સિંધૂ જળ સંધિ રદ વચ્ચે કેન્દ્રનો મહત્વપૂર્ણ નિર્ણય, ચાર દાયકાથી અટકેલી આ જલવિદ્યુત પરિયોજનાને આપી મંજૂરી

સિંધુ જળ સંધિ સ્થગિત થવા વચ્ચે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ નદી પર 1,856 મેગાવોટના સાવલકોટ જલવિદ્યુત પ્રોજેક્ટને પર્યાવરણીય મંજૂરી આપી દીધી છે. ચાર દાયકાથી અટકી પડેલી આ યોજના ચેનાબ બેસિનમાં ભારતની સૌથી મોટી જલવિદ્યુત પરિયોજનાઓમાંથી એક છે

Written by Ashish Goyal
Updated : October 11, 2025 21:37 IST
સિંધૂ જળ સંધિ રદ વચ્ચે કેન્દ્રનો મહત્વપૂર્ણ નિર્ણય, ચાર દાયકાથી અટકેલી આ જલવિદ્યુત પરિયોજનાને આપી મંજૂરી
સિંધુ જળ સંધિ સ્થગિત થવા વચ્ચે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ નદી પર 1,856 મેગાવોટના સાવલકોટ જલવિદ્યુત પ્રોજેક્ટને પર્યાવરણીય મંજૂરી આપી દીધી છે (ફાઇલ ફોટો)

Sawalkote Project On Chenab River : સિંધુ જળ સંધિ સ્થગિત થવા વચ્ચે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ નદી પર 1,856 મેગાવોટના સાવલકોટ જલવિદ્યુત પ્રોજેક્ટને પર્યાવરણીય મંજૂરી આપી દીધી છે. ચાર દાયકાથી અટકી પડેલી આ યોજના ચેનાબ બેસિનમાં ભારતની સૌથી મોટી જલવિદ્યુત પરિયોજનાઓમાંથી એક છે. તેનો ઉદ્દેશ્ય 1960ની સંધિ હેઠળ ભારતને પશ્ચિમી નદીઓ સિંધુ, ઝેલમ અને ચેનાબના પાણીનો સંપૂર્ણ હિસ્સાનો ઉપયોગ કરવા સક્ષમ બનાવવાનો છે.

આ મંજૂરી એવા સમયે આપવામાં આવી છે જ્યારે થોડા મહિના પહેલા જ કેન્દ્ર સરકારે પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ સિંધુ જળ સંધિને સ્થગિત કરી હતી. આ પછી ભારતને સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીઓ પર સ્વતંત્ર રીતે માળખાકીય સુવિધાઓ વિકસાવવાની મંજૂરી મળી ગઇ હતી.

સાવલકોટ જલવિદ્યુત પ્રોજેક્ટ બે તબક્કામાં બનશે

NHPC દ્વારા નિર્મિત સાવલકોટ જલવિદ્યુત પરિયોજના એક નદી આધારિત પ્રોજેક્ટ છે, જે જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશના રામબન, રિયાસી અને ઉધમપુર જિલ્લાઓમાં ચિનાબ નદીના પાણીનો ઉપયોગ કરશે.

તેનું નિર્માણ બે તબક્કામાં કરવામાં આવશે (પ્રથમ તબક્કા માટે 6×225 મેગાવોટ અને 1×56 મેગાવોટ અને બીજા તબક્કા માટે 2×225 મેગાવોટ) 1,401 હેક્ટર વિસ્તારમાં 31,380 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે બાંધવામાં આવશે. આ પ્રોજેક્ટમાં 192.5 મીટર ઊંચો કોંક્રિટ ડેમ, એક અપસ્ટ્રીમ નાનો જળમાર્ગ, ભૂગર્ભ પાવરહાઉસ અને પાણીને નદીમાં પાછા લઈ જવાની પ્રણાલી સામેલ હશે. આ વાર્ષિક આશરે 753.4 કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન કરશે.

ચિનાબમાં પાણીનો સંગ્રહ વધારશે સાવલકોટ પ્રોજેક્ટ

સાવલકોટ પ્રોજેક્ટ ચિનાબ નદીના પાણીના વ્યવસ્થાપન અને સંગ્રહ કરવાની ભારતની ક્ષમતામાં વધારો કરશે, ઉપરાંત આ પ્રદેશમાં વીજ પુરવઠો વધારશે. આ અધિકાર સિંધુ જળ સંધિ હેઠળ આપવામાં આવ્યો છે, પરંતુ એન્જિનિયરિંગ પડકારો અને પાકિસ્તાન સાથેની રાજદ્વારી સંવેદનશીલતાને કારણે તેનો ભાગ્યે જ સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવે છે.

આ પણ વાંચો – સીએમ યોગી આદિત્યનાથે કહ્યું – અમેરિકાના ટેરિફથી ડરવાની જરુર નથી, 10 નવા દેશો સાથે વેપાર કરીશું

નેશનલ હાઇડ્રોપાવર કોર્પોરેશન (એનએચપીસી)ની સુધારેલી પર્યાવરણ-વ્યવસ્થાપન યોજનામાં શમન અને પુનઃસ્થાપનના પગલાં માટે લગભગ 594 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જે અગાઉ 392 કરોડ રૂપિયા હતા. આ યોજનામાં જલગ્રહણ ક્ષેત્ર ઉપચાર, કાટમાળનો નિકાલ, જૈવવિવિધતા સંરક્ષણ અને હવા, પાણી, જમીન અને જળચર જીવસૃષ્ટિની લાંબા ગાળાની દેખરેખનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ મુખ્યત્વે રામબન જિલ્લાના 13 ગામોને અસર કરશે અને લગભગ 1,500 પરિવારોને વિસ્થાપિત કરશે.

એનએચપીસીએ એક વિસ્તૃત પુનર્વાસ અને પુનસ્થાપન યોજના પ્રસ્તાવિત કરી છે. જેમાં પ્રોજેક્ટથી અસરગ્રસ્ત પરિવારોને આવાસ, આજીવિકા સહાય અને કૌશલ્ય વિકાસ પ્રદાન કરવામાં આવશે. સાવલકોટ પ્રોજેક્ટની પ્રથમ કલ્પના 1980ના દાયકામાં કરવામાં આવી હતી, પરંતુ વન મંજૂરી, પુનર્વસનના મુદ્દાઓ અને સંચિત અસર અભ્યાસને લગતા પ્રશ્નોને કારણે તેમાં વારંવાર વિલંબ થયો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ