ભારતમાં 5G ટેકનોલોજીના યુગની શરૂઆત થઇ ગઇ છે અને લોકો ઝડપથી 5G સ્માર્ટફોન તરફ જઇ રહ્યા છે. ભારતીય બજારમાં પણ મોબાઇલ કંપનીઓ દ્વારા અવનવા 5G સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવી રહ્યા છે જેમાંથી કેટલાક વાજબી કિંમતના છે તો કેટલાંક બહુ મોંઘા છે. જો તમે ઓછી કિંમતનો 5G સ્માર્ટફોન ખરીદવા ઇચ્છો છો તો આજે અમે તમને ઓનલાઈન વેચાતા એક અત્યંત વાજબી કિંમતના સસ્તા સ્માર્ટફોન વિશે જણાવીશું. તમે સેમસંગ ગેલેક્સી M13 5G સ્માર્ટફોનને માત્ર 999 રૂપિયામાં ખરીદી શકશો. આમ તો તેની રિયલ માર્કેટ પ્રાઇસ 13,999 રૂપિયા છે. અમે તમને આ 5G સ્માર્ટફોન આટલી ઓછી કિંમતમાં કેવી રીતે ખરીદી શકાય તેના વિશે જણાવીશું…
ઓછી કિંમતમાં ખરીદો Samsung Galaxy M13 5G સ્માર્ટફોન
Samsung Galaxy M13 5G સ્માર્ટફોનના 4 GB રેમ અને 64 GB સ્ટોરેજવાળા વેરિઅન્ટને 16,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોન પર 18 ટકાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, ત્યારબાદ આ 5G સ્માર્ટફોનને 13,999 રૂપિયામાં વેચવામાં આવી રહ્યુ છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, સેમસંગ કંપનીના આ 5G સ્માર્ટફોનને માત્ર ઓનલાઇન જ ખરીદી શકાય છે, ઓફલાઇન માટેમાં હાલ આ મોડલ ઉપલબ્ધ નથી.

Samsung Galaxy M13 5G સ્માર્ટફોનની ડિસ્કાઉન્ટ ઓફર
- તમે EMI હેઠળ, દર મહિને ઓછામાં ઓછા 669 રૂપિયા ચૂકવીને આ 5G સ્માર્ટફોન ઘરે લઇ જઇ શકો છે.
- જો તમે તમારો જૂનો ફોન એક્સચેન્જ કરો છો, તો તમને 13,000 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી છે. જો સંપૂર્ણ એક્સચેન્જ વેલ્યૂ મળે તો તમને આ 5G સ્માર્ટફોન માત્ર 999 રૂપિયામાં પડશે.
- આ ઓફર એમેઝોન પર આપવામાં આવી રહી છે.

Samsung Galaxy M13 5G સ્માર્ટફોનની ખાસિયતો
- Samsung Galaxy M13 5G સ્માર્ટફોનમાં 6.5 ઇંચની HD+ LCD ડિસ્પ્લે છે. તેનું પિક્સલ રિઝોલ્યુશન 720 x 1600 છે.
- આ ફોન ઓક્ટા-કોર MTK D700 પ્રોસેસરથી સજ્જ છે. તેમાં 6 GB સુધીની રેમ અને 128 GB સુધીની સ્ટોરેજ કેપેસિટીછે.
- આ 5G સ્માર્ટફોન એન્ડ્રોઇડ-12 પર કામ કરે છે.
- આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. પહેલું સેન્સર 50 મેગાપિક્સલનું છે. બીજો 2 મેગાપિક્સલનો છે. ફોનમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.
- ફોનમાં 5000mAHની બેટરી છે.
- આ ફોન સાથે 1 વર્ષની વોરંટી આપવામાં આવી રહી છે.