માતા-પિતા સાવધાન! 14 વર્ષના કિશોરે 3 વર્ષની બાળકી પર કર્યો બળાત્કાર, માસૂમનું મોત, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ ડરામણો

માતા પિતા માટે ચેતવણી અને સાવધાની રૂપ ઘટના સામે આવી છે, છત્તીસગઢના બિલાસપુરમાં 14 વર્ષના બાળકે 3 વર્ષની બાળકી પર બળાત્કાર કરી હત્યા કરી દીધી, પોલીસે કાકા સામે પણ ગુનો નોંધ્યો.

Written by Kiran Mehta
March 19, 2024 10:55 IST
માતા-પિતા સાવધાન! 14 વર્ષના કિશોરે 3 વર્ષની બાળકી પર કર્યો બળાત્કાર, માસૂમનું મોત, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ ડરામણો
છત્તીસગઢ, 14 વર્ષના છોકરાએ 3 વર્ષની બાળકી પર બળાત્કાર કર્યો અને તેની હત્યા કરી (પ્રતિકાત્મક તસવીર)

Crime News : છત્તીસગઢના બિલાસપુરથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. જે ઉંમર બાળકોની રમવા-ખેલવાની છે, ત્યાં એક 14 વર્ષના છોકરાએ ત્રણ વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર કરીને તેની હત્યા કરી નાખી. આ ઘટના એકદમ ચોંકાવનારી છે. કોઈ માની જ ન શકે. આ સમાચારથી લોકો શરમ અનુભવી રહ્યા છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

14 વર્ષના કિશોરે 3 વર્ષની બાળકી સાથે આચર્યું દુષ્કર્મ

હકીકતમાં, છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં પોલીસે ત્રણ વર્ષની બાળકી સાથે બળાત્કાર અને હત્યાના આરોપમાં 14 વર્ષના છોકરાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ આ ઘટના અંગે માહિતી આપી હતી. આ ઘટના અંગે બિલાસપુર જિલ્લાના પોલીસ અધિક્ષક રજનીશ સિંહે જણાવ્યું હતું કે, પોલીસે રવિવારે સિરગીટ્ટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક છોકરી સાથે બળાત્કાર અને હત્યાના આરોપમાં 14 વર્ષના કિશોરની ધરપકડ કરી હતી.

છોકરાના કાકા સામે કેસ નોંધાયો

સિંહે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસે છોકરાના કાકા સામે પણ ગુનાની માહિતી છુપાવવા બદલ કેસ નોંધ્યો છે. તેમણે જણાવ્યું કે, બાળકીના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે, તેમની ત્રણ વર્ષની પુત્રી ગઈકાલે સાંજે લગભગ 4 વાગ્યે રમતી વખતે અચાનક ગુમ થઈ ગઈ હતી અને બાદમાં જ્યારે તેઓએ બાળકીની શોધ કરી તો તેમને માહિતી મળી કે પડોશમાં રહેતો બાળક પણ ત્યાં નથી.

બાળકીના પરિવારજનોના જણાવ્યા અનુસાર, બાળકી બાદમાં બાથરૂમમાંથી મળી આવી હતી અને બાળક પણ ઈજાગ્રસ્ત હાલતમાં ત્યાં પડ્યો હતો. પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું કે, જ્યારે પરિવારના સભ્યો બાળકીને લઈને હોસ્પિટલ પહોંચ્યા તો ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.

આ પણ વાંચોરાજકોટમાં હૃદયદ્રાવક ઘટના : એપાર્ટમેન્ટના સ્વિમિંગ પૂલમાં 4 વર્ષનું બાળક રમતા-રમતા પડ્યું, માસૂમનું મોત

પ્રાઈવેટ પાર્ટ પર ઊંડા ઈજાના નિશાન

સિંહે વધુમાં કહ્યું કે, સોમવારે બાળકીના શરીરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, જે મુજબ બાળકીના પ્રાઈવેટ પાર્ટ પર ઈજાના નિશાન હતા. પોલીસે બળાત્કાર અને હત્યાના આરોપમાં કિશોરની ધરપકડ કરી છે અને ગુનાની માહિતી છુપાવવાના આરોપમાં તેના કાકાની ધરપકડ કરી છે. હાલ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના અંગે આસપાસના લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ