Champai Soren: ચંપઈ સોરેન દિલ્હી પહોંચતા અટકળો તેજ, જેએમએમ છોડવા વિશે કહી મોટી વાત

Champai Soren In Jharkhand Politics : ચંપઈ સોરેન સીએમ પદ ગુમાવ્યા બાદ દિલ્હી પહોંચ્યા અને દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. પરિણામે ઝારખંડ વિધાનસભા ચૂંટણી પહેલા સીએમ હેમંત સોરેનની સામે રાજકીય સમસ્યા ઉભી થઇ શકે છે.

Champai Soren In Jharkhand Politics : ચંપઈ સોરેન સીએમ પદ ગુમાવ્યા બાદ દિલ્હી પહોંચ્યા અને દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. પરિણામે ઝારખંડ વિધાનસભા ચૂંટણી પહેલા સીએમ હેમંત સોરેનની સામે રાજકીય સમસ્યા ઉભી થઇ શકે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Champai Soren

Champai Soren : ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપઇ સોરેન . (Image: @ChampaiSoren)

Champai Soren In Jharkhand Politics : ઝારખંડના રાજકારણમાં નવા જૂની થવાના સંકેત મળી રહ્યા છે, કારણ કે જેએમએમ થી નારાજ કહેવાતા પૂર્વ સીએમ ચંપઈ સોરેન દિલ્હી પહોંચી ગયા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અહીં તેઓ પોતાની જૂથના 5 - 6 ધારાસભ્યો સાથે ભાજપ સાથે હાથ મિલાવી શકે છે. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ તેમના સીધા સંપર્કમાં હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. આ સાથે જ ચંપઈ સોરેનને જ્યારે આ મામલે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેઓ માત્ર વ્યક્તિગત કામને કારણે જ દિલ્હી આવ્યા છે. તેઓ કહે છે કે તેઓ તેમની પુત્રીને મળવા દિલ્હી આવ્યા છે.

Advertisment

હકીકતમાં દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર પહોંચ્યા બાદ ચંપઈ સોરેને સંભવિત પક્ષપલટા સાથે જોડાયેલા સવાલોની અવગણના કરી હતી અને કહ્યું હતું કે હું મારા અંગત કામ પર અહીં આવ્યો છું. ચંપઈ સોરેને કહ્યું કે, તેમની પુત્રી દિલ્હીમાં રહે છે, જેના કારણે તેઓ દિલ્હી આવતા રહે છે, તેઓ તેમની પુત્રીને મળવા આવ્યા છે.

ચંપઈ સોરેન વિશે શું છે અટકળો

ચંપઈ સોરેન વિશે એવી અટકળો ચાલી રહી છે કે તેઓ ઝારખંડ વિધાનસભા ચૂંટણી પહેલા મોટો ખેલ પાડી શકે છે. ખાસ વાત એ છે કે તેઓ કોલકાતાથી દિલ્હી આવ્યા છે. સૂત્રોએ ખુલાસો કર્યો છે કે તેઓ કોલકાતામાં ભાજપના નેતા સુવેન્દુ અધિકારીને મળ્યા હતા. ચંપઈ સોરેન કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ સાથે સીધા સંપર્કમાં હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. શિવરાજ સિંહ ચૌહાણ ભાજપના ઝારખંડની જવાબદારી પણ સંભાળી રહ્યા છે.

Advertisment

ચંપઈ સોરેને રાજકીય અટકળો ફગાવી

સૂત્રોના જણાવ્યા અનુસાર ચંપઈ સોરેનની સાથે કોલકાતાથી દિલ્હી આવેલા લોકોમાં જેએમએમના અન્ય ચાર નેતા પણ સામેલ છે. ચંપઈ સોરેનના 5-6 ધારાસભ્યો ભાજપમાં જોડાઇ શકે છે તેવી રાજકીય અટકળો ચાલી રહી છે. ચંપઈ સોરેન ભાજપમાં જોડાઇ શકે છે તેવી ચર્ચા ચાલી રહી છે તો બીજી તરફ સોરેને આ અટકળોને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે મને આવી અટકળો અને અહેવાલો અંગે કંઇ ખબર નથી, હું જ્યાં છું ત્યાં જ છું.

ચંપઈ સોરેન સીએમ પદ છીનવાઇ જતા નારાજ

નોંધનીય છે કે ચંપઈ સોરેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સના એકાઉન્ટમાંથી જેએમએમના નેતાની ઓળખ પણ હટાવી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવે તે પહેલા હેમંત સોરેનના રાજીનામાના કારણે ચંપઈ સોરેન ઝારખંડના મુખ્યમંત્રી બન્યા હતા, પરંતુ જામીન મળ્યા બાદ હેમંત સોરેને તેમની પાસેથી મુખ્યમંત્રીની ખુરશી પાછી લઈ લીધી હતી.

આ પણ વાંચો | જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી પહેલા ઉપરાજ્યપાલને મળી વધુ સત્તા, વિપક્ષે કેમ ઉઠાવ્યો વાંધો

એવું માનવામાં આવી રહ્યું છે કે ચંપઈ સોરેન મુખ્યમંત્રીની ખુરશી છિવાઇ જવાથી નારાજ છે, જેના કારણે તેઓ હાલ હેમંત સોરેન સામે બળવો કરી રહ્યા છે.

ટ્રેન્ડિંગ ન્યૂઝ politics દેશ ભાજપ