Childrens Day 2025 History, Significance And Theme In Gujarati : બાળ દિવસ ભારતમાં દર વર્ષે 14 નવેમ્બરના રોજ ઉજવાય છે. આ તારીખ એટલે કે 14 નવેમ્બર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ દિવસ છે. વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ને બાળકો બહુ પ્રિય હતા, બાળકો પણ તેમને ચાચા નહેરુ કહેતા હતા. ચાચા નહેરુનો બાળકો પ્રત્યેનો પ્રેમ જોઈને 14 નવેમ્બરને બાળ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જવાહરલાલ નહેરુ જન્મદિવસ : Jawaharlal Nehru Birthday
જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર, 1889ના રોજ ઉત્તરપ્રદેશના અલ્હાબાદમાં થયો હતો. તેઓ ભારતના સ્વતંત્રતા સેનાની અને દેશના પ્રથમ વડાપ્રધાન હતા. પંડિત જવાહરલાલ નેહરુનું 27 મે 1964ના રોજ અવસાન થયું, તે જ વર્ષે, સંસદે સર્વાનુમતે 14 નવેમ્બરને બાળ દિવસ તરીકે જાહેર કર્યો હતો, ત્યારથી ભારતમાં આ દિવસની ઉજવણી બાળ દિવસ તરીકે કરવામાં આવી રહી છે.
Childrens Day 2025 Date : 14 નવેમ્બરે રોજ બાળ દિવસ કેમ ઉજવાય છે?
પંડિત જવાહરલાલ નહેરુ બાળકોને ખૂબ જ પસંદ કરતા હતા. દેશ આઝાદ થયા પછી પંડિતજીએ બાળકો અને યુવાનોના અધિકારો અને શિક્ષણ માટે કામ કર્યું. આથી તેમની જન્મજયંતીના યાદમાં ભારતમાં દર વર્ષે 14 નવેમ્બરના રોજ બાળ દિવસ ઉજવવામાં આવે છે.
બાળકોના શિક્ષણમાં જવાહરલાલ નહેરુનું યોગદાન
જ્યારે જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા ત્યારે તેમણે બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે ઘણું યોગદાન આપ્યું હતું. શિક્ષણના ક્ષેત્રમાં, તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ જેવી દેશની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી. જવાહરલાલ નહેરુએ હંમેશા બાળકોના શિક્ષણ વિશે જાગૃતિ ફેલાવી છે.
Children’s Day 2025 History And Significance : બાળ દિવસનો ઇતિહાસ અને મહત્વ
વડાપ્રધાન તરીકે નહેરુ દેશમાં એવું વાતાવરણ બનાવવા માંગતા હતા જેમાં બાળકો અને તેમના કલ્યાણનું ધ્યાન રાખવામાં આવે. તેમણે 1955માં ચિલ્ડ્રન્સ ફિલ્મ સોસાયટી ઇન્ડિયાની સ્થાપના પણ કરી હતી જેથી ભારતીય બાળકો તેમનું પ્રતિનિધિત્વ જોઈ શકે. પંડિત નહેરુના અવસાન પછી, તેમની જન્મજયંતિને ભારતમાં બાળ દિવસ તરીકે પસંદ કરવામાં આવી હતી.
જવાહરલાલ નહેરુ કહેતા હતા કે આ બાળકો આપણા ભારતનું નિર્માણ કરશે. બાળકો આપણા દેશનું ભવિષ્ય છે, તેથી આપણા સૌની ફરજ છે કે આપણે તેમના શિક્ષણ અને કલ્યાણ પર ભાર મૂકીએ. આપણે આપણા બાળકોની જેટલી સારી સંભાળ લઈશું, તેટલું જ સારું રાષ્ટ્ર નિર્માણ થશે.
Children’s Day 2025 Theme : બાળ દિવસ 2025 ની થીમ
દર વર્ષે બાળ દિવસની ઉજવણી અલગ અલગ હેતુ અને થીમ આધારિત હોય છે. આ વખત 2025ના ચિલ્ડ્રન્સ ડેની થીમ “દરેક બાળક માટે, દરેક અધિકાર” (For Every Child, Every Right) છે. જેમા બાળકોના અધિકારોનું રક્ષણ કરવા અને સ્વસ્થ વાતાવરણમાં તેમના યોગ્ય વિકાસની ખાતરી કરવાની છે.





