામાં આવી શકે છે. સાથે જ એનઆરસી પર સરકારે નિર્ણય લેવો પડશે. હવે સરકાર માટે એનપીઆર અને એનઆરસીનો રસ્તો એટલો સરળ નહીં રહે, 2019માં જ્યારે સીએએને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયા હતા ત્યારે 10 રાજ્યોએ એનપીઆર અને એનઆરસી વિરુદ્ધ પ્રસ્તાવ લાવ્યો હતો. આવી સ્થિતિમાં આ વખતે પણ માર્ગ એટલો સરળ થવાનો નથી.

આમ જોવા જઈએ તો એનપીઆરની પ્રક્રિયા 2020માં જ શરૂ થવાની હતી પરંતુ કોરોનાના કારણે તેને સ્થગિત કરવી પડી હતી. સરકારે આ પ્રક્રિયા માટે 4000 કરોડ રૂપિયા અલગ રાખી દીધા છે, આવી સ્થિતિમાં સરકારનો ઈરાદો ચોક્કસ તેને કરાવવાનો છે, પરંતુ સવાલ એ છે કે તે કેટલા સમય માટે?

આ પણ વાંચો – રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર ચૂંટણીને મેચ ફિક્સિંગ ગણાવી ફરી સવાલ ઉઠાવ્યા, દેવેન્દ્ર ફડણવીસે આપ્યો વળતો જવાબ

એનપીઆર અને એનઆરસી વચ્ચે શું તફાવત છે?

એનપીઆરનો હેતુ દેશના સ્વભાવિક રહેવાસીઓનો સમગ્ર ઓળખનો ડેટાબેઝ બનાવવાનો છે. આમાં તે તમામ લોકો સામેલ હશે જે ભારતની સીમામાં રહી રહ્યા છે. જ્યારે એનઆરસીમાં એ લોકોનો સમાવેશ થાય છે જે દેશના નાગરિક છે, એટલે કે જેમની પાસે દસ્તાવેજ છે અને તેમની નાગરિકતા આ દસ્તાવેજો દ્વારા સાબિત થાય છે. જ્યારે કોઈ પણ દેશ અથવા કોઈપણ ક્ષેત્રના લોકો વિશેની માહિતીના સંગ્રહ અને તેને યોગ્ય રીતે રેકોર્ડ કરવો તેને વસ્તી ગણતરી કહેવામાં આવે છે.

એનપીઆર પ્રક્રિયા 2010 માં યોજાઇ હતી

અહીં સમજવા જેવી વાત એ છે કે 2010માં એનપીઆર હેઠળ સૌથી પહેલા ડેટા એકત્ર કરવામાં આવ્યા હતા, 2015માં ડોર ટુ ડોર સર્વે પણ કરવામાં આવ્યો હતો. પરંતુ 2016માં મોદી સરકારે આધારને પોતાની ઘણી યોજનાઓનો આધાર બનાવ્યો હતો, તે સમયે એનપીઆરની પ્રક્રિયા બેકસીટ પર ચાલી ગઇ હતી. પરંતુ ત્યારબાદ 2019માં 3 ઓગસ્ટના રોજ એક નોટિફિકેશન દ્વારા ભારતના રજિસ્ટ્રાર જનરલે ફરીથી એનપીઆરને કોલ્ડ સ્ટોરેજમાંથી બહાર કાઢ્યું હતું. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આરજીઆઈએ એનપીઆર પ્રોફોર્મા પહેલા જ તૈયાર કરી લીધું છે અને 2015ના ડેટાનું ડિજિટલીકરણ પૂર્ણ થઈ ગયું છે.

આ નિર્ણય CAA, પ્રસ્તાવિત રાષ્ટ્રવ્યાપી NRC અને આસામમાં NRC પ્રક્રિયા સામે દેશવ્યાપી આંદોલનની પૃષ્ઠભૂમિ સામે આવ્યો હતો, જેમાં 19 લાખ લોકોને બાકાત રાખવામાં આવ્યા હતા. આનાથી દેશમાં નાગરિકતાના વિચારની ચિંતા વધી ગઈ. તે સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વારંવાર કહ્યું હતું કે દેશવ્યાપી NRC થશે. તેમણે એક ચોક્કસ “કાલક્રમ” સમજાવવાનો પણ પ્રયાસ કર્યો જેમાં CAA પહેલા આવશે અને NRC પછી આવશે.

જોકે CAA વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદર્શનો બાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર 2019 માં કહ્યું હતું કે સરકારે હજુ સુધી NRC હાથ ધરવાનો નિર્ણય લીધો નથી. આ એક એવો વલણ હતું જેનો શાહ અને ગૃહ મંત્રાલયે ત્યારબાદ અનેક વખત પુનરાવર્તન કર્યું હતું.

અટલ બિહારી વાજપેયી સરકાર હેઠળ 2003 માં એક સુધારા દ્વારા 1955 ના નાગરિકતા કાયદામાં NRC હાથ ધરવાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તે સમયે સરકારે, અન્ય સુધારાઓ સાથે, મુખ્ય કાયદામાં કલમ 14A દાખલ કરી હતી જે કહે છે કે કેન્દ્ર સરકાર ભારતના દરેક નાગરિકની ફરજિયાત નોંધણી કરી શકે છે અને તેમને રાષ્ટ્રીય ઓળખપત્ર જારી કરી શકે છે. કેન્દ્ર સરકાર ભારતીય નાગરિકોનું રાષ્ટ્રીય રજિસ્ટર જાળવી શકે છે અને તે હેતુ માટે રાષ્ટ્રીય નોંધણી સત્તામંડળની સ્થાપના કરી શકે છે. નાગરિકતા (સુધારા) અધિનિયમ, 2003 ના પ્રારંભની તારીખથી, જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ, 1969 (18 ઓફ 1969) ની કલમ 3 ની પેટા-કલમ (1) હેઠળ નિયુક્ત કરાયેલા રજિસ્ટ્રાર જનરલ, ભારતના રાષ્ટ્રીય નોંધણી સત્તામંડળ તરીકે કાર્ય કરશે અને તેઓ નાગરિક નોંધણીના રજિસ્ટ્રાર જનરલ તરીકે કાર્ય કરશે.

(અહેવાલ – દીપ્તિમાન તિવારી)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ