ક્રાઈમ કહાની : ચોરીના ઈરાદે ચોર ઘરમાં ઘુસ્યો, પતિ-પત્નીનો અંગતપળનો Video બનાવ્યો, પછી શરૂ થયો બ્લેકમેલિંગનો ખેલ

Chhattisgarh Crime : છત્તીસગઢમાં એક વિચિત્ર ક્રાઈમ કિસ્સો સામે આવ્યો, જેમાં ચોર ચોરી કરવા ઘરમાં ઘુસ્યો અને ચોરી કરવાને બદલે બેડરૂમમાં પતિ પત્નીનો અંગતપળોનો વીડિયો ઉતારી બ્લેકમેલિંગ કર્યું.

Written by Kiran Mehta
June 27, 2024 15:30 IST
ક્રાઈમ કહાની : ચોરીના ઈરાદે ચોર ઘરમાં ઘુસ્યો, પતિ-પત્નીનો અંગતપળનો Video બનાવ્યો, પછી શરૂ થયો બ્લેકમેલિંગનો ખેલ
છત્તીસગઢમાં કપલ્સનો પ્રાઈવેટ મેમેન્ટ વીડિયો બનાવી ચોરે બ્લેકમેલિંગ શરૂ કર્યું, ઝડપાયો (પ્રતિકાત્મક તસવીર)

Chhattisgarh Crime Story : છત્તીસગઢના દુર્ગમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સિવિલ પરીક્ષાની તૈયારી કરી રહેલો યુવક સફળતા ન મળતા ચોર બની ગયો. તે ચોરી કરવાના ઈરાદે એક ઘરમાં ઘૂસ્યો હતો પરંતુ બેડ પર સૂતેલા પતિ-પત્નીની અંગત પળોને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. આ પછી તેણે વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને 10 લાખ રૂપિયાની માંગણી કરીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. પીડિત દંપતીએ તેની સામે કેસ દાખલ કર્યો હતો.

શું છે સમગ્ર મામલો?

દુર્ગ પોલીસના જણાવ્યા અનુસાર વિનય સાહુ નામનો યુવક સરકારી નોકરીની તૈયારી કરી રહ્યો હતો. પીએસસીની પરીક્ષા પાસ કરવા માટે તે ઘણા સમયથી તૈયારી કરી રહ્યો હતો પરંતુ તેને સફળતા મળી ન હતી. આ પછી તેણે ચોરીનો રસ્તો અપનાવ્યો. તે શાકમાર્કેટમાં આવતા લોકોના ફોન ચોરી કરતો હતો. આ સિવાય આ વિસ્તારના અનેક ઘરોમાં ચોરી પણ કરી હતી. તેણે અહિવારા વિસ્તારમાં એક ઘરમાંથી બે વાર ચોરી કરી હતી. તેણે વિચાર્યું કે, તે ત્રીજી વખત પણ ઘરમાંથી ચોરી કરશે.

ચોરે પતિ-પત્નીનો અંગતપળનો વીડિયો બનાવ્યો

તે ચોરીના ઈરાદે ઘરમાં ઘુસ્યો હતો. જ્યારે તે અંદર ગયો ત્યારે પતિ-પત્ની બેડરૂમમાં પ્રાઈવેટ મોમેન્ટ માણી રહ્યા હતા. વિનયે કપલની અંતરંગ પળોનો વીડિયો રેકોર્ડ કર્યો. બીજા દિવસે સવારે જ્યારે એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ પર વીડિયો આવ્યો ત્યારે કપલ આશ્ચર્યચકિત થઈ ગયું. ત્યારબાદ 10 લાખ રૂપિયા આપવાનો ફોન આવ્યો હતો અને જો માંગ નહીં સંતોષાય તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી.

કપલે પોલીસની મદદ લીધી

કપલને ખ્યાલ નહોતો કે, કોઈએ તેમનો અંગતપળોનો વીડિયો બનાવ્યો છે. ધમકી બાદ દંપતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ધમકીનો નંબર ટ્રેસ કરવાનું શરૂ કર્યું. સાયબર સેલની મદદથી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી ચોરીના 3 મોબાઈલ સીમકાર્ડ અને હેન્ડસેટ પણ કબજે કર્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ