/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/escalator-accident-raipur-chhattisgarh.jpg)
છત્તીસગઢ રાયપુર એસ્કેલેટર અકસ્માત, બાળકનું મોત (ફાઈલ ફોટો - એક્સપ્રેસ)
Chhattisgarh Raipur Escalator Accident : છત્તીસગઢના રાયપુરમાં એસ્કેલેટર પર ચઢતી વખતે પિતાના હાથમાંથી એક વર્ષનું બાળક પડી ગયું. આ દુર્ઘટનામાં બાળકનું મોત થયું હોવાની માહિતી બહાર આવી રહી છે. આ ઘટના મંગળવારે રાયપુરના પ્રખ્યાત સિટી સેન્ટર મોલમાં બની હતી.
આ મામલાને લગતા સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યા છે, જેમાં એક વ્યક્તિ એક બાળકને હાથમાં પકડેલુ જોઈ શકાય છે. બાળક અચાનક પિતાના હાથમાંથી સરકી ગયુ અને 40 ફૂટ નીચે પડી ગયુ. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું, પરંતુ તે પહેલા તેનુ મોત નીપજ્યું.
શું માહિતી બહાર આવી રહી છે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એસ્કેલેટર પર ચડતી વ્યક્તિ અન્ય 5 વર્ષના બાળકને એસ્કેલેટર પર ચડતા રોકવાનો પ્રયાસ કરતી જોઈ શકાય છે. ત્યારે તેના હાથમાં હાજર બીજું બાળક, જે એક વર્ષનું હતું, જે હાથમાંથી સરકીને પડી ગયું. મળતી માહિતી મુજબ આખો પરિવાર મોલમાં ફરવા આવ્યો હતો. પિતા તેના બે બાળકો સાથે મોલમાં ફરતા હતા. જ્યારે તે એક્સિલરેટર પાસે પહોંચ્યા, ત્યારે તેમણે અન્ય 5 વર્ષના બાળકને સંભાળવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન તેના હાથમાં હાજર અન્ય બાળક અચાનક નીચે પડી ગયું હતું.
આ પણ વાંચો - માતા-પિતા સાવધાન! 14 વર્ષના કિશોરે 3 વર્ષની બાળકી પર કર્યો બળાત્કાર, માસૂમનું મોત, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ ડરામણો
આ પણ વાંચો - પ્રદીપ શર્મા : 25 વર્ષમાં 112 એન્કાઉન્ટર, અંડરવર્લ્ડ સાથેના સંબંધોના આરોપો, ચૂંટણી લડી… અને હવે આજીવન કેદ થઈ
બેદરકારીના કારણે અકસ્માત
સીસીટીવી ફૂટેજમાં સરળતાથી જોઈ શકાય છે કે, બાળક અચાનક હાથમાંથી નમી પડે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઈને સામાન્ય લોકો પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. લખવામાં આવી રહ્યું છે કે, આટલી મોટી દુર્ઘટના માત્ર બેદરકારીના કારણે થાય છે અને આવા કિસ્સાઓમાં સાવધાની રાખવી જોઈએ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us