/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Childrens-Day-2024.jpg)
Children's Day 2024: દર વર્ષે દેશભરમાં 14 નવેમ્બરના રોજ બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
Children's Day 2024: દર વર્ષે દેશભરમાં 14 નવેમ્બરના રોજ બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસ બાળપણની ભાવનાને ઉજવવા અને ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે. ચિલ્ડ્રન્સ ડેને બાળ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. બહુ ઓછા લોકો જાણે છે કે ચિલ્ડ્રન્સ ડેની ઉજવણી સૌપ્રથમ 14 નવેમ્બરે નહીં પરંતુ 20 નવેમ્બરે કરવામાં આવી હતી. ચાલો જાણીએ કે ચિલ્ડ્રન્સ ડે 20 નવેમ્બરને બદલે 14 નવેમ્બરના રોજ કેમ ઉજવવામાં આવ્યો હતો અને આ દિવસનો ઇતિહાસ અને મહત્વ શું છે.
બાળ દિવસનો ઇતિહાસ શું છે?
ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર 1889ના રોજ થયો હતો, જેને ભારતમાં બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ સૌથી પહેલા આ ખાસ દિવસ 20 નવેમ્બરના રોજ મનાવવામાં આવ્યો. 1954માં સંયુક્ત રાષ્ટ્રએ 20 નવેમ્બરને આંતરરાષ્ટ્રીય બાળ દિવસ તરીકે જાહેર કર્યો હતો. વિશ્વભરમાં દર વર્ષે 20 નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય બાળ દિવસ ઉજવવામાં આવે છે. પરંતુ ભારતમાં પંડિત નેહરુની જન્મ જયંતિ પર તેને ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
પંડિત જવાહરલાલ નહેરુનું નિધન 27 મે, 1964ના રોજ થયું હતું. પંડિત નેહરુનું બાળકો પ્રત્યેનું સમર્પણ એટલું પ્રખ્યાત હતું કે તે જ વર્ષે પંડિત નેહરુના માનમાં તેમના જન્મદિવસને બાળદિન તરીકે 14 નવેમ્બરના રોજ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો - બાળ દિવસ શુભેચ્છા સંદેશ, નહેરુ ચાચાના જન્મદિવસ પર પાઠવો હેપ્પી ચિલ્ડ્રન્સ ડે મેસેજ
आ
બાળ દિવસનું મહત્વ
બાળકો પર વધતા અત્યાચાર, બાળમજૂરી અને શિક્ષણના અભાવ જેવી સમસ્યાઓ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનું બાળદિનની ઉજવણી પાછળનું મહત્વ છે. જેના માટે દર વર્ષે અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. ચિલ્ડ્રન્સ ડેનો મુખ્ય હેતુ બાળકોના અધિકારોનું રક્ષણ, તેમને સલામત વાતાવરણ આપવા અને તેમના શિક્ષણ અને આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. આ દિવસ બાળકોની ખુશી તેમજ સમાજમાં તેમના અધિકારો પ્રત્યે જવાબદારીને પ્રોત્સાહન આપવાનું પ્રતીક છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us