CAA : સીએએ અંતર્ગત પ્રથમ વખત મળી ભારતીય નાગરિકતા, 14 લોકોને અપાયા સર્ટિફિકેટ

CAA : નાગરિકતા સંશોધન એક્ટ (CAA) માટેના નિયમોને સૂચિત કર્યાના બે મહિના પછી ગૃહ મંત્રાલયે બુધવારે 14 વ્યક્તિઓને કાયદા હેઠળ નાગરિકતા પ્રમાણપત્રોનો પ્રથમ સેટ જારી કર્યો

Written by Ashish Goyal
Updated : May 15, 2024 18:13 IST
CAA : સીએએ અંતર્ગત પ્રથમ વખત મળી ભારતીય નાગરિકતા, 14 લોકોને અપાયા સર્ટિફિકેટ
સીએએ અંતર્ગત પ્રથમ વખત ભારતીય નાગરિકતા મળી છે (Express file photo

CAA : નાગરિકતા સંશોધન એક્ટ (CAA) માટેના નિયમોને સૂચિત કર્યાના બે મહિના પછી ગૃહ મંત્રાલયે બુધવારે 14 વ્યક્તિઓને કાયદા હેઠળ નાગરિકતા પ્રમાણપત્રોનો પ્રથમ સેટ જારી કર્યો છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ નવી દિલ્હીમાં 14 અરજદારોને પ્રમાણપત્રો આપ્યા હતા. ગૃહ સચિવે અરજદારોને અભિનંદન પાઠવ્યા હતા.

ભારત સરકારે નાગરિકતા (સંશોધન) નિયમો 2024ને 11 માર્ચ 2024ના રોજ સૂચિત કર્યા હતા. આ નિયમોમાં અરજીની રીત, જિલ્લા કક્ષાની સમિતિ (ડીએલસી) દ્વારા અરજી પર પ્રક્રિયા કરવાની પ્રક્રિયા અને રાજ્ય સ્તરીય અધિકાર સમિતિ (ઇસી) દ્વારા અરજીઓની ચકાસણી અને નાગરિકતા આપવાની જોગવાઈ છે.

આ નિયમો લાગુ થયા બાદ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકો પાસેથી અરજીઓ મળી છે. જેઓ ધાર્મિક ઉત્પીડન અથવા ડરના કારણે 31-12-2014 સુધી ભારત આવ્યા હતા.

આ પણ વાંચો – પીએમ નરેન્દ્ર મોદી પાસે ઘર અને ગાડી નથી, જાણો કેટલા છે રોકડા અને બેંકમાં જમા પૈસા

એમએચએના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ડાયરેક્ટર (સેન્સસ ઓપરેશન), દિલ્હીની આગેવાની હેઠળની સત્તા પ્રાપ્ત સમિતિ, દિલ્હીએ યોગ્ય ચકાસણી કર્યા પછી 14 અરજદારોને નાગરિકતા આપવાનો નિર્ણય કર્યો છે. આ અરજદારોને પ્રમાણપત્રો આપ્યા હતા.

પ્રવક્તાએ જણાવ્યું હતું કે નાગરિકતા (સુધારા) નિયમો 2024 ની સૂચના પછી નાગરિકતા પ્રમાણપત્રોનો પ્રથમ સેટ આજે જારી કરવામાં આવ્યો હતો. ભલ્લાએ નવી દિલ્હીમાં કેટલાક અરજદારોને નાગરિકતા પ્રમાણપત્રો આપ્યા હતા અને અરજદારોને અભિનંદન પણ આપ્યા હતા અને નાગરિકતા (સુધારા) નિયમો 2024 ની મુખ્ય વિશેષતાઓને પ્રકાશિત કરી હતી.

એપ્લિકેશન પ્રક્રિયા શું છે?

અરજદારોએ છ પ્રકારના દસ્તાવેજો પૂરા પાડવાના રહેશે અને ભારતમાં પ્રવેશની તારીખ પણ જણાવવી પડશે. સ્વીકાર્ય દસ્તાવેજોની સૂચિમાં જન્મ પ્રમાણપત્ર, ભાડુઆતના રેકોર્ડ્સ, ઓળખકાર્ડ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં સરકારી અધિકારીઓ દ્વારા જારી કરવામાં આવેલા કોઈપણ લાઇસન્સ, શાળા અથવા શૈક્ષણિક પ્રમાણપત્રોનો સમાવેશ થાય છે.

અરજદારોએ સ્થાનિક રીતે પ્રતિષ્ઠિત સમુદાય સંસ્થા દ્વારા જારી કરાયેલ પાત્રતા પ્રમાણપત્ર રજૂ કરવું આવશ્યક છે, જેમાં પુષ્ટિ થાય છે કે તે હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી, ઇસાઇ સમુદાયથી સંબંધિત છે. વપરાશકર્તાઓએ https://indiancitizenshiponline.nic.in પોર્ટલ પર નોંધણી કરાવવી પડશે.

ફોટોગ્રાફ્સ સાથેના તમામ દસ્તાવેજો ઓનલાઇન અપલોડ કરવાના છે અને સુરક્ષા એજન્સીઓ દ્વારા પૃષ્ઠભૂમિ તપાસ્યા પછી અરજી પર પ્રક્રિયા કરવામાં આવશે. નાગરિકતા મેળવવા માંગતા અરજદારે 31 ડિસેમ્બર, 2014 પહેલા ભારતમાં પ્રવેશ કર્યો હતો તે સાબિત કરવા માટે, તેઓએ પાસપોર્ટની નકલ, વિઝા, વસ્તી ગણતરી દ્વારા જારી કરવામાં આવેલી સ્લિપ, પાન કાર્ડ, વીજળી બિલ, વીમા પોલિસી જેવા દસ્તાવેજોનો બીજો સેટ પૂરો પાડવો પડશે. પૂર્વોત્તરના મોટાભાગના ભાગોને સીએએમાંથી મુક્તિ આપવામાં આવી છે

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ