ચંદ્રયાન 4 પણ રચશે ઈતિહાસ, ઈસરો આ મિશનથી અંતરિક્ષમાં નવી અજાયબી કરશે, જાણો સંપૂર્ણ પ્લાન

Chandrayaan 4 Mission Latest Updates ISRO : ચંદ્રયાન 4 મિશનના લેટેસ્ટ અપડેટ્સની વાત કરીએ તો, ઈસરો ચીફે સંપૂર્ણ પ્લાન જણાવ્યો કે, ચંદ્ર મિશનમાં હવે શું થશે, કેવી રીતે લેન્ડર રોવર ચંદ્ર પર જશે અને પાછુ આવશે? શું લક્ષ્ય છે? અવકાશમાં એક નવો ઈતિહાસ પણ રચશે.

Written by Kiran Mehta
Updated : June 27, 2024 11:35 IST
ચંદ્રયાન 4 પણ રચશે ઈતિહાસ, ઈસરો આ મિશનથી અંતરિક્ષમાં નવી અજાયબી કરશે, જાણો સંપૂર્ણ પ્લાન
ચંદ્રયાન 4 મિશન લેટેસ્ટ અપડેટ્સ અને સંપૂર્ણ પ્લાન (ફોટો - ઈસરો)

Chandrayaan 4 Latest Updates | ચંદ્રયાન 4 લેટેસ્ટ અપડેટ્સ : ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કરીને ઇતિહાસ રચ્યો હતો. આ સિદ્ધિ મેળવનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ હતો. 23 ઓગસ્ટ 2023 ની તે તારીખ ઈતિહાસ બની ગઈ છે. હવે ભારત ચંદ્રયાન-4 ની તૈયારી કરી રહ્યું છે. આ અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. ISRO આ આનંદને બમણો કરવા માટે એક મોટી યોજના પર કામ કરી રહ્યું છે. ઈસરોના ચીફ સોમનાથે કહ્યું કે, ચંદ્રયાન-4 ચંદ્ર પરથી સેમ્પલ લીધા બાદ પૃથ્વી પર પરત ફરશે. આટલું જ નહીં, તેને એક સાથે લોન્ચ કરવામાં આવશે નહીં. તેને બે ભાગમાં લોન્ચ કરીને ચંદ્રની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે.

ચંદ્રયાન 4 મિશન માં યાનના બીજા ભાગને અવકાશમાં જોડવામાં આવશે

ઈસરોના ચીફે કહ્યું કે, ચંદ્રયાન-4 ને બે ભાગમાં લોન્ચ કર્યા બાદ તે અંતરિક્ષમાં જ જોડાઈ જશે. એક ભાગને અવકાશમાં મોકલ્યા બાદ બીજા ભાગને લોન્ચ કરવામાં આવશે. આ પછી બંને ભાગોને અંતરિક્ષમાં જ જોડવામાં આવશે. જો આમ થશે તો, અવકાશમાં આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો પ્રથમ દેશ પણ ભારત બની હશે.

તમને જણાવી દઈએ કે, ISRO ચંદ્રયાન-4 નું લેન્ડર મોડ્યુલ તૈયાર કરી રહ્યું છે. જ્યારે તેનું રોવર જાપાન તૈયાર કરી રહ્યું છે. ચંદ્રયાન-4 માટે ભારતની સ્પેસ એજન્સી ISRO અને જાપાનની JAXA વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તેને 2026 સુધીમાં ચંદ્ર પર મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે.

ISRO નો લેન્ડિંગ સાઇટ અંગે મોટો ઘટસ્ફોટ

ઈસરોએ ચંદ્રયાન-4 ની જગ્યા વિશે પણ ખુલાસો કર્યો છે. ઈસરોએ કહ્યું કે, તેનું લેન્ડિંગ સાઈટ શિવ-શક્તિ પોઈન્ટ પર જ હશે. ચંદ્રયાન-3 પણ આ જગ્યાએ લેન્ડ થયું હતું. આ એટલા માટે છે કારણ કે, ચંદ્રયાન-3 એ લેન્ડિંગ પછી ચંદ્ર પર ઘણી મહત્વપૂર્ણ જગ્યાઓ શોધી કાઢી હતી. જે નવા મિશનમાં ઘણી મદદરૂપ થવા જઈ રહી છે.

ISRO Chandrayaan 4 Mission Updates Plan
ઈસરો ચંદ્રયાન 4 મિશન પ્લાન (ફોટો – ઈસરો)

ચંદ્રયાન-4 નું લક્ષ્ય શું છે?

ચંદ્રયાન-4 દ્વારા ચંદ્રના સેમ્પલ પૃથ્વી પર લાવવામાં આવશે. આ પહેલા ચીને પણ આવું કર્યું છે. ઈસરોના વડાએ કહ્યું, “અમે ચંદ્રયાન-4 ના સ્ટ્રક્ચર પર એવી રીતે કામ કર્યું છે કે, ચંદ્રમાંથી પૃથ્વી પર સેમ્પલ કેવી રીતે લાવવું? અમે આને બહુવિધ પ્રક્ષેપણો સાથે કરવાનો પ્રસ્તાવ આપીએ છીએ કારણ કે, અમારી વર્તમાન રોકેટ ક્ષમતા એક જ વારમાં આ કરવા માટે પૂરતી (મજબૂત) નથી.”

સોમનાથે કહ્યું, “તેથી, અમને અવકાશમાં ડોકીંગ ક્ષમતા (અવકાશયાનના વિવિધ ભાગોને જોડવાની) જરૂર છે. “આ ક્ષમતા દર્શાવવા માટે અમારી પાસે આ વર્ષના અંતમાં સ્પાડેક્સ નામનું મિશન છે.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ